સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષ વર્ધને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

કોવિડ-19 સામે સામેની લડતમાં ‘સામુહિક સહયોગ’ અને ‘સામાજિક અંતર’ મહત્વની ભૂમિકા ભજવશે: ડૉ. હર્ષવર્ધન

Posted On: 29 APR 2020 5:07PM by PIB Ahmedabad

કોવિડ-19 સામેની આપણી લડાઈમાં લાયન્સ ક્લબના સભ્યો દ્વારા, ખાસ કરીને પીએમ કેર ભંડોળ, હોસ્પિટલો માટે સાધનો, સેનિટાઈઝર્સ, ખોરાક, પીપીઈ કીટ્સ અને N95 માસ્ક વગેરેના માધ્યમથી આપવામાં આવેલ પ્રશંસનીય યોગદાનની હું સરાહના કરું છું,” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજેવીડિયો  કોન્ફરન્સિંગ (VC)ના માધ્યમથી સમગ્ર દેશના લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સભ્યો સાથે સંવાદ કરતા મુજબ જણાવ્યું હતું. તેમણે પોલીયો, મોતિયો વગેરે જેવા અભિયાનોમાં વર્ષોથી તેમના દ્વારા આપવામાં આવતા યોગદાનની પ્રશંસા કરી હતી અને ફરી એકવાર કોવિડ-19ની લડાઈમાં સરકારના પ્રયાસોને સંયુકતપણે ટેકો આપવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. “આપણે બધાએ કોવિડ-19 કે જે વિશ્વમાં 200થી વધુ દેશોમાં ફેલાયેલ છે તેને હરાવવા માટે સમયે સાથે મળીને ઉભા થવાનું છે,” તેમણે કહ્યું. તેમણે લાખો લોકોને ભોજન પૂરું પાડવા બદલ અને અનેક લોકોને અત્યંત જરૂરી મેડીકલ સાધનો તથા પ્રોટેક્ટીવ ગિયર્સ આપવા માટે તેમની પ્રશંસા કરી હતી.

કોવિડ-19 સામે લડવા માટે ભારતની પદ્ધતિને ભારપૂર્વક દર્શાવતા તેમણે કહ્યું કે, “વર્તમાન સમયમાં આપણી પહોંચનો હોલમાર્ક પાંચ પરિમાણીય છે: (i) સતત જાગૃત પરિસ્થિતિ જાળવી રાખવી, (ii) સતર્કતાપૂર્ણ અને સક્રિય રણનીતિ (iii) સતત બદલાતા પરિદ્રશ્યમાં ક્રમિક પ્રતિભાવ, (iv) તમામ સ્તર ઉપર આંતર ક્ષેત્રીય સંકલન અને છેલ્લે પરંતુ સૌથી અગત્યનું (v) રોગ સામે લડવા માટે જન આંદોલનનું નિર્માણ કરવું.”

રોગ સામે લડવા માટે ભારતની શક્તિ વિષે જણાવતા તેમણે કહ્યું કે, “ભારત ભૂતકાળમાં પણ આંતરરાષ્ટ્રીય ચિંતાઓ અને રોગચાળાની જાહેર આરોગ્ય ઈમરજન્સીને સફળતાપૂર્વક પહોંચી વળ્યું છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “ આપણા દેશ પાસે સાર્વજનિક સ્વાસ્થ્ય સંકટોને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય માપદંડો અંતર્ગત અપેક્ષિત રાષ્ટ્રીય ક્ષમતાઓ છે. ધી ઇન્ટીગ્રેટેડ ડીઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) કે જે મહામારી પ્રવૃત રોગ માટે એક રાષ્ટ્રવ્યાપી સર્વેલન્સ સિસ્ટમ છે તેને પણ કોવિડના પ્રતિભાવ માટે સક્રિય કરવામાં આવી છે અને આગળ જતા તેને નોંધપાત્ર ડીજીટલ ઇનપુટ સાથે વધુ મજબૂત કરવામાં આવી રહી છે.”

તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી દેશમાં બમણો થવાનો દર 11. દિવસ છે.જો કે વૈશ્વિક મૃત્યુ દર 7%ની આસપાસ છે ત્યારે ભારતનો મૃત્યુદર %ની આસપાસ રહેલો છે અને લગભગ 86% લોકોના મૃત્યુ સહરોગીદશાના કારણે થઇ રહ્યા છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે માત્ર .૩૩% દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે, 1.5% દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર છે અને 2.34% દર્દીઓ ICUમાં છે, કે જે સમગ્ર દેશમાં પૂરી પાડવામાં આવી રહેલ કાળજીનું પ્રતિબિંબ છે. આગળ જતા કોઈ અન્ય સંભવિત ઘટનામાં દેશ આઇસોલેશન બેડ, વેન્ટીલેટર્સ, પીપીઈ, માસ્ક વગેરે સાથે સુસજ્જિત છે,

તેમણે અંગે પણ માહિતી આપી હતી કે 97 ખાનગી લેબ સહીત 288 સરકારી લેબોરેટરીઓ કાર્ય કરી રહી છે. આશરે 16,૦૦૦ નમૂના એકત્રીકરણ કેન્દ્રો અને પ્રતિ દિન 60,૦૦૦ ટેસ્ટની શ્રુંખલા ચાલી રહી છે. સરકાર આગામી પાંચ દિવસમાં પ્રતિ દિન 1 લાખ ટેસ્ટ સુધીની પોતાની ટેસ્ટીંગ ક્ષમતા વધારવા માટે કાર્ય કરી રહી છે,

આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રસી વિકસિત કરવાની પ્રક્રિયા લાંબો સમય લેવાની છે એટલા માટે લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અસરકારકસામાજિક રસીતરીકે કામ કરે છે. “મારા કાર્યભાર અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પણ શોધ ઉપર કાર્ય કરી રહ્યું છે અને કેટલાક પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડી રહ્યું છે કે જે ટેસ્ટીંગ પ્રક્રિયાને થોડી વધુ ઝડપી બનાવશે.”

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને સમર્પિત હિતધારકો તેમજ ભાગીદારોના સહયોગ વડે ભારત કોવિડ-19 સામે લડવા માટે જરૂરથી વિજયી બનીને બહાર આવશે.

 

GP/DS(Release ID: 1619409) Visitor Counter : 45