પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હંદવાડામાં શહીદ થયેલા જવાનો અને સુરક્ષા કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 03 MAY 2020 5:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં શહીદ થયેલા સૈન્યના જવાનો અને સુરક્ષા કર્મીઓને  શ્રદ્ધાંજલિ  અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “હંદાવાડામાં શહીદ થયેલા આપણા બહાદુર જવાનો અને સુરક્ષા કર્મીઓને શ્રદ્ધાંજલિ. તેમની બહાદુરી અને બલિદાનને ક્યારેય નહીં ભૂલાય. આપણા નાગરિકોની સુરક્ષા માટે તેમણે સંપૂર્ણ સમર્પણ અને અથાક પરિશ્રમ સાથે દેશની સેવા કરી છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હું દિલસોજી વ્યક્ત કરું છું.”

 

GP/DS


(રીલીઝ આઈડી: 1620743) મુલાકાતી સંખ્યા : 206