પ્રધાનમંત્રીનું કાર્યાલય
પંચાયતી રાજ દિવસ નિમિત્તે સમગ્ર દેશના સરપંચો સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
Posted On:
24 APR 2020 6:00PM by PIB Ahmedabad
નમસ્કાર !!
આપ સૌ સાથીઓને પંચાયતી રાજ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ. કોરોના વૈશ્વિક મહામારીએ ખરેખર આપણા બધાની કામ કરવાની રીતને ઘણી બદલી નાખી છે. પહેલા આપણે લોકો કોઈ કાર્યક્રમમાં સામસામે મળતા હતા, હવે તે જ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી થઇ રહ્યો છે.
અત્યારના સમયમાં દેશભરના લાખો સરપંચ અને પંચાયત સભ્યો ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન !! આજે અનેક પંચાયતોના સારા કાર્યો માટે પુરસ્કારો પણ આપવામાં આવ્યા છે. પુરસ્કાર વિજેતા તમામ પંચાયતોને, જનપ્રતિનિધિઓને ખૂબ ખૂબ અભિનંદન.
સાથીઓ, પંચાયતી રાજ દિવસ એ ગામડાઓ સુધી સ્વરાજ્ય પહોંચાડવાના આપણા સંકલ્પનો પુનરોચ્ચાર કરવાનો પણ અવસર હોય છે. અને કોરોના સંકટના આ સમયગાળા દરમિયાન આ સંકલ્પની પ્રાસંગિકતા તો હજુ વધી ગઈ છે. એ વાત સાચી છે કે કોરોના મહામારીએ આપણી માટે ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરી છે.
પરંતુ તેનાથી પણ મોટી વાત એ છે કે આ મહામારીએ આપણને એક નવો પાઠ પણ શીખવ્યો છે, એક નવો સંદેશ પણ આપ્યો છે. આજે આ કાર્યક્રમના માધ્યમથી હું દેશના પ્રત્યેક નાગરિક, પછી તે ગામડામાં હોય કે પછી શહેરમાં, તેના સુધી આ સંદેશ પહોંચાડવા માંગું છું.
સાથીઓ, કોરોના સંકટે પોતાનો સૌથી મોટો સંદેશ, પોતાનો સૌથી મોટો પાઠ આપણને આપ્યો છે કે આપણે આત્મનિર્ભર બનવું પડશે.
ગામડાઓ પોતાના સ્તર પર, પોતાની મૂળભૂત જરૂરિયાતોની માટે આત્મનિર્ભર બને, જીલ્લા પોતાના સ્તર પર, રાજ્યો પોતાના સ્તર પર, અને એ જ રીતે સમગ્ર દેશ કઈ રીતે આત્મનિર્ભર બને, પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે બહારનાઓને આશરે ના બેસી રહેવું પડે, હવે તે ખૂબ જરૂરી બની ગયું છે.
ભારતમાં આ વિચાર સદીઓથી પ્રચલિત રહ્યો છે પરંતુ આજે બદલાયેલી પરિસ્થિતિઓએ, આપણને ફરીથી એ યાદ અપાવ્યું છે કે આત્મનિર્ભર બનો. આપણા દેશની ગ્રામ પંચાયતોની તેમાં ઘણી મોટી ભૂમિકા છે.
મજબૂત પંચાયતો, આત્મનિર્ભર ગામનો આધાર છે. અને એટલા માટે પંચાયતની વ્યવસ્થા જેટલી મજબૂત હશે, તેટલી જ લોકશાહી પણ મજબૂત બનશે અને તેટલો જ વિકાસનો લાભ, છેક છેવાડા સુધી ઉભેલા વ્યક્તિ સુધી પહોંચશે.
સાથીઓ, આ જ વિચારધારાની સાથે સરકારે પંચાયતી રાજ સાથે જોડાયેલ વ્યવસ્થાઓને, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને, આધુનિક બનાવવા માટે સતત કામ કર્યું છે. નહિતર 5-6 વર્ષ પહેલા એક સમય એવો પણ હતો જ્યારે દેશની સો કરતા પણ ઓછી પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રોડબેન્ડ પહોંચી ગયું છે.
એટલું જ નહી, ગામડાઓમાં કોમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ ત્રણ લાખને પાર કરી ચુકી છે.
સરકારે ભારતમાં જ મોબાઇલ બનાવવાનું જે અભિયાન ચલાવ્યું છે, તેનું જ પરિણામ છે કે આજે ગામડે ગામડા સુધી ઓછી કિંમતના સ્માર્ટ ફોન પહોંચી ચુક્યા છે. આ જે આટલા મોટા પાયા પર વીડિયો કોન્ફરન્સ યોજાઈ રહી છે, તેમાં આ બધાનું ઘણું મોટું યોગદાન છે.
સાથીઓ, ગામડાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે, શહેરો અને ગામડાઓમાં અંતરને ઘટાડવા માટે આજે સરકાર દ્વારા વધુ બે મોટા પ્રોજેક્ટ્સ શરુ કરવામાં આવ્યા છે. હમણાં જે વીડિયો ફિલ્મ ચલાવવામાં આવી છે, તમે તેમાં પણ જોયું છે- એક છે, ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને તેના એપની લોન્ચિંગ અને બીજું છે સ્વામિત્વ યોજનાની શરૂઆત.
ઈ-ગ્રામ સ્વરાજ એટલે કે પંચાયતી રાજ માટે સિમ્પલીફાઈડ વર્ક બેઝ્ડ એકાઉન્ટીંગ એપ્લીકેશન, તે એક રીતે ગ્રામ પંચાયતોના સંપૂર્ણ ડીજીટલીકરણ તરફ એક મોટું પગલું છે.
તે ભવિષ્યમાં, ગ્રામ પંચાયતના જુદા જુદા કામોના લેખા જોખા રાખનારૂ એકમાત્ર પ્લેટફોર્મ બનશે. હવે જુદી જુદી એપ્લીકેશનોમાં તમારે જુદા જુદા કામ કરવાની જરૂર નહી પડે.
જેમ કે હમણાં જણાવવામાં આવ્યું કે આ પોર્ટલ પર, આ એપ પર, પંચાયતના વિકાસ કાર્યની વિગતોથી લઈને તેની માટે નિર્ધારિત ભંડોળ અને તેના ખર્ચાઓ સાથે જોડાયેલ તમામ માહિતીઓ રહેશે. તેના માધ્યમથી હવે કોઇપણ વ્યક્તિ પોતાની ગ્રામ પંચાયતમાં થઇ રહેલા કામકાજની જાણકારી મેળવી શકશે.
તેનાથી ગ્રામ પંચાયતોમાં પારદર્શકતા પણ વધશે, રેકોર્ડ રાખવાનું કામ પણ વધુ સરળ થશે અને પ્રોજેક્ટ્સની પ્લાનિંગથી લઈને પૂર્ણ કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે. તમે કલ્પના કરી શકો છો, ઈ-ગ્રામ સ્વરાજના માધ્યમથી તમને બધાને કેટલી મોટી શક્તિ મળવા જઈ રહી છે.
સાથીઓ, ગામડાઓમાં સંપત્તિને લઈને જે સ્થિતિ રહે છે, તે આપ સૌ ખૂબ સારી રીતે જાણો જ છો. સ્વામિત્વ યોજના તેને જ વ્યવસ્થિત કરવાનો એક પ્રયાસ છે. આ યોજના અંતર્ગત દેશના તમામ ગામડાઓમાં આવાસોને ડ્રોન વડે મેપિંગ કરવામાં આવશે. તે પછી ગામડાના લોકોને સંપત્તિની માલિકીપણાનું એક પ્રમાણપત્ર એટલે કે ટાઈટલ ડીડ આપવામાં આવશે.
સ્વામિત્વ યોજના વડે ગામના લોકોને એક નહી અનેક લાભ પ્રાપ્ત થશે. પહેલો તો એ જ કે સંપત્તિને લઇને જે ભ્રમની સ્થિતિ રહે છે તે દૂર થઇ જશે. બીજું તેનાથી ગામમાં વિકાસ યોજનાઓનું વધુ સારું આયોજન કરવામાં વધારે મદદ મળશે. તેનો એક બીજો મોટો લાભ એ થશે કે તેનાથી શહેરોની જેમ જ ગામડાઓમાં પણ બેંકોમાંથી લોન મળવાનો રસ્તો હજી વધુ સરળ બની જશે.
