માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

કોરોના વાયરસ મહામારી દરમ્યાન લોકોનું જીવન આસાન બને તે માટે આંતર-રાજ્ય સરહદો પર આવશ્યક ચીજ વસ્તુઓ લઈ જતી ટ્રક્સ અને લૉરીની હેરફેર ઝડપી બનાવવાનાં પગલાં લેવા શ્રી ગડકરીનો અનુરોધ


તેમણે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે કે જમીન સંપાદનમાં ગતિ લાવવામાં સહાય માટે રૂ.25,000 કરોડથી વધુ રકમના ભંડોળનો ઉપયોગ કરી જમીન સંપાદન મારફતે માર્ગ બાંધકામમાં ગતિશીલતા લાવે

શ્રી ગડકરીએ અતિ સક્રિય નિર્ણય પ્રક્રિયા મારફતે આર્થિક વિકાસની ગતિને વેગ આપવાનો આગ્રહ રાખ્યો છે, પરિવહન સુવિધા આ કામગીરીમાં કરોડરજ્જુ સમાન બની રહેશે

રાષ્ટ્રીય ધોરી માર્ગોનુ બાંધકામ હાલના ગતિના સ્તરથી બેથી ત્રણ ગણા વધુ વ્યાપક સ્તરે હાથ ધરવાનું આયોજન છે: ગડકરી

શ્રી ગડકરીએ ખાસ કરીને ગ્રામ વિસ્તારો માટે એપ્લીકેશન આધારિત ટુ-વ્હીલર ટેક્ષીના સંચાલન માટે સૂચન કર્યું

Posted On: 28 APR 2020 4:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરી માર્ગો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમ વિભાગના મંત્રી શ્રી નીતિન ગડકરીએ ધોરી માર્ગો પર ટ્રકસ અને લૉરીઝના પરિવહનમાં નડતા અવરોધો દૂર કરવા માટે તાકિદનાં પગલાં લેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે,

કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના સંદર્ભમાં તેમણે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના માર્ગ પરિવહન પ્રધાનોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરતાં જણાવ્યુ હતું કે બાબતે તાકીદે પગલાં ભરવામાં આવે આવે કે જેથી જેથી દેશમાં આવશ્યક ચીજ વસ્તુઓની શક્ય તેટલી વહેલી આંતરરાજ્ય હેરફેર થઈ શકે. શ્રી ગડકરીએ મંત્રીશ્રીઓને બાબતે દરમ્યાનગીરી કરીને સ્થાનિક અને જીલ્લા વહિવટી તંત્રને સામેલ કરીને સમસ્યાઓ ઉકેલવી જોઈએ. ઉપરાંત તેમણે ડ્રાઈવરો અને ક્લિનર્સ તથા ધાબાઓ ઉપર આરોગ્ય અંગેની તથા અન્ય માર્ગરેખાઓને અનુસરીને તેમજ યોગ્ય અંતર જાળવવા , માસ્ક પહેરવા તથા સેનેટાઈઝર્સનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો.

શ્રી ગડકરીએ વધુમાં બાબત અંગે ધ્યાન દોર્યુ હતું કે હેલ્થ પ્રોટોકોલનુ અનુસરણ કરીને તથા શ્રમિકો વચ્ચે ઓછામાં ઓછા એક મીટરનું અંતર જાળવીને, માસ્ક પહેરાવીને તથા સેનેટાઈઝર્સનો ઉપયોગ કરીને શ્રમિકોને ફેકટરીઓ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે તેવો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે ધ્યાન દોર્યું હતું કે શ્રમિકો માટે ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવે તથા શ્રમિકો સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સ્વચ્છતાનું ધ્યાન રાખે તેની પણ ખાત્રી રાખવાની રહેશે.

એક સૂચનનો જવાબ આપતાં શ્રી ગડકરીએ માહિતી આપી હતી કે તેમનું મંત્રાલય પરિવહન અંગેના પ્રશ્નોના નિકાલ માટે હેલ્પલાઈન શરૂ કરશે.

માર્ગ પરિવહન અને ધોરી માર્ગો વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન જનરલ (નિવૃત્ત) શ્રી વી. કે સિંઘ પણ વિડીયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. પરિવહન અને પબ્લિક વર્કસ વિભાગના મંત્રીઓ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાનો, મિઝોરમ, હિમાચલ પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશના મુખ્ય મંત્રીઓ તથા માર્ગ પરિવહન અને ધોરી માર્ગ વિભાગના સચિવો તથા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા તથા નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરીએ એવી માહિતી આપી હતી કે તે માર્ગો અને ધોરીમાર્ગોના વિકાસની કામગીરીને સર્વોચ્ચ અગ્રતા આપી રહ્યા છે અને આગામી થોડાં વર્ષોમાં રાષ્ટ્રીય ધોરી માર્ગોનું બાંધકામ, ગતિના હાલના સ્તરથી બેથી ત્રણ ઘણા વધુ વ્યાપક સ્તરે હાથ ધરવાનું આયોજન છે. તેમણે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનુરોધ કર્યો છે કે જમીન સંપાદનમાં ગતિ લાવવામાં સહાય માટેના રૂ.25,000 કરોડથી વધુ રકમના ભંડોળનો ઉપયોગ કરી જમીન સંપાદન મારફતે માર્ગ બાંધકામમાં ગતિશીલતા લાવવામાં આવે, કારણ કે વિલંબના કારણે વિકાસની ગતિને અવરોધ થાય છે. તેમણે રાજ્યો પાસે વણ વપરાયેલા પડેલા રૂ.25,000 કરોડના ભંડોળનો ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

