વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ડીસ્પોઝેબલ માસ્ક માટે ઓર્ગેનિક – ઇનઓર્ગેનિક હાઈબ્રિડ નેનોકોટિંગ: રોગજન્ય કોવિડ-19 વિરુદ્ધનું મોટું હથિયાર

Posted On: 26 APR 2020 6:28PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે (DST) DST નેનો મિશન અંતર્ગત જ્યોતિ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી આવતા ડૉ. વિશ્વનાથ આર. દ્વારા ડિસ્પોઝેબલ માસ્ક માટે તૈયાર કરવામાં આવેલ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક હાઈબ્રિડ નેનો કોટિંગના મોટા પાયે ઉત્પાદનને સહાયતા કરવાની મંજૂરી આપી દીધી છે.

ડૉ. વિશ્વનાથ આર પોલીમર મેટ્રીક્સ, કે જે હાયડ્રોફોબીક છે અને જે માસ્કની સપાટી સાથેના સાથે સંપર્કમાં આવતા કોવિડ-19 સાથે સંકળાયેલ રોગજન્ય વાયરસને ચેપમુક્ત બનાવે છે, તેની સાથે  જોડાયેલ સિલિકા નેનો પાર્ટીકલ પર આધારિત કાર્યરત ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક હાઈબ્રિડ નેનો કોટિંગ વિકસિત કરવા માટે સોલ જેલ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવે છે.

તેઓ વિકસિત નેનો ટેકનોલોજી સાથે માસ્કનો ઉપયોગ કરશે અને તેની વાયરસને ચેપમુક્ત કરવાની ક્ષમતાનું પ્રદર્શન કરશે તેમજ ટેકનોલોજીને ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે પ્લાન ઓફ એક્શન તૈયાર કરશે.

કોવિડ-19 રોગચાળાની આસપાસ ઉત્પન્ન થયેલ સંકટની પરિસ્થિતિના કારણે સુરક્ષાત્મક માસ્કની માંગ એકદમ વધી ગઈ છે અને તે સાથે તેની કિંમતો પણ. જોકે બજારમાં અનેક પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે છતાં ચેપના ફેલાવાથી પોતાની જાતને બચાવવા માટે યોગ્ય માસ્ક પસંદ કરવું અઘરું બની ગયું છે.

બજારમાં ઉપલબ્ધ N95 માસ્ક વાયરસ અને બેક્ટેરિયા સહીતના તમામ પ્રકારના કણોને દુર રાખવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તે ઘણા મોંઘા છે અને તેનો ઉપયોગ કરતા પહેલા સ્ટેન્ડર્ડ પ્રેક્ટીસ તરીકે અગાઉની તાલીમની જરૂર પડે છે. બીજી તરફ સસ્તા ડિસ્પોઝેબલ માસ્કની અનેક મર્યાદાઓ છે. તે અવારનવાર લાળના છાંટા, શરીરના પ્રવાહી અને પરસેવાના કારણે ભીના થઇ જાય છે. ભીના માસ્ક સુક્ષ્મ જીવાણુંઓને આકર્ષિત કરે છે અને તે જીવાણુંઓને અનેક સંખ્યામાં વૃદ્ધિ પામવા માટે એક સુગમ સ્થળ પૂરું પાડે છે જેના કારણે તે પહેરનાર વ્યક્તિને સરળતાથી ચેપ લાગી જાય છે. ડિસ્પોઝેબલ હોવાના કારણે મેડીકલ માસ્કને જ્યારે ફેંકવામાં આવે છે ત્યારે તે મેડીકલ કચરો ઉત્પન્ન કરે છે.

ઉપરાંત, માસ્ક પહેરનાર વ્યક્તિને તે માસ્કને સરખું કરવા માટે અથવા ખંજવાળ આવતી હોય તેની માટે વારે ઘડીએ માસ્કની સપાટીને સ્પર્શ કરવાની આદત પડી જાય છે. આના કારણે માસ્ક ચેપી બની જાય છે. પાસાઓને લીધે એક ઇનોવેટીવ ઉપાય શોધવાની તાતી જરૂરિયાત ઉત્પન્ન થઇ છે કે જે વર્તમાન સમયમાં ઉપલબ્ધ ડિસ્પોઝેબલ મેડીકલ માસ્કની વર્તમાન ચિંતાઓને ઉકેલી શકે.

નેનો કોટિંગ માસ્કની સપાટી ઉપર હાયડ્રોફોબીક કોટિંગ પૂરું પાડીને અને માસ્કને ભીનું થતા અટકાવીને સમસ્યાનું સમાધાન લાવી શકે છે અને તે નેનો કોટેડ સપાટીના સંપર્કમાં આવતા જીવાણુંઓને ચેપમુક્ત બનાવશે.

સંશોધકો દ્વારા સોલ જેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નેનો પાર્ટીકલની કામગીરી નેનો કોટિંગને હાયડ્રોફોબીક બનાવશે કે જે માસ્કની સપાટી પરથી પાણી/ ભેજને અસરકારક રીતે દૂર કરશે.

ઉપરાંત, યોગ્ય પોલીમરને ઉમેરો હાયડ્રોફોબીક નેનો કોટિંગની વીરુઝાયડલ પ્રોપર્ટીમાં વધારો કરશે. રીતે સોલ જેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પોલીમર ધરાવતું એક હાઇબ્રીડ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક સિલિકા આધારિત નેનો કોટિંગ વિકસિત થશે કે જે માસ્કને ફરી ઉપયોગમાં લઇ શકાય તેવું અને બિન ઝેરી બનાવશે. નેનો કોટિંગ સરળતાથી માપી શકાય તેવું, સુરક્ષિત અને સસ્તું હશે જ્યારે બીજી બાજુ તે કોવિડ-19 વિરુદ્ધ ખૂબ અસરકારક સાબિત થશે. પ્રકારનો સમગ્રતયા ઉપાય સામાન્ય માણસની જરૂરિયાતને પહોંચી વળવામાં સક્ષમ બનશે અને સમગ્ર સમાજમાં એક સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ જાળવી રાખવામાં સહાયભૂત બનશે.

જ્યાં ભીના ચેપ ધરાવતા પ્રવાહીનો વધુ પડતો જથ્થો રહે છે અથવા તો જ્યાં માસ્કને વારંવાર સ્પર્શ કરવામાં અને સરખું કરવા માટે તેને અડવામાં આવે છે તેની માટે એન્ટી માઈક્રોબાયલ અને એન્ટી વાયરલ વોટર રીપેલન્ટ માસ્ક એક વિશેષ ઉદ્દેશ્ય ધરાવે છે. રીતના હવે અનેક પ્રકારના કોટિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તે સુરક્ષિત હોય અને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી ના કરતા હોય તેમજ તેને બનાવવાની કિંમતમાં વધુ પડતો વધારો ના કરતા હોય તો તે ઘણા ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે,” DSTના સચિવ આશુતોષ શર્માએ તેમ જણાવ્યું હતું.

[વધુ માહિતી માટે મહેરબાની કરી ડૉ. વિશ્વનાથ આર. નો સંપર્ક કરો (vishwahosur[at]gmail[dot]com, મોબાઇલ નંબર +91-8277096493)]

 

GP/DS



(Release ID: 1618506) Visitor Counter : 211