સાથીઓ,
અત્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ આ છ રાજ્યોમાં આ યોજના પ્રાયોગી સ્તરે, એક મોટા પ્રયોગ તરીકે શરુ કરવામાં આવી રહી છે. તેનાથી જે અનુભવ મળશે, જ્યાં ઉણપોને સરખી કરવાની હશે, જ્યાં સુધારો કરવાનો હશે, તે બધા જ સુધારા કર્યા પછી આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
સાથીઓ, ક્યારેક ક્યારેક મને લાગે છે કે જીવનની સાચી શિક્ષાની કસોટી, તેણી પરીક્ષા, સંકટના સમયમાં થાય છે. સંરક્ષણાત્મક વાતાવરણમાં, ખુબ દેખરેખ સભર માહોલમાં સાચી શિક્ષાની ખબર નથી પડતી, સાચા સામર્થ્યની જાણ નથી થઇ શકતી. આ કોરોના સંકટે દેખાડી દીધું છે કે દેશના ગામડાઓમાં રહેનારા લોકો, ભલે તેમણે મોટી અને નામાંકિત યુનિવર્સિટિઓમાં શિક્ષણ પ્રાપ્ત ના કર્યું હોય પરંતુ આ દરમિયાન તેમણે પોતાના સંસ્કારો- પોતાની પરંપરાઓના શિક્ષણના દર્શન કરાવ્યા છે.
ગામડાઓમાંથી જે અપડેટ આવી રહી છે, તે મોટા મોટા વિદ્વાનોની માટે પ્રેરણા આપનાર છે. મારા સાથીઓ, આ કામ તમે કર્યું છે, ગામના પ્રત્યેક વ્યક્તિએ કર્યું છે, મારા આદિવાસી ભાઈ બહેનો, ખેતરોમાં કામ કરનારાઓ, પાકની લણણી અને વાવણીમાં જોડાયેલા સાથીઓ, દેશને પ્રેરણા આપનારું આ કામ તમે કર્યું છે.
તમે બધાએ દુનિયાને મંત્ર આપ્યો છે- ‘બે ગજનું અંતર’નો, અથવા કહો કે બે ગજ શરીરનું અંતર. આ મંત્રના પાલન પર ગામડાઓમાં ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બે ગજ અંતર એટલે કે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને રાખવાથી તમે કોરોના વાયરસને પણ પોતાનાથી દૂર રાખી રહ્યા છો, કોઈ સંભવિત ચેપને પોતાની જાતને બચાવી રહ્યા છો. આ તમારા જ પ્રયાસ છે કે આજે દુનિયામાં ચર્ચા થઇ રહી છે કે કોરોનાને ભારતે કઈ રીતે જવાબ આપ્યો છે.
સાથીઓ, આટલું મોટું સંકટ આવ્યું છે, આટલી મોટી વૈશ્વિક મહામારી આવી, પરંતુ આ 2-૩ મહિનાઓમાં આપણે એ પણ જોયું છે કે ભારતનો નાગરિક, સીમિત સંસાધનોની વચ્ચે, અનેક મુશ્કેલીઓની સામે નમવાને બદલે તેની સામે લડી રહ્યો છે, બાથ ભીડી રહ્યો છે. એ વાત સાચી છે કે અડચણો આવી રહી છે, મુશ્કેલી આવી રહી છે પરંતુ સંકલ્પનું સામર્થ્ય દેખાડીને, નવી ઉર્જાની સાથે આગળ વધતા, નવી નવી રીતો શોધતા, દેશને બચાવવા અને દેશને આગળ વધારવાનું કામ પણ સતત ચાલુ છે.
સાથીઓ, આ પરિસ્થિતિઓ ગામડાઓમાં જે થઇ રહ્યું છે, તેની હું જુદા જુદા સ્ત્રોત પાસેથી માહિતી મેળવતો રહું છું. આજે હું તમારામાંથી કેટલાક સાથીઓ સાથે, કોરોના દરમિયાન થયેલા અનુભવો અને તમારા સૂચનો વિષે જાણવા માંગું છું. તો ચાલો, ચર્ચાનો આ દોર શરુ કરીએ. મને જણાવવામાં આવ્યું છે કે પહેલા જમ્મુ કાશ્મીર જવાનું છે.
મોહમ્મદ ઇકબાલ, જમ્મુ કાશ્મીરના બારામુલાથી જોડાઈ રહ્યા છે. તેઓ બ્લોક પંચાયત નારવાવના ચેરમેન છે. ઇકબાલજી નમસ્કાર !!
ઇકબાલજી, તમારા બ્લોકમાં કોરોના વિરુદ્ધ લડાઈ કેવી ચાલી રહી છે? તમે લોકો બે ગજ અંતર અને સાફ સફાઈની માટે બીજું શું કરી રહ્યા છો?
ઇકબાલ – નમસ્કાર સર, હું જમ્મુ કાશ્મીરના બારામુલા બ્લોક નારવાઓથી તમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને આજે આ અવસર પર, જે આપણો પંચાયત દિવસ છે, તેની શુભેચ્છા પાઠવું છું, સર. અમારા અત્યારે આ જે નારવાઓમાં અમે જે કોરોના વાયરસની સામે લડી રહ્યા છીએ, જે તમે ઉપરથી આદેશ આપ્યો છે, સૂચનાઓ આપી છે, લોકડાઉનની તેનું અમલીકરણ જમીની સ્તર પર 100 ટકા થઇ રહ્યું છે. તેની માટે અમે પહેલેથી જ તૈયારીઓ કરી રાખી હતી જ્યારે તમે પહેલા એક દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. તો તે દિવસે અમે બ્લોકના સ્તર પર જે અમારા મેડીકલ અધિકારીઓ છે, અમારા આઈસીડીએસ છે, અને પંચાયતમાંથી એક અમે હુકમ આપી દીધો BDCની ઓફીસમાંથી, તો અમે એક બેઠક કરી અને તે બેઠકમાં અમે ત્રણેય વિભાગને, આશા વર્કર્સ, ICDS કામદારો અને પંચાયત PRI’s સભ્યો છે તેમને તાલીમ અપાવી દીધી. તેમને અમે, જે આપણું કોરોનાને લઈને આપણા જે અટકાયતી પગલાઓની માટે જરૂરી છે તેની માહિતી આપી. ત્યાર પછી અમે તેમને ઘરે ઘરે પોતાના બ્લોકમાં મોકલ્યા.
અને આજે હું તમને એક હકીકત જણાવી રહ્યો છું કે અમારા બ્લોકમાં કોઈ એવું ઘર નહી હોય જેમાં અમારી ટીમ, જેમાં અમારા પીઆરઆઈ, જેમાં અમારા મેડીકલ અને ICDSના કાર્યકર્તાઓ નહી ગયા હોય, અને દરેકના ઘરને દરેક વ્યક્તિને જાગૃત કરવામાં આવ્યા કે કોરોના વાયરસથી કઈ રીતે બચી શકાય છે. અમારા બ્લોકમાં આજ સુધી માત્ર એક પોઝીટીવ કેસ આવ્યો પરંતુ તેમાં પણ સૌથી મોટું કારણ એ હતું કે અમારી ત્યાં પંચાયત સ્થપાયેલ નથી. કારણ એ હતું કે અમારે ત્યાં પંચાયતના સભ્યો નહોતા અને તે કેસ અમે શોધી ના શક્યા.
