રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ 19 દિવસમાં “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો દ્વારા 21.5 લાખથી વધારે પરપ્રાંતીયોનું પરિવહન કર્યું અને 1600થી વધારે “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો દોડાવી


ભારતીય રેલવેએ પરપ્રાંતીયોને વધારે રાહત આપવા શ્રમિક ટ્રેનોની સંખ્યા બમણી કરી. આશરે 200 ટ્રેનો આજ રાત સુધીમાં દોડશે

ભારતીય રેલવે 1 જૂન, 2020થી 200 ટાઇમ ટેબલ્ડ ડેઇલ નવી ટ્રેનો શરૂ કરશે

બુકિંગ ઓનલાઇન જ થશે અને થોડા દિવસમાં શરૂ થશે. ટ્રેનો નોન એસી હશે. શીડ્યુલ અને ટ્રેનોની જાહેરાત ટૂંક સમયમાં થશે

દેશભરમાં તમામ પરપ્રાંતીયોને મોટી રાહત આપવાનું પગલું

Posted On: 19 MAY 2020 9:38PM by PIB Ahmedabad

ભારતીય રેલવેએ પરપ્રાંતીયોને વધારે રાહત આપવા શ્રમિક ટ્રેનોની સંખ્યા બમણી કરવાની યોજના બનાવી છે.

આ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો ઉપરાંત ભારતીય રેલવે 200 નવી ટાઇમ ટેબલ્ડ ટ્રેનો 1 જૂન, 2020થી શરૂ કરશે. ટૂંક સમયમાં આ ટ્રેનોના રુટ અને શીડ્યુલ જાહેર થશે.

એનું બુકિંગ ઓનલાઇન જ થશે અને થોડા દિવસોમાં એની શરૂઆત થશે.

આ ટ્રેનો નોન એસી હશે. કોઈ પણ રેલવે સ્ટેશન પર ટિકિટનું વેચાણ નહીં થાય અને સંભવિત પ્રવાસીઓને ટિકિટ ખરીદવા રેલવે સ્ટેશન આવવાનું નથી.

ભારતીય રેલવેએ પરપ્રાંતીયોને ગભરાઈ ન જવાની અપીલ કરી છે. આ સુનિશ્ચિત કરવા પ્રયાસો થઈ રહ્યાં છે કે, તમામ પરપ્રાંતીયો વહેલામાં વહેલી તકે તેમના ગૃહરાજ્યમાં પરત ફરી શકે.

વળી આ પ્રકારનાં પ્રયાસો પણ કરવામાં આવશે કે તેમને તેમના હાલના લોકેશનની નજીક મેઇન લાઇન પર રેલવે સ્ટેશન હેડમાંથી ટ્રેનમાં પ્રવાસ કરવાની સુવિધા મળે.

રેલવેએ રાજ્ય સરકારોને એવા પરપ્રાંતીયોને ઓળખવા અને એમનું લોકેશન શોધવા જણાવ્યું છે, જેમણે તેમના ગૃહરાજ્યોની દિશામાં રોડ પર ચાલવાનું શરૂ કર્યું છે. રેલવેએ રાજ્ય સરકારોને આ પ્રકારનાં પરપ્રાંતીયોને નજીકનાં જિલ્લા હેડક્વાર્ટરમાં તેમની નોંધણી કરાવ્યા પછી નજીકની મેઇન લાઇન રેલવે સ્ટેશન સુધી મૂકવાની અને આ પ્રવાસીઓની યાદી રેલવે ઓથોરિટીને આપવાનું જણાવ્યું છે, જેથી શ્રમિક સ્પેશ્યલો દ્વારા વધુ પ્રવાસ માટેની વ્યવસ્થા થઈ શકશે.

19 દિવસમાં “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો દ્વારા 21.5 લાખ પરપ્રાંતીયોએ તેમના ગૃહરાજ્યો તરફ પ્રયાણ કર્યું છે અને 19 મે સુધી 1600થી વધારે “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો ઓપરેટ થઈ છે.

 

SD/GP
 



(Release ID: 1625283) Visitor Counter : 199