સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારમાં AES માટેની તૈયારીની સમીક્ષા કરી


AES મેનેજમેન્ટ માટે બિહારને કેન્દ્ર તરફથી તમામ સહાયતા આપવાની ખાતરી આપી

Posted On: 01 MAY 2020 8:22PM by PIB Ahmedabad

ડૉ. હર્ષવર્ધને એક્યુટ એન્સીફેલાઈટીસ સિન્ડ્રોમ (AES) કેસોના વ્યવસ્થાપન અને ફેલાવાથી રોકવા  માટે બિહાર રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટેની આજે ખાતરી આપી છે. તેમણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બિહારના આરોગ્ય મંત્રી શ્રી મંગલ પાંડે સાથે બિહારમાં AES માટે કરવામાં આવેલી એક સમીક્ષા બેઠક દરમિયાન વાત ઉચ્ચારી હતી જ્યાં તેમણે પાયાના સ્તર પર વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી મેળવી હતી. બેઠક દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે પણ ઉપસ્થિત રહ્યાં હતા.

બેઠકના પ્રારંભમાં, AESના કારણે થયેલા બાળકોના મૃત્યુ ઉપર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “ અત્યંત પીડાદાયક બાબત છે કે ઉનાળા દરમિયાન મે ૧૫ થી લઇ જુનના મહિના સુધીના એક ચોક્કસ સમયગાળામાં બિહારની અંદર AESના કારણે નાના બાળકોના મૃત્યુદરમાં એક વધારો જોવા મળે છે.” તેમણે જણાવ્યું કે અનેક સ્તરો ઉપર યોગ્ય દખલગીરીઓ સાથે સમયસરની કાળજીના માધ્યમથી મૃત્યુને અટકાવી શકાય તેમ છે. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે, “AES વિરુદ્ધની લડાઈ ખૂબ જૂની છે અને આપણે તે ખૂબ સારી રીતે જાણીએ છીએ. મુદ્દો છે કે તેને વ્યવસ્થિત રીતે લેવામાં આવતી પહોંચ દ્વારા તેને અટકાવવા માટે અટકાયતી, પૂર્વ અસરકારક અને વ્યાપક પગલાઓ લેવામાં આવે.” પ્રસંગે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ અગાઉ ૨૦૧૪  અને ૨૦૧૯ માં AES વિસ્ફોટ દરમિયાન તેમના દ્વારા બે વખત લેવામાં આવેલ બિહાર રાજ્યની મુલાકાતને યાદ કરવામાં આવી હતી જ્યારે તેમણે જાતે જઈને પરિસ્થિતિની તપાસ કરી હતી અને બીમારીઓના મૂળ કારણની ચર્ચા કરવા અને તેમને સાંત્વના આપવા માટે બાળદર્દીઓને અને તેમના માતા પિતાઓને મળ્યા હતા.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “ વખતે પણ અમે સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ અને AESની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય આરોગ્ય વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ,” તેમણે કહ્યું. તેમણે રાજ્યના વહીવટી તંત્રને અસરગ્રસ્ત વિસ્તારોમાં નજીકથી ચોવીસ કલાકની દેખરેખ રાખવા માટે નિષ્ણાતોની એક સમિતિ બનાવવા જણાવ્યું છે અને સમયસરના અટકાયતી પગલાઓ લેવાની ભલામણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રકારની પહોંચ સાથે આપણે આવનારા સમયમાં AESના કેસોમાં થતા વધારાને અટકાવી શકીશું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય તંત્રને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના માધ્યમથી રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદ અને ટેકો પૂરો પાડશે. કેન્દ્ર સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય સહીતના અન્ય મંત્રાલયોને પણ તાત્કાલિક અને લાંબા સમયના પગલાના ભાગરૂપે સહાયતા પૂરી પાડવા માટેની વિનંતી કરવામાં આવશે”, તેમણે કહ્યું.

