કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારના કર્મચારીઓની તમામ સેવાઓને લગતી સુનાવણી અને નિરાકરણ જમ્મુ અને કાશ્મીરમાં CAT બેંચમાં જ કરવામાં આવશે

Posted On: 01 MAY 2020 2:19PM by PIB Ahmedabad

મીડિયામાં છપાયેલ સમાચાર કે, “ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)ના કર્મચારીઓની તમામ સેવાના કેસોની સુનાવણી અને નિરાકરણ ચંડીગઢ CATમાં સ્થાનાંતરિત કર્યું”, તે પછી સ્પષ્ટ કરવામાં આવે છે કે ના તો અરજીકર્તાઓને અને ના તો અરજી કરવા માટે વકીલને ચંડીગઢ જવાની કે કર્મચારીઓની સેવાના કેસમાં સંલગ્ન ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત થવાની જરૂર છે. ચંડીગઢ સર્કીટ શબ્દ તે અર્થમાં ખોટી વ્યાખ્યા કરવામાં આવી રહી છે કે અરજીકર્તા/ વકીલને ચંડીગઢ જવાની જરૂર પડશે જ્યારે હકીકતમાં એવું નથી. કેન્દ્ર સરકાર તથા જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના UT કર્મચારીઓની તમામ સેવાઓની સુનાવણી અને નિરાકરણ જમ્મુ અને કાશ્મીરમાં CAT બેંચમાં કરવામાં આવશે.

બાબતનું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવે છે કે પહેલા પણ CAT બેંચ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતી સેવાના કેસોમાં ઉકેલ લાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પોતાની બેઠકોનું આયોજન કરતી આવી છે. એકમાત્ર તફાવત હવે માત્ર છે કે તે હવેથી UTના કર્મચારીઓને લગતી સેવાના કેસોનું પણ નિરાકરણ કરશે અને એટલા માટે જમ્મુ અને કાશ્મીર UTમાં વધુ અને વારંવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે.

મામલાઓની નોંધણી પણ સ્થાનિક રૂપે ઓનલાઈન અથવા કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ સ્થપાનાર CATના સચિવાલય કાર્યાલયમાં કરવામાં આવી શકે તેમ છે. જમ્મુ અને કાશ્મીરના UTમાં CATના માધ્યમથી કેસોનું નિરાકરણ ન્યાયની યોગ્ય અને ઓબ્જેક્ટીવ ડિલીવરીની ખાતરી કરશે.

GP/DS


(Release ID: 1620060) Visitor Counter : 263