પ્રવાસન મંત્રાલય

પર્યટન મંત્રાલયની “દેખો અપના દેશ” વેબિનાર શ્રેણીમાં “અવધ કી સૈર – લખનઉનું ગૌરવ” વિષય દ્વારા પાક કળા પર્યટનમાં રહેલી સંભાવનાઓ બતાવાઇ


આગામી વેબિનાર 27 એપ્રિલ 2020ના રોજ ‘એક્સપ્લોરિંગ પોંડિચેરીઝ ફ્રેન્ચ ક્વાર્ટર – ફ્રેન્ચ કનેક્શન્સ’ શીર્ષક હેઠળ યોજાશે

Posted On: 26 APR 2020 12:15PM by PIB Ahmedabad

26 એપ્રિલ 2020-  કેન્દ્રીય પર્યટન મંત્રાલયનીદેખો અપના દેશવેબિનાર શ્રેણી અંતર્ગત 25 એપ્રિલ 2020ના રોજઅવધ કી સૈરલખનઉનું ગૌરવશીર્ષક હેઠળ ભારતમાંપાક કળા પર્યટનમાં રહેલી સંભાવનાઓ બતાવવામાં આવી હતી. વેબિનારમાં લખનઉમાં પાક કળાનું અદભૂત વૈવિધ્ય બતાવવામાં આવ્યું હતું અને લખનઉના ઇતિહાસ, કાપડ અને અન્ય પરંપરાઓ સાથે જોડાયેલી કેટલીક વાર્તાઓ સાથે રસોઇને લગતી રસપ્રદ વાતો જોડવામાં આવી હતી.

વાનગીઓ કોઇપણ ગંતવ્યનો મહત્વપૂર્ણ અનુભવ હોય છે અને આજે આપણી પાસે વિવિધ પ્રકારના પર્યટકો છે જેઓ કાં તો માત્ર ગંતવ્યના અનોખા સ્વાદના ચટાકા માણવા માટે પ્રવાસ કરે છે અથવા તો એવા સ્થળોનો પ્રવાસ કરે છે જે તેમની વાનગીઓના મહત્વપૂર્ણ અનુભવ માટે ઓળખાય છે. ભારતનું પાક કળા પર્યટન પ્રાચીનકાળ સાથે જોડાયેલું છે અને તેમાં અનેક પ્રકારના પ્રભાવો પડવાથી સ્વાદ અને સોડમના એકદમ સચોટ મિશ્રણની કળા અહીં જોવા મળે છે. આપણી પાસે પ્રકૃતિ પાસેથી ઉપલબ્ધ તેજાના ભેગા કરીને શ્રેષ્ઠ સ્વાદ લાવવા અને સાથે સાથે તેના વ્યક્તિગત પરિબળોને જાળવી રાખવા માટે આપણે જે પ્રકારે વ્યવસ્થાન કર્યું તેના કારણે દુનિયામાં ભારતીય વાનગીઓનું અનોખું યોગદાન રહ્યું છે.

વેબિનાર હેરીટેજ વોક્સના પ્રણેતા, પ્રોફેસર અને સંશોધક અને હાલમાં યુનિવર્સિટી ઓફ વેલ્સ ખાતે વિઝિટિંગ ફેકલ્ટી શ્રી પ્રતીક હીરા, ઇન્ડિયન માસ્ટરશેફ 2010ના વિજેતા શેફ સુશ્રી પંકજ ભદૌરિયા અને નવાબ જફર મીર અબ્દુલ્લાહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

વેબિનારમાં લોકપ્રિય સાદા નાસ્તાના વિકલ્પોથી માંડીને ઉત્કૃષ્ટ દુમ શૈલીની રસોઇ, મેલ્ટિંગ કબાબ અને કોરમા, બિરયાની અને શીરમલ તેમજ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડના વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા.

મસાલેદાર બટાકાના શાક સાથે ખાસ્તા કચોરી તેમજ દહીં અને જલેબી, નિહારી કુલચા, ટુંડે કબાબ, ગલોટી કબાબ, કરોરી કબાબા, ખ્યાતનામ ઉલટે તવે કા પરાઢા, ચાટ આઇટમો, સલાન, માખણ મલાઇ અને લખનવી પાન સહિત સ્વાદિષ્ટ ચીજોની વિગતો સહભાગીઓને આપવામાં આવી હતી. ઉપરાંત ખૂબ લોકપ્રિય બન કબાબ, લખનઉની લા માર્ટીનરી કોલેજની કેન્ટીનમાં તૈયાર કરેલી ક્રિસમસ કેસની માહિતી પણ વેબિનારમાં આપવામાં આવી હતી

 

પર્યટન મંત્રાલયની વેબિનાર શ્રેણીમાં સરેરાશ 3000થી વધુ સહભાગીઓ ભાગ લે છે અને માત્ર ભારત નહીં પરંતુ વિદેશમાંથી પણ સહભાગીઓ જોડાય છે. એપિસોડ હવે https://www.youtube.com/channel/UCzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured પર અને ભારત સરકારના પર્યતન મંત્રાલયના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ ઉપલબ્ધ છે.

 

આગામી વેબિનાર 27 એપ્રિલ 2020ને સોમવારના રોજ સવારે 11.00 વાગે યોજાશે જેનો વિષયએક્સપ્લોરિંગ પોંડિચેરીઝ ફ્રેન્સ ક્વાર્ટરફ્રેન્ચ કનેક્શન્સરહેશે. વેબિનારમાં https://bit.ly/WebinarPondicherry પરથી સહભાગીઓ નોંધણી કરાવી શકે છે.

 

 

GP/DS


(Release ID: 1618398) Visitor Counter : 239