ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

G-20 ડિજિટલ મંત્રીઓના શિખર સંમેલનમાં મહામારી સામે લડવા માટે સમન્વિત વૈશ્વિક ડિજિટલ કાર્યવાહી કરવા આહ્વાન કરાયું


ભારતે સહિયારા અને ટકાઉક્ષમ અર્થતંત્ર અને સમાજના નિર્માણ પર ધ્યાન આપવા માટે G20 દેશોની જવાબદારી પર ભાર મૂક્યો

Posted On: 30 APR 2020 9:37PM by PIB Ahmedabad

G20 ડિજિટલ અર્થતંત્ર ટાસ્ક ફોર્સ કોવિડ-19 મંત્રાલય નિવેદનમાં મહામારી સામે લડવા માટે સંદેશાવ્યવહાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક કનેક્ટિવિટીની મજબૂતી, સુરક્ષિત રીતે બિન-વ્યક્તિગત ડેટાનો વિનિમય, આરોગ્ય સંભાળ માટે ડિજિટલ ઉકેલોનો ઉપયોગ, સાઇબર સુરક્ષિત દુનિયા માટેના માપદંડો અને વ્યવસાયોની સ્થિતિસ્થાપકતા વધુ મજબૂત બનાવવા માટેના માપદંડો અપનાવીને સંકલિત વૈશ્વિક ડિજિટલ પ્રતિક્રિયા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આજે અસાધારણ G20 ડિજિટલ અર્થતંત્ર મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભા થયેલા પડકારો અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈશ્વિક સંકલિત પ્રતિક્રિયાની રચના કરવા સંબંધિત ચર્ચા કરવા માટે યોજાઇ હતી. કાયદા અને ન્યાય, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી કેન્દ્રીયમંત્રી શ્રી રવિશંકર પ્રસાદે બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બેઠકમાં G20ના અન્ય 19 સભ્ય દેશોના ડિજિટલ મંત્રીઓ, આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ પણ ભાગ લીધો હતો.

બેઠકમાં, G20 ડિજિટલ મંત્રીઓ વાતે એકમત થયા હતા કે, મહામારીને નિયંત્રણમાં લાવવા અને લોકોની સુરક્ષા માટે ડિજિટલ ટેકનોલોજીનો લાભ ઉઠાવવો જોઇએ. કેન્દ્રીયમંત્રી શ્રી રવિશંકર પ્રસાદે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કટોકટીના સમય દરમિયાન અને તે પછી આપણે જે કંઇપણ કરીએ તે દરેક પ્રયાસો વધુ સમાન, સહિયારા અને ટકાઉક્ષમ અર્થતંત્ર અને સમાજના નિર્માણ પર કેન્દ્રીત હોય અને વર્તમાન મહામારીની સામે તે વધુ સ્થિતિ સ્થાપક હોય તેનું ધ્યાન રાખવાની જવાબદારી G20 દેશોની છે. મહામારીને નિયંત્રણમાં લેવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા પગલાં પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, દુનિયા પણ પગલે આગળ વધી શકે છે. સાથે સાથે, તેમણે કોવિડ-19 સામેની લડાઇ ચાલુ હોય ત્યારે અર્થતંત્રને બેઠું કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યું કે, ડિજિટલાઇઝેશનનો આગામી તબક્કો એવા અમલીકરણોનો હશે જે, આજીવિકા પર અસર પાડશે, વિવિધ ક્ષેત્રોને પ્રવેગ આપશે, પૂરવઠા સાંકળને વધુ મજબૂત બનાવશે, સાઇબર સુરક્ષિત વિશ્વનું નિર્માણ કરશે. તેમણે G20 દેશોના મંત્રીઓને કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં ઉકેલો પૂરા પાડવા માટે તમામ હિતધારકો વચ્ચે શ્રેષ્ઠ સહયોગ જરૂર છે જેથી સામાજિક અંતર, વિખેરાઇ ગયેલા કામદારોની સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય અને વૈશ્વિક પૂરવઠા સાંકળની બદલાતી પ્રકૃતિનો પણ સામનો કરી શકાય. તેમણે વૈશ્વિક મહામારી સામે લડવા માટે  નક્કર ડિજિટલ યોજનાઓ સાથે આગળ આવવા માટે G20 દેશોને આહ્વાન કર્યું હતું. તેમણે વૈશ્વિક વ્યવસાય સાતત્ય જાળવવામાં IT-ITeS ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને આડા પાટે ચડી ગયેલી વૈશ્વિક પૂરવઠા સાંકળને ફરી યોગ્ય કરવા માટે ભારતને એક લાભદાયી મૂકામ તરીકે રજુ કર્યું હતું.

 

GP/DS



(Release ID: 1620021) Visitor Counter : 268