બિહાર રાજ્યને આપવામાં આવેલી મદદની વિસ્તૃત માહિતી આપતા ડૉ.હર્ષવર્ધને જણાવ્યું હતું કે. “પરિસ્થિતિની રોજીંદી દેખરેખ રાખવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવા ઉપરાંત નીતિગત દખલગીરીમાં માર્ગદર્શન આપવા માટે અને AES તથા જાપાનીઝ એન્સીફેલાઈટીસના કેસોની અટકાયતમાં રાજ્યને મદદ કરવા માટે નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ (NCDC), નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (NVBDCP), ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR), AIIMS, પટના અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બાળ આરોગ્ય વિભાગમાંથી આવતા નિષ્ણાતોની એક આંતર શાખાકીય વિશેષ ઉચ્ચસ્તરની ટીમ બનાવવાની તાત્કાલિક જરૂર છે”.

રાજ્યએ તાત્કાલિક અસરથી લેવા માટેના ચોક્કસ પગલાઓની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે, “આપણે બાબતની ખાતરી કરવાની છે કે પ્રકારની બીમારી માટે નવા પીડીયાટ્રીક ICU તાત્કાલિક બનાવવામાં આવે; નજીકના જીલ્લાઓમાં ઓછામાં ઓછા ૧૦ પથારીના પીડીયાટ્રીક ICU ની સાથે જરૂરી મેડીકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે; રાતના ૧૦ વાગ્યાથી લઇને સવારના 8 વાગ્યા સુધીના કટોકટીના સમયગાળા દરમિયાન કે જ્યારે મોટા ભાગના બાળકો AESના લક્ષણો દર્શાવે છે જેવા કે તાવ, આંચકી, બદલાયેલ સેન્સરીયમ વગેરે તેવા સમયમાં એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવે; ખાસ કરીને કટોકટીના સમયગાળા દરમિયાન ડોકટરો, પેરા મેડીકલ અને આરોગ્ય કર્મચારીઓના દળને પડકારનો સામનો કરવા માટે તૈયાર રાખવામાં આવે; નવા સુપર સ્પેશ્યાલીટી દવાખાનાઓ ઉભા કરવાના અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અન્ય પ્રસ્તાવિત અને વાયદો કરવામાં આવેલ સુધારાઓના કાર્યને ગતિશીલ બનાવવામાં આવે.”

ડૉ.હર્ષવર્ધને તમામ લોકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન AESના કેસો આચ્છાદિત ના થઇ જાય અને તેમની અવગણના ના થાય તે બાબતની ખાતરી કરવી જોઈએ.

બેઠકમાં આરોગ્ય પરિવાર કલ્યાણ (HFW) સચિવ સુશ્રી પ્રીતિ સુદાન, OSD (HFW) શ્રી રાજેશ ભૂષણ, વિશેષ સચિવ (આરોગ્ય) શ્રી સંજીવ કુમાર, અધિક સચિવ અને MD (NHM) સુશ્રી વંદના ગુરનાની સહીત મુખ્ય સચિવ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ), બિહાર સરકાર, સચિવ કમ CEO, બિહાર સ્વાસ્થ્ય સુરક્ષા સમિતિ, બિહાર સરકાર, ડાયરેક્ટર ઓફ હેલ્થ સર્વિસીસ, બિહાર સરકાર, ડાયરેક્ટર, NCDC, દિલ્હી, ડાયરેક્ટર AIIMS, પટના અને બિહારના તમામ જીલ્લાઓના જીલ્લા કલેકટર/ જીલ્લા મેજિસ્ટ્રેટ ઉપસ્થિત રહ્યા હતા. બિહાર સરકાર અંતર્ગતની તમામ મેડીકલ કોલેજો, બિહારના તમામ જીલ્લાઓના સ્ટેટ સર્વેલન્સ ઓફિસર્સ અને બિહારના તમામ જીલ્લાઓના CDMOs/CMHOs પણ વેબ લીંકના માધ્યમથી બેઠકમાં હાજર રહ્યા હતા.



(Release ID: 1620307) Visitor Counter : 234