ઝડપી નિર્ણય લેવા માટે અનુરોધ કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આર્થિક વિકાસને વેગ આપવા માટે તથા ભારતને આર્થિક 5 ડ્રિલિયન ડોલરનું અર્થતંત્ર તથા સુપર પાવર બનાવવા માટે મહત્વનો સમય છે. તેમણે કહ્યું કે મંત્રીઓએ જાતે નિર્ણય પ્રક્રિયાનું મોનિટરીંગ કરવું જોઈએ, જેથી વિવિધ યોજનાઓ લાલ -ફીતાશાહીનો ભોગ બને નહીં તેની ખાત્રી રાખી શકાય.

શ્રી ગડકરીએ રાજ્યોના માર્ગ પરિવહન પ્રધાનોને એવુ સૂચન કર્યુ હતું કે તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં એપ્લીકેશન આધારિત ટુ વ્હિલર ટેક્સી શરૂ કરવાની શકયતા ચકાસવા જણાવતાં કહ્યું કે તેનાથી ખેતીમાં કામ કરતા સમુદાયને આવન-જાવનમાં સુગમતા રહેશે. તેનાથી નવી નોકરીની તકો પણ ઉભી થશે. તેમણે જાહેર પરિવહન વ્યવસ્થાનું એલએનજી અને પીએનજી તથા -વ્હિકલ્સ વ્યવસ્થામાં રૂપાંતર કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે તેનાથી બળતણના બીલમાં નોંધપાત્ર ઘટાડો થશે અને પર્યાવરણ દૂષિત થતું ઓછુ થશે અને ઝીરો પોલ્યુટીંગ બળતણોનો વપરાશ થશે.

જનરલ (નિવૃત્ત) વી. કે. સિંઘે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે બહેતર સંકલન માટે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે સંકલન કરવાથી પ્રોજેક્ટના ઝડપી અમલીકરણમાં સહાય થશે. તેમણે ઉદાહરણ આપતાં ધ્યાન દોર્યું હતું કે કોઈ એક કેન્દ્રીય એજન્સીમાંથી બીજી કેન્દ્રીય એજન્સીમાં કામની તબદીલી કરવામાં આવશે તો તેમાં અલાયદુ રજીસ્ટ્રેશન કરાવવાની કે ચાર્જ ભરવાની જરૂર રહેશે નહીં. આવી પ્રથા રદ કરવી જોઈએ.

વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો, રાજ્યકક્ષાના પ્રધાનોની લાગણી વ્યક્ત કરતાં શ્રી ગડકરીએ અનુરોધ કર્યો હતો કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ધોરીમાર્ગોની કામગીરીને વેગ આપવો જોઈએ. શ્રી ગડકરીએ મુદ્દે સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પડતર રહેલા ચોક્કસ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શ્રી ગડકરી હેઠળના કેન્દ્રિય માર્ગ પરિવહન અને ધોરિમાર્ગોના મંત્રી તથા રાજ્ય કક્ષાના પ્રધાન જનરલ (નિવૃત્ત) શ્રી વી. કે. સિંઘની કામગીરીની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી.

બેઠકમાં લૉકડાઉનના ગાળા દરમ્યાન હાથ ધરવામાં આવેલા કામો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે હાલમાં 49,238 કી.મી.ના 1315 પ્રોજેક્ટસ કે જેમાં રૂ. 5,89,648 કરોડનો ખર્ચ થનાર છે તે પ્રગતિ હેઠળ છે. આમાંના રૂ.30,6250 કરોડનો ખર્ચ ધરાવતા 30,301 કી.મી.ના 819 પ્રોજેક્ટસમાં વિલંબ થયો છે. મુદ્દે ચોક્કસ રાજ્યોને સ્પર્શતી સમસ્યાઓનો ઉલ્લેખ કરાયો હતો, જેમાં પડતર જમીન સંપાદન, પર્યાવણની મંજૂરી વગેરેને કારણે પ્રોજેક્ટનું અમલીકરણ વિલંબમાં મૂકાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં ભાગ લઈ રહેલા રાજ્યોએ એવું સૂચન કર્યું હતું કે ધોરીમાર્ગોના ક્ષેત્રને નડતી તકલીફો નિવારવા માટે સુનિશ્ચિત પગલાં લેવા જોઈએ.

 

GP/DS

 



(Release ID: 1618985) Visitor Counter : 250