આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

વારાણસી સ્માર્ટ સિટી કોવિડ-19 પ્રસારનાં નિયંત્રણ માટે સંવેદનશીલ વિસ્તારોનું સેનિટાઇઝેશન કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે

Posted On: 27 APR 2020 7:07PM by PIB Ahmedabad

વારાણસી સ્માર્ટ સિટીએ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત વારાણસી સિટીના પસંદગીનાં ક્ષેત્રોમાં સેનિટાઇઝરનો છંટકાવ કરવા માટે ચેન્નાઈની કંપનીગરુડ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને રોકી છે. લોકડાઉનના ગાળા દરમિયાન પરિવહન માટેના મર્યાદિત વિકલ્પોને ધ્યાનમાં રાખીને ડ્રોન નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી વિશેષ મંજૂરી સાથે એર-ઇન્ડિયા કાર્ગોની ફ્લાઇટ દ્વારા ચેન્નાઈમાંથી ખાસ એરલિફ્ટ થયા હતા. બે ડ્રોન સાથે કુલ સાત સભ્યોની ટીમ કાર્યરત થઈ હતી અને 17 એપ્રિલ, 2020નાં રોજ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા.

જિલ્લા વહીવટીતંત્ર/ચીફ મેડિકલ ઓફિસરે ઓળખ કરેલા હોટ સ્પોટ અને કન્ટેઇન્મેન્ટ વિસ્તારો માટે ડ્રોન દ્વારા સેનિટાઇઝરના છંટકાવને પ્રાથમિકતા આપવામાં આવી છે. એમાં આઇસોલેશન સેન્ટર, ક્વારેન્ટાઇન કરેલા વિસ્તારો, શેલ્ટર હોમ અને અન્ય સ્થળોમાં ક્રમિક છંટકાવ કરવામાં આવે છે, જ્યાં હાથથી છંટકાવ કરવો મુશ્કેલ છે. ડ્રોનથી કયા વિસ્તારો પર છંટકાવ કરવો એનો નિર્ણય વારાણસી નગર નિગમના અધિકારીઓની ટીમ કરી રહી છે.

ડ્રોનની ટીમ સૌપ્રથમ દિવસ માટે સેનિટાઇઝેશન કરવાની યોજના હોય વિસ્તારોની મુલાકાત લે છે અને વિસ્તારો, બિલ્ડિંગો અને આસપાસના ક્ષેત્રોનો સર્વે કરીને ડ્રોનના છંટકાવનો માર્ગ બનાવે છે. પછી ડ્રોનમાં 1 ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટ [NaOCl] ધરાવતું રાસાયણિક દ્રાવણ ભરવામાં આવે છે અને પછી ડ્રોન ઉડાન ભરવા માટે તૈયાર થાય છે. ત્યારબાદ ડ્રોન આયોજિત ઉડ્ડયન માર્ગમાં અનુભવી ડ્રોન પાયલોટ દ્વારા રિમોટ-કન્ટ્રોલ ડિવાઇઝનો ઉપયોગ કરીને ઉડાન ભરે છે તેમજ સાથે સાથે એની ચાર નોઝલમાંથી સેનિટાઇઝરનો છંટકાવ કરે છે. દરેક ફ્લાઇટ (અંદાજે 15થી 20 મિનિટ) પછી ડ્રોનને રસાયણ ફરી ભરવા માટે પાછું બોલાવવામાં આવે છે અને બેટરી પેક બદલવામાં આવે છે. ત્યારબાદ ડોન છંટકાવ કરવા આગામી લોકેશન તરફ ઉડાન ભરે છે.

ડ્રોનના ઉડાનનો માર્ગ અને એમાં આવરી લેવામાં આવેલા વિસ્તારનું નિયંત્રણ અને રેકોર્ડિંગ હાથમાં રાખવાના ઉપકરણથી થાય છે, જે જીઆઇએસ મેપ્સ સાથે સજ્જ છે, જેને રિમોટ કન્ટ્રોલર સાથે પ્લગ કરવામાં આવ્યું છે.

ડ્રોનની કામગીરી માટે ઉપયોગ થતા વાહનો જીપીએસ અને જીએસએમ આધારિત વાયરલેસ કેમેરાનો ઉપયોગ કરે છે, જેમાં ડ્રોનની સંપૂર્ણ અવરજવર તથા તેની કામગીરીઓનું સેન્ટ્રલ મોનિટરિંગ કાશ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાંથી થાય છે, જેને અત્યારે કોવિડ-19 વોર રૂમમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. સેનિટરી ઇન્સ્પેક્ટર અને ટીમના અન્ય સભ્યો ડ્રોનની કામગીરી અગાઉ અને પછી નોડલ ઓફિસરને રિપોર્ટિંગ કરે છે, જેને દરેક નિયુક્ત લોકેશનમાં હાથ ધરવામાં આવ્યું છે.

સંબંધિત એજન્સી ઉપકરણનો મૂડીગત ખર્ચ પ્રદાન કરે છે અને પછી શહેરી વહીવટીતંત્ર કાર્યકારી ખર્ચ (સેવા ખર્ચ અને રસાયણનો ખર્ચ) ઉઠાવે છે. ઓપરેશનનો સરેરાશ ખર્ચ ડ્રોનદીઠ દરરોજ રૂ. 8000થી રૂ. 12000 વચ્ચે છે તથા જે તે વિસ્તાર કેટલાં એકરમાં પથરાયેલા છે એના પર નિર્ભર છે.

ડ્રોન માનવરહિત વાહનો છે, જે હેલિકોપ્ટરની જેમ ઉડીને કામગીરી શકે છે અને ખાસ ડિઝાઇન કરવામાં આવેલા રિમોટ કન્ટ્રોલનો ઉપયોગ કરીને તાલીમબદ્ધ અધિકારી દ્વારા ઓપરેટ કરી શકાશે. કૃષિલક્ષી કામગીરી માટે જંતુનાશકોનો છંટકાવ કરવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનનો ઉપયોગ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ દરમિયાન અત્યારે ક્વારેન્ટાઇન કરાયેલા વિસ્તારો અને આઇસોલેશન વોર્ડની આસપાસ ડિસઇન્ફેક્ટન્ટ પ્રવાહીનો છંટકાવ કરવા માટે થાય છે.

 

GP/DS

 


(Release ID: 1618781) Visitor Counter : 278