આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

વિખાશાપટ્ટનમ સ્માર્ટ સિટી પરિચાલન કેન્દ્રો કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ચોવીસ કલાક કાર્યરત છે


પરિચાલન કેન્દ્રોમાં ટ્રેકિંગ, મોનિટરિંગ અને લોકોમાં જાગૃતિ લાવવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે

Posted On: 01 MAY 2020 3:44PM by PIB Ahmedabad

વિશાખાપટ્ટનમમાં આવેલા સ્માર્ટ સિટી પરિચાલન કેન્દ્રો કોવિડ 19ના વ્યવસ્થાપન માટે ત્રણ પાળીમાં ચોવીસ કલાકના ધોરણે કામ કરે છે. કેન્દ્રોમાં થતી પ્રવૃત્તિઓનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

  • સમગ્ર શહેરમાં 90 સ્થળે લગાવવામાં આવેલી સાર્વજનિક જાહેરાત સિસ્ટમ દ્વારા સાવચેતીના પગલાં અને કોવિડ-19 સંબંધિત માહિતીની જાહેરાત કરવામાં આવે છે.
  • શહેરમાં મુખ્ય 10 સ્થળે લગાવવામાં આવેલા ડિજિટલ સાઇન બોર્ડ (વેરિએબલ મેસેજ ડિસ્પ્લે)ના માધ્યમથી કોવિડ-19 સંબંધિત માહિતીનો પ્રસાર કરવામાં આવે છે.
  • મહત્વપૂર્ણ વિસ્તારો અને મુખ્ય જંકશન પર સર્વેલન્સ સિસ્ટમ (સમગ્ર શહેરમાં લગાવવામાં આવેલા 500 કૅમેરા)ની મદદથી દેખરેખ રાખવામાં આવે છે.
  • COC ખાતે આવેલા કોવિડ હેલ્પડેસ્ક/ સંપર્ક કેન્દ્ર દ્વારા દૈનિક ધોરણે CMOH & DMOH સાથે મળીને વિદેશથી આવતા નાગરિકોનું ટ્રેસિંગ અને દેખરેખ રાખવામાં આવે છે. જાહેર આરોગ્ય જેવા વિભાગો, શહેર અને જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે સમય સમયે સંકલન કરવા માટે હેલ્પડેસ્ક/ સંપર્ક કેન્દ્રો ચોવીસ કલાકના ધોરણે કામ કરે છે.
  • ઇમજરન્સી કૉલ્સના જવાબ આપવા અને તદઅનુસાર વિવિધ વિભાગો સાથે ફોલોઅપ લેવા માટે COC ખાતે ટૉલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે.
  • વિદેશથી પરત ફરેલા તમામ લોકોને ટ્રેસ કરવા અને તેમની સ્થાન જાણવા માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મોબાઇલ એપ્લિકેશન પરથી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે ક્લસ્ટર મેપિંગ અને ઉચ્ચ જોખમના રંગોના કોડ સાથેનું મેપિંગ કરવામાં આવે છે જેમાં GISનો ઉપયોગ કરીને COCમાં શ્રેણી અનુસાર ક્લસ્ટર એટલે કે 0-14, 15-28 અને 28 દિવસથી વધુ પ્રમાણે મેપિંગ કરવામાં આવે છે. ઉપરોક્ત વિશ્લેષણના આધારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેન્ડમ નમૂના પણ એકત્રીત કરવામાં આવે છે.
  • ઓળખી કાઢવામાં આવેલા પોઝિટીવ વિસ્તારોમાં ફિલ્ડ સ્તરે ANM/ આશા/ સ્વયંસેવકો દ્વારા ચેપગ્રસ્ત ક્લસ્ટરના સર્વેક્ષણ માટે મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
  • વિશાખાપટ્ટનમમાં 20 ઝડપી પ્રતિક્રિયા ટીમ (RRT) તૈયાર કરવામાં આવી છે અને ટીમોનું સંબંધિત ટીમની એમ્બ્યુલન્સમાં લગાવવામાં આવેલા મોબાઇલ ટેબના આધારે ટ્રેકિંગ કરવામાં આવે છે.
  • RRT એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેમાં સંબંધિત ટીમોના તમામ ડૉક્ટર ફિલ્ડ પરથી સીધા શંકાસ્પદ/ તપાસ કરવામાં આવેલા લોકોની વિગતો અપલોડ કરી રહ્યા છે. તમામ વિગતો પર COC અને સંબંધિત સમિતિઓ દ્વારા વાસ્તવિક સમયમાં દેખરેખ રાખવામાં આવે છે.
  • લક્ષણો દેખાતા હોય તેવા લોકોના નમૂનાના એકત્રીકરણ માટે 4 મોબાઇલ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. ટીમો પર COC દ્વારા મોબાઇલ ટેબ આધારિત ટ્રેકિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. વધુમાં વાસ્તવિક સમયમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સંબંધિત ડૉક્ટરો દ્વારા જે-તે દર્દીની વિગતો સબમિટ કરવામાં આવે છે.
  • સ્વયંસેવકો દ્વારા ઘરે ઘરે જઇને કરવામાં આવતા સર્વેક્ષણ પર દેખરેખ રાખવામાં આવે છે અને નિયમિત ધોરણે સંબંધિત સમિતિના ઇન્ચાર્જ સમક્ષ તેનો અહેવાલ રજૂ કરવામાં આવે છે.
  • જાહેર આરોગ્ય શાખા દ્વારા ચેપગ્રસ્ત વિસ્તારોમાં બ્લિચિંગ અને સફાઇની અન્ય પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે.
  • આવશ્યક ચીજો અને કરિયાણાને વેન્ડરની વિગતોનો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસાર કરવામાં આવે છે. સમર્પિત હેલ્પડેસ્ક નંબરો 0891- 2869106, 2869110 પણ લોકોમાં ફરતા કરવામાં આવ્યા છે જેથી આવશ્યક ચીજો અથવા કરિયાણા સંબંધિત કોઇપણ ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય.
  • સાવચેતીના સંદેશા/ માહિતીઓ ટ્વીટર/ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

 

 

GP/DS



(Release ID: 1620068) Visitor Counter : 219