પરંતુ જેટલા પણ બાકીના ગામડાઓ છે, જેટલા પણ બાકીના બ્લોકસ છે, જીલ્લા વહીવટીતંત્રની મદદ વડે, આરોગ્ય વિભાગની મદદ વડે અમે દરેક ઘરને, દરેક વ્યક્તિને ટ્રાવેલ હિસ્ટરી જેમની હતી, તેમને શોધી કાઢ્યા, તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા, તેમને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા અને PRI’sની ત્યાં ડ્યુટી લગાવી દેવામાં આવી. 24x7 કલાક ત્યાં આગળ ડ્યુટી લગાવવામાં આવી કે જેથી તેમનું જે હોમ ક્વોરન્ટાઇન છે તે સફળ થઇ જાય. અમારી ઉપરથી જે અમારા જીલ્લા વહીવટીતંત્રની સૂચનાઓ શ્રેણી માટે હતી કે તમારે ભલે ગમે તેટલી કડકાઈ કરવી પડે પરંતુ ક્વોરન્ટાઇન જે લોકડાઉન છે તેને ગ્રાઉંડ પર સફળ બનાવવાનું છે. અમારા પંચાયત રાજ યુથ એસોસિએશનના જેટલા પણ સભ્યો છે, અમારા વહીવટીતંત્રની સૂચનાઓ તેમણે આપી હતી કે તમારે જો ખરેખર આ લોકડાઉનને સફળ બનાવવું હોય તો તે PRI’s એ કરવાનું છે. તો તેમણે રોસ્ટર બનાવીને, સ્વયંસેવકોની સાથે રોડ પર રહીને લોકડાઉનને સફળ કર્યું. બે સંદેશ આપ્યા લોકોને, બે નારા આપ્યા- તમામનો આદર કરો, તમામ ઉપર શંકા કરો એ અમારો પહેલો નારો હતો. બીજો અમારો નારો એ હતો સાહેબ કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. અને જ્યારે તેઓ આ બંને નારાઓ ઉપર ચાલ્યા, આજે અમારા બ્લોકમાં 99 ટકા પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.
ઇકબાલ – આભાર સાહેબ.
પ્રધાનમંત્રીજી – તમે જે વાતો જણાવી તેની ઉપરથી લાગે છે કે તમે પોતે ફિલ્ડમાં રહેતા લાગો છો. પોતે ગામડે ગામડે જાવ છો, તેનું જ આ પરિણામ છે કે તમે આટલી ખૂબ સરળતાથી આ વસ્તુને સમજી શક્યા છો અને તમે માનવ સંસાધન વિકાસ હોય, નિયમોનું પાલન હોય, ખૂબ સારી રીતે કર્યું છે. મને વિશ્વાસ છે કે બે ગજનું અંતર- આ મંત્રને તમે ગામડે ગામડે, ઘર ઘર અને સમગ્ર જમ્મુ અને કાશ્મીરે પણ તમારી પાસેથી શીખવો જોઈએ. હું તમને અભિનંદન આપું છું, તમે ખૂબ સારું કામ કર્યું છે અને તમારા બ્લોકના તમામ નાગરિકોને પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રમજાનનો મહિનો છે, તો તમે જે મહેનત કરી છે, તેના કારણે રમજાનનો ઉત્સવ પણ, તહેવાર પણ ખૂબ સારી રીતે નાગરિકો ઉજવી શકશે. તો તમે ખરેખર બહુ મોટી સેવા કરી છે.
આવો જમ્મુ કાશ્મીર પછી હવે આપણે સીધા દક્ષિણમાં જઈએ છીએ, કર્ણાટક જઈએ છીએ. કર્ણાટકના ચિક્કાબાલાપુરથી આપણી સાથે શ્રી નવીન કુમારજી જોડાઈ રહ્યા છે.
નવીન કુમાર – દેશના પ્રધાન સેવક તમને ગ્રામ પંચાયત તરફથી નમસ્કાર.
પ્રધાનમંત્રીજી – શું આજકાલ મને ગામના પ્રધાન સાથે પણ વાત કરવાનું સૌભાગ્ય મળે છે અને દુનિયાના મોટા મોટા દેશના મોટા મોટા પ્રધાનો સાથે પણ વાત કરવાનો અવસર મળી જાય છે.
નવીન કુમાર – આભાર સાહેબ. અમારી ગ્રામ પંચાયતમાં કોઈ કોરોના પીડિત વ્યક્તિ નથી અને 14 લોકોને અમે હોમ ક્વોરન્ટાઇનમાં રાખેલા છે. તેમને પંચાયત દ્વારા જ પાણી, દૂધ, શાકભાજી, કરિયાણું વગેરેની વ્યવસ્થા ઘરમાં જ કરવામાં આવી રહી છે. આશા કાર્યકર્તા, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના બધા જ સભ્યો અને સ્ટાફની એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. દર અઠવાડિયે બે ચાર બેઠકો બોલાવીને કોરોનાને કઈ રીતે અટકાવીએ અને તેની માટે શું શું પ્રયાસો કરી શકીએ તેમ છીએ તેની વિષે ચર્ચા કરવામાં આવે છે. IEC, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સેનિટેશનના કામ સારી રીતે ચાલી રહ્યા છે.
આ ચાર યોજનાઓ- જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજના, ઉજ્જવલા યોજના અને પેન્શન યોજના અંતર્ગત પાંચ હજારથી વધુ લાભાર્થીઓને લાભ થયો છે.
અહિયાંના યુવાનોને પ્રેરિત કરીને ગ્રામ પોલીસની રચના કરવામાં આવી છે. પંચાયતની સીમામાં ચેકપોસ્ટ લગાવીને ત્યાં આગળ આ બધા ગ્રામ પોલીસ કામ કરી રહ્યા છે. તેનાથી લોકોના બિનજરૂરી આવાગમન ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તેનાથી કોરોનાને એક રાજ્યમાંથી બીજા રાજ્ય સુધી પહોંચવા નથી દઈ રહ્યા. વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા વિષે દરેક જગ્યા ઉપર સારી રીતે IEC થયેલ છે અને સ્વચ્છતા પણ જળવાયેલી છે.
લોકડાઉનના કારણે જે મહારાષ્ટ્રમાંથી આવેલ 170થી વધુ કર્મિઓ હતા, તેમને અમે એક શાળામાં રાખી મૂક્યા છે. તે બધાને ભોજન, પાણી અને દવાઓ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને પણ કોઈ ને કોઈ કામમાં રોકીને રાખ્યા છે.
ફળો અને શાકભાજીઓ માટે એક બજારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેનાથી ખેડૂતોને કોઈ આર્થિક નુકસાન નથી થઇ રહ્યું. તેમની આર્થિક સ્થિતિ અને મનોબળને વધારવામાં આવ્યા છે. ઘર ઘરમાં જેમને જેમને કોઇપણ દવાની જરૂર છે તેમને ઘરમાં જ અમે ડોક્ટર પાસેથી લાવીને આપી રહ્યા છીએ.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યોગ યોજના અંતર્ગત પંચાયતના શ્રમિકો અને ખેડૂતોની વ્યક્તિગત કામગીરી અને જળ સંરક્ષણની કામગીરીમાં અમે ભાગ લેવાનો અવસર ઉભો કરી રહ્યા છીએ. તેનાથી ગ્રામ પંચાયતમાં પણ લોકોનું મનોબળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રીજી – નવીનજી તમારા ગામની વસ્તી કેટલી છે?
નવીનજી – 8500 સાહેબ.
પ્રધાનમંત્રીજી – એટલે કે ગામ મોટું છે. તમે કેટલા સમયથી ત્યાં સરપંચ છો?
નવીનજી – પહેલી વાર સાહેબ.
પ્રધાનમંત્રીજી – પહેલી વાર બન્યા છો? પરંતુ તમે ઘણું કામ કરી રહ્યા છો અને ખૂબ વ્યવસ્થાપૂર્ણ રીતે કરી રહ્યા છો, આયોજન સાથે કરી રહ્યા છો. ગામના લોકો તમારી વાત માને છે ખરા?
નવીનજી – હા સાહેબ.
પ્રધાનમંત્રીજી – માને છે. ચાલો, મારા તરફથી તમને અને તમારા ગામને આટલું શ્રેષ્ઠ કામ કરવા બદલ અને બધી જ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે, આર્થિક પ્રગતિ પણ આટલી સરસ રીતે ચલાવવા બદલ ખરેખર તમારા નેતૃત્વને, તમારા આ પ્રકારના વિઝનને અને ગામની શક્તિ શું હોય છે, તેનું દર્શન કરાવવા બદલ હું આપ સૌને અભિનંદન આપું છું.
ચાલો હવે આપણે બિહાર જઈએ છીએ.
બિહારના જહાનાબાદ જીલ્લામાંથી ગ્રામ પંચાયત ઘરનીયાના પ્રધાન શ્રી અજય સિંહ યાદવ અમારી સાથે જોડાઈ રહ્યા છે. અજયજી નમસ્કાર.
અજયજી – નમસ્કાર સરજી. હું અજય સિંહ યાદવ, મુખિયા, પંચાયત ઘરનીયા, બિહાર તરફથી હાર્દિક અભિનંદન અને વંદન કરું છું સાહેબ.
