પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

દક્ષિણ આંદામાન સમુદ્ર અને નજીકમાં આવેલા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર પર હવાનું હલકું દબાણ સર્જાયું

Posted On: 01 MAY 2020 12:39PM by PIB Ahmedabad

ભારતીય હવામાન ખાતાના ચક્રાવાત ચેતવણી વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ આંદામાન સમુદ્ર અને નજીકમાં આવેલા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં 01 મે 2020ના રોજ સવારથી હવાનું હલકું દબાણ સર્જાયું છે. તે વિલંબ સાથે ધીમી ગતિએ તીવ્ર થાય તેવી શક્યતા છે.

તદઅનુસાર, આગામી 48 કલાક દરમિયાન દબાણ વધુ મજબૂત થવાની શક્યતા છે અને ત્યારપછીના 48 કલાકમાં આંદામાન સમુદ્ર તેમજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક ડિપ્રેશનના રૂપમાં તે કેન્દ્રિત થાય તેવી સંભાવના છે અને તે પછી વધુ તીવ્ર થઇ શકે છે. 05 મે સુધી તે ઉત્તર- વાયવ્ય દિશામાં ધીમે ધીમે આગળ વધે તેવી સંભાવના જોવાઇ રહી છે.

તેના પ્રભાવમાં, આગામી 5 દિવસ દરમિયાન આંદામાન સમુદ્ર અને તેના નજીકના વિસ્તાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ આંદામાન અને નિકોબારના ટાપુ સમૂહ પર પ્રતિકૂળ હવામાન રહેવાની શક્યતા છે.

ચેતવણીઓ:

(i) વરસાદ (ટાપુઓ પર):

1 અને 2 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહની કેટલીક જગ્યાઓ પર તેમજ 3 થી 5 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. નિકોબાર ટાપુ સમૂહમાં 2 અને 3 મેના રોજ અલગ અલગ સ્થળે ભારે વરસાદની આગામી પણ કરવામાં આવી છે. 4 અને 5 મેના રોજ આંદામાન અને નિકોબારના ટાપુ સમૂહમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

 

(ii) હવાની ચેતવણી

1 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે જ્યારે 2 અને 3 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. 4 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં 45- 55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા છે. તેમજ, 5 મેના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ- પૂર્વ બંગાળની ખાડીમાં 50- 60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા જણાઇ રહી છે.

 

(iii) સમુદ્રની સ્થિતિ

1 થી 5 મે 2020 દરમિયાન દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણ- પૂર્વ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ રહેવાની શક્યતા છે.

 

(iv) માછીમારોને ચેતવણી

માછીમારોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ 1 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં, 2 અને 3 મેના રોજ દક્ષિણ આંદામાનન સમુદ્ર અને દક્ષિન-પૂર્વ બંગાળની ખાડીમાં તેમજ, 4 અને 5 મેના રોજ આંદામાન સમુદ્ર તેમજ તેની નજીકમાં આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના વિસ્તારમાં જવાનું ટાળે.

 

(પરિસ્થિતિ અંગે અપડેટ્સ માટે કૃપા કરીને

www.rsmcnewdelhi.imd.gov.in અને www.mausam.imd.gov.in ની મુલાકાત લો)

GP/DS



(Release ID: 1620035) Visitor Counter : 188