માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ક્લાસ સેન્ટ્રલ લિસ્ટમાં 2019ના શ્રેષ્ઠ 30 ઓનલાઇન કોર્સમાં સ્વયંમના છ કોર્સને સ્થાન મળ્યું
Posted On:
27 APR 2020 6:48PM by PIB Ahmedabad
ધ ક્લાસ સેન્ટ્રલ (સ્ટેન્ફોર્ડ, એમઆઇટી, હાર્વર્ડ વગેરે જેવી ટોચની યુનિવર્સિટીમાંથી ફ્રી ઓનલાઇન કોર્સ એટલે કે એમઓઓસી)એ વર્ષ 2019ના શ્રેષ્ઠ 30 ઓનલાઇન અભ્યાસક્રમોની યાદીમાંથી સ્વયંમના 6 અભ્યાસક્રમોને સ્થાન આપ્યું છે.
ઓનલાઇન અભ્યાસક્રમો માટેનું ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ ‘સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ’ (સ્વયંમ)એ ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી)નો ઉપયોગ કરે છે, જેમાં સ્કૂલ (ધોરણ 9થી ધોરણ 12)થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલને આવરી લેવામાં આવે છે. અત્યાર સુધી કુલ 2867 અભ્યાસક્રમો સ્વયંમ દ્વારા ઓફર થયા છે અને 568 અભ્યાસક્રમોને જાન્યુઆરી, 2020 માટે ઓફર કરવા અપલોડ કરવામાં આવ્યાં છે. આશરે 57 લાખ (57,84,770) યુનિક યુઝર/રજિસ્ટ્રેશન સ્વયંમ પ્લેટફોર્મ પર થયું છે અને સ્વયંમના વિવિધ કોર્સમાં આશરે 1.25 કરોડ (125,04,722) નોંધણી થઈ છે. આ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટીચર એજ્યુકેટર્સ માટે ઓનલાઇન અભ્યાસક્રમો પણ પૂરાં પાડે છે. એને તમે swayam.gov.in પરથી એક્સેસ કરી શકશો.
સ્વયંમએ 2019ના ઓનલાઇન 30 અભ્યાસક્રમોમાંથી 6 અભ્યાસક્રમોની યાદી નીચે મુજબ બનાવી છે.
1. એકેડેમિક રાઇટિંગ: એચ એન બી ગઢવાલ યુનિવર્સિટી (સેન્ટ્રલ યુનિવર્સિટી) શ્રીનગર, ગઢવાલ.
2. ડિજિટલ માર્કેટિંગ: પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ.
3. એનિમેશન: બનારસ હિંદુ યુનિવર્સિટી
4. મેથેમેટિકલ ઇકોનોમિક્સ: દૂન યુનિવર્સિટી, દેહરાદૂન
5. પાયથોન ફોર ડેટા સાયન્સ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
6. અર્લી ચાઇલ્ડહૂડ કેર એન્ડ એજ્યુકેશન (ઇસીસીઇ) : એવિયનશિલિંગમ ઇન્સ્ટિટ્યૂટ ફોર હોમ સાયન્સ એન્ડ હાયર એજ્યુકેશન ફોર વિમેન, કોઇમ્બતૂર
GP/DS
(Release ID: 1618776)
Visitor Counter : 250