પ્રધાનમંત્રીજી – નમસ્કારજી.
નવીનજી – લોકડાઉન સાહેબ 22 તારીખના રોજ અમલી થયું, તે પછી સાહેબ ચાર દિવસથી સતત પોતાની જાતે માર્કિંગ કરીને ગ્રામ પંચાયત ક્ષેત્રમાં પ્રચાર કર્યો સાહેબ કે લોકડાઉનનું પાલન કરવાનું છે અને સામાજિક અંતર જાળવી રાખવાનું છે, ઓછામાં ઓછું છ ફૂટનું અંતર જાળવીને.
પ્રધાનમંત્રીજી – અજયજી, લોકોને સમજાવો, બે ગજનું અંતર.
અજયજી – બે ગજનું અંતર સાહેબ?
પ્રધાનમંત્રીજી – હા
નવીનજી – ગામમાં સાહેબ બ્લિચિંગ પાવડર છાંટવાનો છે. ઘરે ઘરે જઈને આશા કાર્યકર્તા, વોર્ડ પંચ, સરપંચ સાહેબ પ્રત્યેક ઘરમાં સાબુ આપ્યો સાહેબ, શરીર અને હાથ ધોવા માટે શીખવાડ્યું સાહેબ, એક કલાક અડધા કલાક પહેલા હાથ ધુવો અને જાગૃત રહો. હોમ ક્વોરન્ટાઇનમાં 18 લોકોને રાખ્યા છે સાહેબ. તેમને પણ પંચાયત પોતાના તરફથી સુવિધા આપી રહી છે સાહેબ. સાહેબ ૩૦ પથારીનું એક હોમ ક્વોરન્ટાઇન સેન્ટર બનાવ્યું. તેમાં પણ ખાવા પીવાનું, ANMની ડ્યુટી લગાવી છે, ચોકીદારની ડ્યુટી લગાવી છે સાહેબ. એક ગ્રામ રક્ષા દળ અમે તૈયાર કર્યું છે સાહેબ 45 લોકોનું. તેને પણ બધા જ ગામડાઓમાં સાહેબ, ગામની શરૂઆતમાં જ વાંસ લગાવીને બેરીયર લગાવી દીધા છે સાહેબ જેથી ગામના લોકો બહાર ના જઈ શકે. જેને જરૂરી કામ છે તે જ બહાર જાય, જેમ કે ઈમરજન્સી કામ માટે અથવા તો દવા લાવવા માટે. અને સાહેબ સ્વાસ્થ્ય વિભાગ અને મેડીકલ તરફથી ગામમાં આવે છે અઠવાડિયામાં બે વખત સાહેબ. પંચાયત સરકારની પાસે સાહેબ, તેમાં પણ અમે લોકો સહયોગના જનપ્રતિનિધિ સાહેબ, હંમેશા સાહેબ દર ત્રણ દિવસે બેઠક કરીએ છીએ. પાંચથી દસ મુખિયા, સરપંચ, ગ્રામ પંચાયત અને પંચાયતકર્મી.
પ્રધાનમંત્રીજી – સારું અજયજી, તમારી પંચાયતમાંથી પણ અનેક પ્રવાસી સાથીઓ બીજા શહેરોમાંથી ઘરે પાછા ફર્યા હશે, જેઓ નથી આવી શક્યા તેઓ પણ આવવા માંગતા હશે.
અજયજી – હા આવવા માંગે છે સાહેબ પણ અમે તેમને રોકી દીધા છે કે જ્યાં છો ત્યાં જ રોકી જાવ. લોકડાઉન સંપૂર્ણ રીતે ખુલી જાય પછી જ આવવાનું છે ભાઈ. કારણ કે 14 દિવસ અમે શાળામાં રાખીએ છીએ. તેઓ કહે છે કે ના મુખિયાજી અમે હમણાં બહાર જ રહીશું, જ્યારે ખુલશે ત્યારે આવીશું. 14 દિવસ નહી રહીએ.
પ્રધાનમંત્રીજી – એટલે કે તમારી વાત માને છે બધા?
અજયજી – હા માને છે સાહેબ.
પ્રધાનમંત્રીજી – ચાલો, તમે બધા સુરક્ષિત રહો અને જે લોકો શહેરમાં છે તેઓ પણ સુરક્ષિત રહે, તેમના મન શાંત રહે. તમે જરૂરથી તેમની સાથે ફોન પર વાતચીત કરતા રહેજો. જેથી શહેરમાં થોડી તેમને તકલીફ જરા મનને વધુ થાય છે. ઘર યાદ આવે છે, માં-બાપ યાદ આવે છે, તે સ્વાભાવિક પણ છે. પરંતુ આવા સમયે ગામના લોકો જો તેમની સાથે વાતચીત કરતા રહેશે તો તેમનું મન થોડું હલકું થઇ જાય છે. અને તમે જે કામ કરી રહ્યા છે તેની માટે પણ હું અભિનંદન આપું છું.
આવો આપણે ઉત્તર પ્રદેશ, બસ્તી જઈએ છીએ. બસ્તી ગ્રામ પંચાયત નક્તિદેહીની પ્રધાન બહેન વર્ષા સિંહ આપણી સાથે જોડાઈ રહી છે. વર્ષાજી નમસ્તે.
વર્ષાજી – નમસ્તે સાહેબ. હું મારા ગ્રામ પંચાયતવાસીઓ તરફથી તમને નમસ્તે કરું છું. અને પંચાયતી રાજ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
પ્રધાનમંત્રીજી – બસ્તીમાં લોકડાઉનનું બરાબર રીતે પાલન થઇ રહ્યું છે?
વર્ષાજી – સાહેબ, મારા ગામમાં સંપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન થઇ રહ્યું છે અને હું આશા બહેનો, આંગણવાડી બહેનો અને ANMsના માધ્યમથી લોકોને ઘરે ઘરે જઈને જાગૃત કરાવી રહી છું કે લોકડાઉનનું પાલન કરે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને ઘરમાં જ રહે.
પ્રધાનમંત્રીજી – તમે કેટલા સમયથી પ્રધાન છો?
વર્ષાજી – સર, હું પહેલી વાર પ્રધાન નથી બની. આની પહેલા પણ મે પ્રધાનના રૂપમાં કામ કર્યું હતું.
પ્રધાનમંત્રીજી – જ્યારે કેન્દ્ર સરકારની યોજનાઓ જે બનાવવામાં આવી છે પીએમ ગરીબ કલ્યાણ યોજના વગેરે, પીએમ ખેડૂત સન્માન નિધિ, આ બધી પહોંચી ગઈ છે તો ત્યાં કઈ રીતે કામ કરી રહ્યા છો તમે લોકો?
વર્ષાજી – સાહેબ અમારે ત્યાં ઉજ્જવલા યોજના અંતર્ગત જે 25 લાભાર્થીઓ છે, કિસાન સન્માન નિધિમાં 155 લાભાર્થીઓ છે અને જે નોંધણી કરવામાં આવી છે તે અંતર્ગત 10 લોકો છે અને જન ધન યોજના અંતર્ગત 50 લોકો છે, જેમને લાભ આપવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રીજી – લોકોને અનુભવ કેવો છે, સંતોષ થાય છે તેમને?
વર્ષાજી – સાહેબ, લોકો ખૂબ જ સંતુષ્ટ છે. તમારા લોકડાઉનનું, નિર્દેશોનું ખૂબ સારી રીતે પાલન કરી રહ્યા છે અને લોકો પોતાની જાતને ખૂબ જ સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. તે લોકોનું માનવું છે કે આપણે ઘરોમાં જ સુરક્ષિત છીએ કારણ કે આ કોરોના વાયરસ એક એવી બીમારી છે જેનો કોઈ સચોટ ઈલાજ નથી. બસ તેનો માત્ર એટલો જ ઈલાજ છે કે આપણે ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ, સામાજિક અંતર – બે ગજનું અંતર જાળવીને રહીએ. ઘરમાં જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ.
