ગૃહ મંત્રાલય
રાષ્ટ્રીય વિસ્થાપિત માહિતી તંત્ર (NMIS) – વિસ્થાપિત શ્રમિકો અલગ અલગ રાજ્યોમાં વિના અવરોધે મુસાફરી કરી શકે તે NDMA દ્વારા કેન્દ્રીય ઑનલાઇન માહિતી સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો
ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું કે, તેઓ વિસ્થાપિત શ્રમિકોના આવનજાવન અને બહેતર આંતરરાજ્ય સંકલન માટે NMISનો ઉપયોગ કરે
Posted On:
16 MAY 2020 9:05PM by PIB Ahmedabad
ભારત સરકારે ‘શ્રમિક વિશેષ’ ટ્રેનો અને બસો મારફતે વિસ્થાપિત શ્રમિકોને તેમના વતન રાજ્યમાં જવા માટે મુસાફરીની મંજૂરી આપી છે.
વિસ્થાપિત શ્રમિકોની આવનજાવન સંબંધિત માહિતી મેળવવા માટે અને આવા લોકોને અલગ અલગ રાજ્યોમાં વિના અવરોધે મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા રાષ્ટ્રીય વિસ્થાપિત માહિતી તંત્ર (NMIS) નામથી એક ઑનલાઇન ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઑનલાઇન પોર્ટલ પર વિસ્થાપિત શ્રમિકો અંગેની માહિતીનો ઑનલાઇન સંગ્રહ જાળવવામાં આવશે અને ઝડપથી આંતરરાજ્ય સંકલન/ સંદેશાવ્યવહારમાં તેના કારણે મદદ મળી શકશે જેથી શ્રમિકોને તેમના વતન રાજ્યમાં જવામાં સરળતા રહે. તેમાં સંપર્ક ટ્રેસિંગ જેવા વધારાના ફાયદા પણ છે, જે એકંદરે કોવિડ-19 સામેની પ્રતિક્રિયાની કામગીરીમાં ઉપયોગી નીવડશે.
આ પોર્ટલ પર અપલોડ કરવા માટે વિસ્થાપિત શ્રમિકોના કેટલાક મુખ્ય ડેટા નક્કી કરવામાં આવ્યા છે જેમાં તેમનું નામ, ઉંમર, મોબાઇલ નંબર, જ્યાંથી રવાના થાય છે તે જિલ્લો અને જ્યાં જવાનું છે તે જિલ્લો, મુસાફરીની તારીખ વગેરે માહિતી સામેલ કરવામાં આવી છે. રાજ્યો દ્વારા આ તમામ માહિતી પહેલાંથી જ મેળવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ માહિતી સંગ્રહના કારણે રાજ્યો જોઇ શકશે કે તેમના રાજ્યમાંથી કેટલા લોકો જઇ રહ્યા છે અને કેટલા લોકો ગંતવ્ય રાજ્ય સુધી પહોંચી ગયા છે. લોકોના મોબાઇલ નંબરનો ઉપયોગ કોવિડ-19 દરમિયાન સંપર્ક ટ્રેસિંગ અને તેમની હિલચાલ પર દેખરેખ રાખવા માટે થઇ શકે છે.
રાજ્યો સાથે આ બાબતે સત્તાવાર સંદેશાવ્યવહાર જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1624702)
Visitor Counter : 325
Read this release in:
Hindi
,
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada