શ્રમ અને રોજગાર મંત્રાલય

EPFOએ પોતાના પેન્શનરોને રૂ. 764 કરોડ ચુકવ્યા

प्रविष्टि तिथि: 05 MAY 2020 2:23PM by PIB Ahmedabad

EPFO પોતાની પેન્શન યોજના હેઠળ 65 લાખ પેન્શનરો ધરાવે છે. EPFOની તમામ ફિલ્ડ કચેરીઓએ કોવિડ-19ના પગલે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે પેન્શનરોને કોઇપણ પ્રકારની અગવડ ઉભી થાય તે માટે એપ્રિલ 2020ના પેન્શનની ચુકવણી અગાઉથી કરી આપી છે.

EPFOના અધિકારીઓ અને સ્ટાફે તમામ અવરોધોનો સામનો કરીને સમગ્ર ભારતમાં પેન્શન વિતરણ કરતી બેંકોની તમામ નોડલ શાખાઓમાં રૂ. 764 કરોડની ચુકવણી કરી છે. તમામ બેંકોની શાખાઓને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, રકમ પેન્શરોના ખાતામાં નિર્ધારિત શિડ્યૂલ પ્રમાણે પેન્શન પેટે જમા થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

જરૂરિયાતના સમયમાં કોવિડ 19 કટોકટીના કારણે પેન્શનરોના જીવનમાં સંકટ સહાય પૂરી પાડવા માટે EPFO પેન્શન સમયસર જમા કરાવવાની કામગીરીને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે.

 

GP/DS

 


(रिलीज़ आईडी: 1621205) आगंतुक पटल : 317
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Assamese , Urdu , हिन्दी , Marathi , Bengali , Odia , Tamil , Telugu , Kannada