પ્રધાનમંત્રીજી – જુઓ, કોરોના વાયરસ ખૂબ વિચિત્ર વાયરસ છે પરંતુ તેની એક વિશેષતા પણ છે. તે પોતાની જાતે કોઈના ઘરમાં નથી જતો, પોતાની જાતે ક્યાંય નથી જતો. જો તમે તેને બોલાવવા જશો, જો તમે તેને લેવા જશો, તો પછી તે તમારી સાથે તમારા ઘરમાં ઘુસી જશે. પછી તે ઘરમાં કોઈને છોડતો નથી. અને એટલા માટે બે ગજનું અંતર આ મંત્ર ગૂંજતો રહેવો જોઈએ. બે ગજના અંતરનું અંતર જાળવીને જ વાત કરીશું, બે ગજના અંતરનું અંતર જાળવીને જ ઉભા રહીશું, બે ગજના અંતરનું અંતર હંમેશા જાળવીને રાખીશું. જે રીતે છત્રી માથે રાખીએ છીએ ને, જો મે એક છત્રી માથે રાખી છે અને સામે વાળાએ પણ છત્રી ઓઢેલી છે તો બે ગજનું અંતર પોતાની જાતે જ થઇ જાય છે. જો આ આપણે જાળવીને રાખીશું તો હું સમજુ છું કે આ સંકટની ઘડીમાં મને સારું લાગ્યું કે..
સારું, તમારે ત્યાં ગામના લોકોને, કારણ કે પહેલા તો એવું કહેવામાં આવતું હતું કે ભાઈ દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તો 15 પૈસા જ પહોંચે છે. આજકાલ એક રૂપિયો નીકળે છે તો 100ના 100 પૈસા તેના બેંકના ખાતામાં જમા થઇ જાય છે. તો ગામના લોકોને કેવું લાગે છે જ્યારે પૂરેપૂરા પૈસા મળી રહ્યા છે તો?
વર્ષાજી – ગામના લોકો ખૂબ જ સંતુષ્ટ છે સાહેબ.
પ્રધાનમંત્રીજી – શું કહે છે?
વર્ષાજી – કહે છે કે જ્યારથી આ સરકાર આવી છે ત્યારથી બધા જ લાભ બધાને પૂરી રીતે, સારી રીતે મળી શકતા થયા છે.
પ્રધાનમંત્રીજી – ચાલો વર્ષાજી, તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. હા જણાવો, કંઈ કહી રહ્યા હતા તમે.
વર્ષાજી – સાહેબ ગામમાં એવી ચર્ચા થઇ રહી હતી કે આ સંકટની ઘડીમાં કોરોના જેવી જે વૈશ્વિક બીમારી છે, તમારા જેવા પ્રધાનમંત્રી ના હોટ તો દેશની શું હાલત થઇ હોત. સાહેબ જે પણ ક્ષેત્રમાં જઈએ છીએ, દરેક જગ્યાએ એ જ ચર્ચા થઇ રહી છે, અમે લોકો અમારી વચ્ચે આ જ ચર્ચા કરીએ છીએ.
પ્રધાનમંત્રીજી – બસ વર્ષાજી બે ગજનું અંતર, આપણને બધાને બચાવશે બે ગજનું અંતર. વારુ, મને સારું લાગ્યું કે ગામના લોકોને સંતોષ છે. કારણ કે સરકાર અને જનતાની વચ્ચે જ્યારે વિશ્વાસ હોય છે તો ગમે તેટલા મોટા સંકટોને આપણે પાર કરી લઈએ છીએ. અને આ વખતે તો જે આપણે લડાઈ જીતી રહ્યા છે તેનું કુલ કારણ વિશ્વાસ છે. સૌથી મોટી તાકાત વિશ્વાસ છે. પોતાની જાત ઉપર પણ વિશ્વાસ છે, વ્યવસ્થાઓની ઉપર પણ વિશ્વાસ છે અને વિકલ્પ છે કે આપણે સંકટમાંથી નીકળવાનું છે.
આવો, પંજાબ તરફ જઈએ હવે. પંજાબ, પઠાનકોટની ગ્રામ પંચાયત હાડાની સરપંચ બહેન પલ્લવી ઠાકુર આપણી સાથે ઉપસ્થિત છે. પલ્લવીજી નમસ્કાર.
પલ્લવીજી – નમસ્કાર સાહેબ. તમને મારા તરફથી અને મારી આખી પંચાયત તરફથી હાર્દિક અભિનંદન. હું સરપંચ ગ્રામ પંચાયત હાડાથી કે જે એક પછાત વિસ્તાર છે અને એક સરહદનો વિસ્તાર છે તો સાહેબ જેમ કે અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તો તેના કારણે અમારા ગામમાં અમારા ગામના લોકો અને અમારા ગામના યુવાનોનો જે સૌથી મોટો સહયોગ છે. કે જે તમારા દ્વારા આપવામાં આવેલ સંદેશનું પાલન કરી રહ્યા છે – ઘર પર રહો. તો સાહેબ તેની માટે અમે ગામમાં બહુ સારી વ્યવસ્થા કરી રાખેલી છે. અમારા ગામના બંને દ્વારો ઉપર નાકા લગાવ્યા છે, જેમાં હું પોતે પણ જાઉં છું અને મારા ગામના જેટલા પણ પંચ છે અને જે તેમની સાથે અમારા યુવાનો છે તેઓ બધા ત્યાં આગળ ચોકી પહેરો ભરી રહ્યા છે જેથી કોઇપણ વ્યક્તિ કામ વગર ગામની બહાર પણ ના જઈ શકે અને ના તો કોઈ ગામની અંદર આવી શકે. અને તે પછી અમે જે ઘરે ઘરે જઈને લોકોને તેના વિષે થોડી જાણકારી પણ આપી છે. આમ તો સાહેબ, જે 22નું લોકડાઉન શરુ થયું હતું, અમારા જે પંજાબ સરકાર તરફથી તે દિવસથી જે 31 સુધીનું જે લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું હતું, ઘણા લોકો છે જેઓ તે જ વખતે આ વસ્તુનું પાલન કરી રહ્યા હતા કે લોકડાઉન છે તો પોત-પોતાના ઘરોમાં જ રહીએ. અને અમારા દ્વારા, સંપૂર્ણ પંચાયત દ્વારા જે લોકોને સમજાવવામાં આવ્યું છે – તમારા ઘર પર જ રહો અને પોત પોતાના ઘરોમાં પણ તમે બેસો છો, તો અંતર જાળવીને બેસો, સમય સમય પર હાથ ધુવો અને હાથ, મોઢું, આંખો જે છે તેમને વારંવાર તમે સ્પર્શ ના કરશો.
તો સાહેબ, જેમ કે હમણાં અમારા પંજાબમાં પણ પાકોની લણણીની ઋતુ ચાલી રહી છે તો સૌથી વધારે અમારે જરૂરિયાત એ વાતની જોવાની છે, જેમ કે અત્યારે લણણી ચાલી રહી છે તો પંજાબ સરકાર તરફથી જે કેટલાક વિશેષ નિયમ પાલન તેમને એટલે કે જણાવવામાં આવ્યા છે લોકોને કે તમારે આ જે નિયમો છે તેમનું પાલન કરવાનું છે. જેમ કેલણણીના સમયે તમારે બે બે મીટરના અંતર પર બેસવાનું છે. જો તમે જ્યારે પાક લણો છો ત્યારે વારે વારે હાથ ધોવાના છે તેમાં. તેમાં પણ સાહેબ તેના કેટલાક અન્ય પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે પાક આવે છે, તેમને બજારમાં કઈ રીતે લઇ જવાનો છે. સાહેબ આ બધી વ્યવસ્થા જે છે જેમ કે ચાર અને પાંચ ગામડાઓ સાથે મળીને એક બજાર બનાવવામાં આવ્યું છે જ્યાં આગળ શું થશે તો જે ખેડૂત છે તે પહેલા હોલોગ્રામ રસીદ લેશે તે પછી જ તે બજારમાં જઈ શકે છે. જો હોલોગ્રામ રસીદ તેની પાસે હશે તો જ તે બજારમાં જઈ શકશે અને તેમને અમે એ પણ જણાવ્યું છે કે તમારે ટ્રેક્ટર ઉપર જે છે તો માત્ર 50 ક્વિન્ટલ કનક કે જે એક વારમાં તમે બજારમાં લઇ જઈ શકો છો. અને ટ્રેક્ટર ઉપર માત્ર એક ડ્રાઈવર અને તેની સાથે એક સહયોગી હશે. તે પણ એકબીજા સાથે જે છે તો સામાજિક અંતર જાળવવાનું ખૂબ ધ્યાન રાખીને જશે.
