જળશક્તિ મંત્રાલય
ચોમાસા માટે જલ શક્તિ અભિયાન માટેની તૈયારીઓ શરૂ
Posted On:
28 APR 2020 7:07PM by PIB Ahmedabad
‘જલ શક્તિ અભિયાન’ આરોગ્યલક્ષી વર્તમાન કટોકટી ઝીલવા અને એના વિવિધ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા સજ્જ છે. ચાલુ વર્ષે કોવિડ-19ની કટોકટીને કારણે અને ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રમિકો ઉપલબ્ધ હોવાથી અભિયાને આગામી ચોમાસા માટે સજ્જ થવાની શરૂઆત કરી છે.
ગ્રામીણ વિકાસ વિભાગ, જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા નવીનીકરણ, જમીન સંસાધન વિભાગ અને પેયજલ અને સફાઈ વિભાગમાંથી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ચાલુ વર્ષના ચોમાસાના સંદર્ભમાં સંયુક્ત સલાહ ઇશ્યૂ થઈ છે તથા જળસંચય માટે અને જળસ્ત્રોતોને ફરી ભરવા માટે તૈયારીઓ થઈ છે, જે આપણા દેશ માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.
ગયા વર્ષે જલશક્તિ અભિયાન શરૂ થયું હતું અને એમાં દેશભરમાં પાણીની તંગી અનુભવતા 256 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યાં હતાં. આ ‘અભિયાન’ જળસંચય અભિયાન અંતર્ગત તમામ ભાગીદારોને લાવીને જનઆંદોન બન્યું છે અને ગયા વર્ષે એની રાષ્ટ્રવ્યાપી અસર થઈ હતી. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર, નાગરિક સમાજ સંસ્થાઓ, પંચાયતીરાજ સંસ્થાઓ અને સમુદાયો જોડાયા હતા અને સાડા છ કરોડથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યાં હતાં. 75 લાખથી વધારે પરંપરાગત અને અન્ય જળાશયો અને પાણીની ટાંકીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તથા આશરે એક કરોડ જળસંચય અને વરસાદના પાણીના માળખાનું સર્જન કરવામાં આવ્યું હતું.
ચાલુ વર્ષ માટે આ પ્રતિભાવથી પ્રેરિત થઈને વ્યાપક અને વધુ સઘન સ્ટ્રેટેજી બનાવવામાં આવી હતી. પણ આરોગ્યલક્ષી વર્તમાન કટોકટીને કારણે ચાલુ વર્ષે ઉનાળામાં અભિયાનમાં કેન્દ્ર સરકારનાં કર્મચારીઓએ કામે લગાવવામાં નહીં આવે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ સુનિશ્ચિત કરવામાં આવશે કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદનાં પાણીનો સંચય કરવા ઉપલબ્ધ તમામ સંસાધનોનો અસરકારક ઉપયોગ થશે અને પૂર્વતૈયારીઓ સ્વરૂપે કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે.
લોકડાઉન દરમિયાન ગૃહ મંત્રાલયે મનરેગાના કાર્યો/પીવાના પાણી અને સાફસફાઈના કાર્યોને હાથ ધરવાની મંજૂરી આપી છે, જેમાં સિંચાઈ અને જળસંચયના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. સિંચાઈ અને જળસંચયના ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો અમલ પણ મનરેગાના કાર્યો સાથે ઉચિત સાંમજસ્ય સ્થાપિત કરીને કરવામાં આવશે. એમાં એ સુનિશ્ચિત કરવામાં આવશે કે સોશિયલ ડિસ્ટન્સિંગના કડક અમલીકરણ, ફેસ કવર/માસ્ક અને અન્ય જરૂરી તકેદારીઓનું પાલન કરીને તમામ કાર્યો હાથ ધરવામાં આવશે. પરંપરાગત જળાશયોને નવેસરથી ભરવા, જળાશયોમાં અતિક્રમણને દૂર કરવા, જળાશયો અને તળાવોમાંથી કીચડ કાઢવા, ઇન્લેટ/આઉટલેટનું નિર્માણ/એને મજબૂત કરવા, કેચમેન્ટ એરિયાની ટ્રીટમેન્ટ પ્રાથમિકતાના ધોરણે હાથ ધરી શકાશે. એ જ રીતે સમુદાય સંચાલિત નદીના પટનાં વ્યવસ્થાપનની પદ્ધતિઓ દ્વારા નાની નદીઓને ફરી ભરવાની કામગીરી પણ શરૂ થઈ શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સ્ત્રોતોને ટકાઉ બનાવશે અને જલ શક્તિ મંત્રાલય દ્વારા અમલીકરણ થતા જલ જીવન મિશનને મજબૂત કરશે. આ ઉપરાંત જલ જીવન મિશન માટે સ્થાનિક સમુદાય દ્વારા ગ્રામ કાર્યયોજના (વીએપી) ગ્રામીણ પ્રવૃત્તિઓને નક્કર માળખું પ્રદાન કરશે.
GP/DS
(Release ID: 1619082)
Visitor Counter : 489