પ્રધાનમંત્રીજી – પલ્લવીજી, તમે એટલું સરસ રીતે બધું જણાવી દીધું. હું સૌથી વધુ તો તમને અભિનંદન પાઠવું છું કે તમે આટલી સરસ રીતે આ સમગ્ર સંકટના સમયે તમારા ગામને સંભાળીને રાખ્યું છે અને ગામના લોકો તમારી વાત માને છે. તમારી વાત સાચી છે – ખેડૂતનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે તે આપણો અન્નદાતા છે અને નિઃસ્વાર્થ ભાવના વડે સંપૂર્ણ દેશનું પેટ ભરતો હોય છે. આ ખેડૂત અને પશુપાલક સાથીઓ જ છે જેમણે સમગ્ર લોકડાઉનના કારણે દેશને જરૂરી અનાજની, દૂધ, ફળ તેની ક્યારેય તંગી સર્જાવા નથી દીધી. હું તેમના આ ઉત્સાહની ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. હા, પ્રશંસાની સાથે જ મારી આપ સૌને એક પ્રાર્થના પણ છે કે પંજાબ હોય, હરિયાણા હોય, દેશનો ખેડૂત અને પલ્લવીજી મને લાગે છે કે પઠાનકોટ હોય, ગુરદાસપુર હોય, જે રીતે ડેક્સની વિરુદ્ધ મે જોયું છે કે પ્રધાન ગોડો ગુરદાસપુરની બહેનો જ્યારે હું ત્યાં સંગઠનનું કામ કરતો હતો તો મારો કેટલાય ગામની બહેનો માતાઓ સાથે સંપર્ક રહેતો હતો. તેઓ હંમેશા મને કહેતી હતી કે અમારા નવયુવાનોને ડ્રગ્સ વગેરેથી બચાવો. ઘણી ચિંતા કરતી હતી. જે રીતે તે એક કામ છે એ જ રીતે આપણી આ ધરતી માતાને બચાવવી, આપણા ખેડૂતોના ઉજ્જળ ભવિષ્યની માટે, આપણા દેશના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્યની માટે, આપણી આવનારી પેઢીઓ નબળી ના જન્મે તેની માટે પણ આપણે ગામડે ગામડામાં ખેડૂતોને સમજાવવા પડશે કે યુરીયાનો ઉપયોગ ઓછો કરે. યુરીયાના કારણે બહુ મોટા મોટા સંકટો આવી રહ્યા છે. યુરીયાથી આપણી માટી, આપણા પાકની ઉપર બહુ વિપરીત અસર પડે છે.
અને એટલા માટે પલ્લવીજી, તમારા જેવા પ્રધાન ગામના લોકોને સમજાવો કે ભાઈ હવે ગામમાં પહેલા જો 10 થેલી આવતું હતું યુરીયા તો હવે પાંચ થેલી આવશે, પહેલા 100 થેલી આવતું હતું તો હવે 50 થેલી આવશે, આપણે અડધું કરી નાખીશું. તમે જુઓ, પૈસા પણ બચશે અને આ આપણી ધરતી માતા પણ બચશે.
તો હું ઈચ્છીશ કે જ્યારે પંજાબના ખેડૂતોની વાત થઇ રહી છે ત્યારે અને જ્યારે પલ્લવી જેવા પ્રધાન સાથે વાત થઇ રહી છે તો મને પૂરો વિશ્વાસ છે કે તમે તે કામ કરશો અને મારી તરફથી તમને ખૂબ અભિનંદન, ખૂબ શુભકામનાઓ.
ચાલો આપણે મહારાષ્ટ્ર જઈએ છીએ. મેદન કરવાડી ગ્રામ પંચાયતની પ્રધાન બહેન પ્રિયંકા આપણી સાથે છે. પ્રિયંકાજી નમસ્કાર.
પ્રિયંકાજી – નમસ્કાર સાહેબ.
પ્રધાનમંત્રીજી – બોલો પ્રિયંકાજી
પ્રિયંકાજી - આપણે કોરોનાનું જ્યારથી તમે લોકડાઉન કર્યું તે પછીથી 26 તારીખથી સોડીયમ હાયપોક્લોરાઈટ વડે આખા ગામને સેનિટાઈઝ કર્યું છે. ત્યારબાદ અમે સેનિટાઈઝર ટનલ બે જગ્યાઓ ઉપર જ્યાં આગળ વધુ લોકોનું આવાગમન રહે છે ત્યાં આગળ સેનિટાઈઝર્સ સૈનિક બેસાડ્યા છે. તે પછી અમે જે સેનિટાઈઝર્સ દરેક મહિલા કે દરેક વ્યક્તિ ઘરમાં નથી લઇ જઈ શકતું તો એટલા માટે અમે દરેક ઘરમાં સાબુનું વિતરણ કર્યું. ત્યાર પછી જ્યારે અમારા ગામની અંદર જે સ્કીલ ઇન્ડિયા મહિલાઓએ તાલીમ લીધી હતી સિલાઈની, તે મહિલાઓને અમે માસ્ક બનાવવાનું કામ આપ્યું. જે SHG છે તેમને અમે આ રીતના માસ્ક બનાવવાનું કામ સોંપ્યું જે તેમણે 5 હજાર માસ્ક આ રીતના બનાવ્યા છે. તેમનું વિતરણ અમે આખા ગામમાં કરી રહ્યા છીએ. તેની સાથે જ અમારો વિસ્તાર આવે છે તે સેમી અર્બન વિસ્તાર છે અથવા તો વધુ પડતો ઉદ્યોગોની પાસે છે તો અમે ચાલવા માટે લોકો આવે છે તેની માટે અમે એક સમય નક્કી કરી રાખ્યો છે, તેની વચ્ચે અમે શેરીની લાઈટો બંધ રાખીએ છીએ તો તેનો અમને બહુ મોટો ફાયદો થયો છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે એક અસરકારક ઉપાય સાબિત થયો.
તેની સાથે જ અમે જે દુકાન છે તેની સામે એક સર્કલની માર્કિંગ કરી જેથી અમે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવામાં સફળ થઇ શક્યા. તેની સાથે જ જે કરિયાણાની દુકાનો અને શાકભાજીની દુકાનો હતો તેની માટે અમે વૈકલ્પિક દિવસોનું વેચાણ શરુ કર્યું કે ત્રણ દિવસ કરિયાણાની દુકાન ખૂલ્લ રહશે અને ત્રણ દિવસ શાકભાજીની દુકાન ખુલ્લી રહેશે. જેના કારણે લોકોનું આવાગમન મર્યાદિત કરવામાં ઘણી મોટી મદદ મળી છે.
આ સાથે જ જે હાઉસિંગ સોસાયટીઓ હતી અને જે ખેડૂતો હતા તેમની વચ્ચે સંકલન સાધીને એક પીએમસીના માધ્યમથી અમે સ્વયંસેવકો લગાવીને તે શાકભાજી અને અનાજ ત્યાંની હાઉસિંગ સોસાયટીઓમાં પહોંચાડવાનું કામ કર્યું, તેનું વેચાણ કર્યું. તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થયો. તેની સાથે જ અમે મહિલા સુરક્ષાની માટે અને મહિલાના સ્વાસ્થ્યની માટે અમારા ગામમાં સાત હજાર સેનિ ટરી નેપકીન આશા વર્કર્સના માધ્યમથી સેનિ ટરી નેપકીન આખા ગામમાં વહેંચ્યા. દરેક મહિલાને, દરેક યુવતીને અમે નેપકીન આપ્યા. તેની સાથે જ અમે હોમ ક્વોરન્ટાઇનની સુવિધા પણ ઉભી કરી દીધી કે જો અમારે ત્યાં કોઈ શંકાસ્પદ જોવા મળે તો તેને હોમ ક્વોરન્ટાઇન કરવા માટે અમે સુવિધા આપી શકીએ છીએ. તેની માટે અમે હોમ ક્વોરન્ટાઇનની સુવિધા અમે શરુ કરી. તેનાથી અમને ઘણો લાભ થયો.
બીજી વખત અમે ફરીથી આખા ગામને સેનિટાઈઝ કર્યું, હમણાં જે લોકડાઉન વધારવામાં આવ્યું હતું તેની સાથે અમે ફરીથી બધું સેનિટાઈઝ કર્યું. તો આ બધા ઉપાયો વડે, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાથી અમને ઘણો વધુ ફાયદો થયો છે.
પ્રધાનમંત્રીજી – પ્રિયંકાજી, હવે તો ગામના લોકો થાકી ગયા હશે? લોકોને ગુસ્સો આવતો હશે, આ મોદીજી કેવા છે, આટલા દિવસોથી બંધ કરીને રાખ્યું છે.
પ્રિયંકાજી – તેમને ઘરમાં રહેવાની આદત નથી એટલા માટે ગામના લોકો થાકી ગયા છે પરંતુ તેમને ખબર છે કે અમારા દેશના પ્રધાનમંત્રી જે કરી રહ્યા છે તે અમારા સ્વાસ્થ્યની માટે જ કરી રહ્યા છે, અમારા દેશની અંતે જ કરી રહ્યા છે, તો લોકો સમજે છે.
પ્રધાનમંત્રીજી – તમારા ગામની વસ્તી કેટલી છે, પ્રિયંકાજી?
પ્રિયંકાજી – 50,000
પ્રધાનમંત્રીજી – હું સમજુ છું કે કામને, ખેત પેદાશોને અને તેને લગતું કામ જેને ભારત સરકાર ઘણી મદદ કરી રહી છે. તેનાથી જેટલું બળ મળશે, તમારા ગામના ખેડૂતોને ઘણી મોટી તાકાત મળશે.
એ જ રીતે ઈ-નામ. ઈ-નામ દ્વારા પણ ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક ખૂણામાં આપણા ખેડૂતોને સારું બજાર મળી શકે છે. અને ખેડૂતને હવે ભરોસો થવા લાગ્યો છે. અને તમારા જેવા ભણેલા ગણેલા પ્રધાન છે તો મને પાકી ખાતરી છે કે આધુનિક વ્યવસ્થાઓને તમે તમારા ગામમાં લાવી શકો છો.
તે જ રીતે સરકારી ઈ-માર્કેટ પ્લેસ, GeM- હું ઈચ્છું કે GeM પોર્ટલ પર તમારા ગામમાં જે મહિલા બચત ગઠ છે અને નાના નાના ઉદ્યમીઓ છે- જે વસ્તુઓ બનાવે છે, તેમને તેઓ સીધા ભારત સરકારને વેચી શકે છે, કોઈ ટેન્ડર બેન્ડરનું ચક્કર નથી તેમાં. કોઈ કમીશન નથી, કંઈ જ નથી, સીધા તેઓ GeM પોર્ટલ પર જાય. તો તમારા જેવા ભણેલા ગણેલા પ્રધાન છે તો એક સારી ટોળી બનાવીને ટેકનોલોજીના માધ્યમથી તમારા ગામની બહેનોને, તેઓ જે ઉત્પાદન કરે છે તેમને બજાર મળે તો સારી સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે.
હા, કંઈ કહી રહ્યા હતા તમે પ્રિયંકાજી?
પ્રિયંકાજી – સાહેબ, ઈ-નામ જે નેશનલ લેવલનું માર્કેટ છે અને ખેડૂતોની માટે અમે જે અહિયાં આગળ પંચાયતના ઓપરેટર છે તેમની સાથે સંકલન સાધીને અમે તેની ઉપર પણ કામ કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીજી – ચાલો, મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.
પ્રિયંકા – ના સાહેબ, તમારી માટે કંઇક કહેવા માંગું છું.
પ્રધાનમંત્રીજી – જી કહો.
પ્રિયંકા – જે રીતે તમે આખા દેશ, આખી દુનિયાને રાહ ચીંધી રહ્યા છો કે કોરોનાના સંકટનો કઈ રીતે સામનો કરવામાં આવે તો હું કેટલીક પંક્તિઓ તમારી માટે કહેવા માંગું છું.
પ્રધાનમંત્રી – જરૂર જણાવો.
પ્રિયંકા –
કોશિશ જારી હૈ ઔર હિંમત બરકરાર હૈ,
સિર હૈ ઇસ દુનિયા પર છાને કા ફીતુર.
મુજે કિસી પર ભરોસો નહિ, મુજે મેહનત પર ભરોસા હૈ,
એક ના એક દિન યે હાલાત બદલેંગે જરૂર.
પ્રધાનમંત્રીજી – વાહ, ચાલો તમારા શબ્દોમાં પણ વિશ્વાસ છે, તે દેશની ભાવનાનું પ્રતિબિંબ છે, મારા તરફથી ખૂબ શુભકામનાઓ.
આવો, આપણે પૂર્વ તરફ જઈએ છીએ, અસમ બાજુ જઈએ છીએ. અસમના કચાર જીલ્લાની ગ્રામ પંચાયત છોટા દૂધપાટીલ, અહિયાંના પ્રધાન શ્રીમાન રંજીત સરકારજી આપણી સાથે છે. રંજીતજી નમસ્કાર.
રંજીતજી – નમસ્કાર સાહેબ. સાહેબ સૌથી પહેલા હું લોકડાઉન જાહેર કરવાના તમારા અસમ રાજ્યથી બધાની સાથે હું મારો પક્ષ રજૂ કરું છું.
પ્રધાનમંત્રીજી – ચાલો ઘણું થઇ ગયું, અસમ ના લોકો નારાજ થઇ ગયા હશે. કારણ કે મે તેમનો બિહુ આટલો મોટો આનંદનો ઉત્સવ અને મોદીજીએ લોકડાઉન જાહેર કરી દીધું. આ વખતે તો કોરોનાના કારણે બિહુ પણ લોકો ખૂબ મર્યાદિત રીતે ઉજવી શક્યા છે. કોરોના વિરુદ્ધ દેશની આ લડાઈમાં અસમ ના લોકોનો આ સંયમ ખૂબ જ પ્રશંસનીય છે. અસમ માં તો હું જોઈ રહ્યો છું કે આપણા ગામની બહેનો, ગમછામાંથી માસ્ક બનાવવામાં લાગેલી છે. જે સ્વાસ્થ્ય કર્મિઓ તપાસ કરવા માટે આવી રહ્યા છે તેમને મદદ આપવા માટે તમારી પંચાયત શું કામ કરી રહી છે?
રંજીત સરકાર – લોકડાઉન, તમે જે કામ કર્યું છે સાહેબ તે સારું કામ કર્યું છે. દેશની રક્ષા કરવાનું કામ કર્યું છે સાહેબ. પીએમ સર અમારી પંચાયતનો એ પ્રયાસ રહે છે કે અમારા ગામને કોરોનાથી બિલકુલ સુરક્ષિત રાખવામાં આવે. બહારથી આવનારા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. અહિયાં આશા કાર્યકર્તાઓ અને અન્ય મેડીકલ સાથે જોડાયેલા લોકો સર્વે કરવા માટે આવે છે. મેડીકલના આ સાથીઓને ઘરે ઘર સુધી પહોંચાડવામાં અને જરૂરી જાણકારી એકત્રિત કરવામાં અમારી પંચાયતની ટીમ પાસેથી પૂરેપૂરી મદદ મળી રહી છે. તમે ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે જે નવો કાયદો બનાવ્યો છે, તેની માટે આખી પંચાયત તરફથી હું તમારો આભાર વ્યક્ત કરવા માંગું છું. તેની ખૂબ જ જરૂર હતી. અમારી પંચાયત તે લોકોની પણ મદદ કરી રહી છે કે જેમની પાસે અત્યારના સમયમાં કામ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી જે પણ મદદ આપવામાં આવી રહી છે, તેને ઝડપી ગતિએ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીજી – રંજીતજી, તમે ખૂબ સરસ રીતે વાત કહી. હું તમને અભિનંદન આપું છું અને તમામ અસમવાસીઓને મારા તરફથી અભિનંદન. ખૂબ ખૂબ આભાર તમારો.
તે ખૂબ સારી વાત છે રંજીતજી.
તમારે અને તમારી ટીમે હજુ ઘણું કામ કરવાનું છે. જ્યાં સુધી તમે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાને લઈને નવા કાયદા બનાવવાની વાત કરી તો હું ઈચ્છીશ કે આ કાયદાના ઉપયોગની જરૂર જ ના પડે.
આપણે આપણા કોરોના યોદ્ધાઓને કામ કરતા રહેવા દેવાના છે, તેમને સન્માન આપવાનું છે કારણ કે તેઓ પોતાની માટે નહી પરંતુ આપણી માટે મેદાનમાં છે.
સાથીઓ, તમારી સાથે આ જે સાર્થક વાતચીત વડે માત્ર મને જ નહી પરંતુ દેશના જે પણ નાગરિકો આજે તમને સાંભળી રહ્યા છે, તમામ દેશવાસીઓને સંતોષ થયો હશે. તેમની અંદર એક નવો વિશ્વાસ જન્મ્યો હશે કે દૂર સુદૂરના ગામડાઓમાં આપણા લોકોએ કઈ રીતે દેશને સંભાળીને રાખ્યો છે. દેશના ઉજ્જવળ ભવિષ્યની માટે કઈ રીતે સારામાં સારી રીતે કામ કરી રહ્યા છે. અને કદાચ સમય વધુ હોત અને હું બધાને સાંભળી શકતો તો કેટલો આનંદ આવત, કેટ કેટલી નવી નવી વસ્તુઓ મળત. પરંતુ હું જ્યારે લાખોની સંખ્યામાં પંચ-સરપંચો મારી સામે છે, આ ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા છે. ભલે હું તમને બધાને સાંભળી ના શક્યો હોઉં પરંતુ જે કેટલાક પ્રધાનોએ પોતાના અનુભવો જણાવ્યા છે તેમાં એક રીતે તમારી ભાવનાઓ પ્રગટ થઇ છે. પરંતુ તેમ છતાં પણ તમે જો કોઈ એવા ખાસ પ્રયાસો હાથ ધર્યા હોય, પ્રયોગ કર્યા હોય, પોતાના ગામને બચાવ્યું હોય, જો મને લખીને મોકલશો તો મને ખૂબ સારું લાગશે.
આપ સૌ આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગામડાઓમાં જીવનને સુરક્ષિત અને સરળ બનાવવામાં નેતૃત્વ કરી રહ્યા છો, જવાબદારી નિભાવી રહ્યા છો. આપણે બધાએ સાંભળ્યું છે, નાનપણની સાંભળતા આવ્યા છીએ. મહાત્મા ગાંધી એક વાત વારે ઘડીએ કહેતા હતા, મહાત્મા ગાંધી કહ્યા કરતા હતા કે- “મારા સ્વરાજની કલ્પનાનો આધાર ગ્રામ સ્વરાજ જ છે.”
એટલા માટે ગ્રામ પંચાયતો આપણી લોકશાહીની એકત્રિત શક્તિનું કેન્દ્ર છે. આપણી લોકશાહી એકતાનું આ સૌથી મોટું શક્તિશાળી કેન્દ્ર છે. અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે- “સંઘમૂલમ મહાબલમ” એટલે કે મોટામાં મોટી શક્તિનું કેન્દ્ર, સંગઠન અથવા એકતામાં જ રહેલું હોય છે.
અને એટલા માટે આજની પરિસ્થિતિમાં દેશને આગળ લઇ જવાની શરૂઆત, દેશને આત્મનિર્ભર કરવાની શરૂઆત, ગામની સામુહિક શક્તિ દ્વારા જ થશે, તમારા બધાની એકતા વડે જ શક્ય થઇ શકશે.
આ પ્રયાસોની વચ્ચે આપણે એ પણ યાદ રાખવાનું છે કે કોઈ એક પણ બેદરકારી આખા ગામને જોખમમાં નાખી શકે છે. એટલા માટે જરાપણ કચાશ રાખવાની ક્યાંય જગ્યા નથી.
ગામમાં સેનિટાઈઝેશનનું અભિયાન હોય, શહેરોમાંથી આવનારા લોકોની અંતે આટલા ઓછા સમયમાં ક્વોરન્ટાઇન કેન્દ્રો બનાવવાનું કામ હોય, દરેક વ્યક્તિની ખાણીપીણીની અને જરૂરિયાતોની ચિંતા હોય અથવા તો પછી સામાન્ય લોકોને જાગૃત કરવાનું કામ હોય, આ કામ આપણે સતત, અટક્યા વિના, થાક્યા વિના કરતા રહેવાનું છે.
અને જેમ કે ઇકબાલજીએ હમણાં જણાવ્યું હતું, જમ્મુ કાશ્મીરના આપણા સાથીએ કે આદર પણ કરો અને શંકા પણ કરો. હું સમજુ છું કે ગામમાં વડીલો, દિવ્યાંગ કે પછી બીમાર લોકો સુધી સૌથી પહેલી પહોંચ, તેમને કંઈ પણ તકલીફ આવે તો સૌથી પહેલા તમારી અપસે આવશે, એટલા માટે પહેલું સમાધાન પણ ગામના પંચ અને ગામના પ્રધાનની પાસે જ હોવું જોઈએ.
આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે શારીરિક અંતર, બે ગજનું અંતર, તે મંત્ર ભૂલવાનો નથી. ગામે ગામ, ઘરે ઘરમાં, ગલીએ ગલીએ બે ગજનું અંતર- આ શારીરિક અંતર, સાથે સાથે જ મોઢાને ઢાંકેલું રાખો, જરૂરી નથી કે મોટા મોંઘા જ હોય, આવો ગમછો પણ ચાલી જાય છે, પરંતુ તે સતત હોવો જોઈએ, અથવા માસ્ક વડે ઢાંકીને રાખવો, હાથોને વારે વારે સાફ સુફ કરવાની વાત હોય, આવનારા દિવસોમાં પણ આપણી માટે આ બીમારીથી બચવાનો આ જ મોટો રસ્તો છે, આ જ એક ઈલાજ છે.
આપણે સંરક્ષણ અને સ્વચ્છતા ઉપર વધુ ભાર એટલા માટે પણ મુકવો જોઈએ કારણ કે ગરમી અને વરસાદની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓનું પણ જોખમ વધી જતું હોય છે. અને આપણા વરસાદના દિવસો આવવાની શરૂઆત થવાની છે હવે. આ વખતે કોરોના બીમારીએ આ જોખમની માટે વધારે ચિંતાનો વિષય બનાવી દીધો છે. એટલા માટે આપણે ખૂબ સાવચેત રહીને આપણા ગામને બચાવવાનું છે.
સાથીઓ, આપણો ભૂતકાળનો અનુભવ જણાવે છે કે બીમારીઓ અને તેમના ઈલાજ વિષે ખોટી માહિતીઓના કારણે આપણને બીમારીને અટકાવવામાં ઘણી મુશ્કેલી આવે છે, ઘણો સમય લાગી જાય છે. આ વખતે આપણે તેવું નથી થવા દેવાનું. આપણે દરેક પ્રકારની ભ્રમણાઓથી લોકોને બહાર કાઢવાના છે.
દરેક પરિવાર સુધી સાચી જાણકારી- પછી તે બચાવને લઈને હોય કે પછી તેના ઈલાજની માટે હોય, તે જણકારી પહોંચવી જ જોઈએ. તેની માટે તમે નાની નાની ટોળીઓ બનાવીને, અને મેં સાંભળ્યું, કેટલાય સરપંચોએ કહ્યું કે તેમણે ગામડાઓમાં નાની નાની ટોળીઓ બનાવી દીધી જુદી જુદી, કામની માટે લોકોને સંગઠિત કરી દીધા છે, ટોળીઓ બનાવીને જાગૃતતા અભિયાનને ઝડપી કરી શકીએ છીએ. આશા છે, ANM છે, આંગણવાડી કાર્યકર્તાઓની સાથે આપણે ત્યાં સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, તેમની બહેનો છે, યુવા મંડળો છે, પૂર્વ સૈનિકો છે, અન્ય સંગઠનોમાંથી પણ કેટલાક લોકો આવ્યા છે, ધાર્મિક, સામાજિક, સંસ્કૃતિક, આ સંગઠનો પણ છે. દરેક વ્યક્તિની મદદ લેવી જોઈએ. દરેક વ્યક્તિને જોડવા જોઈએ.
સાથીઓ, હું સોશ્યલ મીડિયા પર જોઈ રહ્યો હતો, ખાણીપીણીને લઈને પણ કેટલાક લોકો જુદા જુદા પ્રકારની વાતો કરે છે. તેનાથી પણ બધી જ અફવાઓ ઉડ્યા કરે છે, જેનાથી આપણે સચેત રહેવાનું છે. આપણે જે પણ ખાઈએ તે ખૂબ ધોઈને અને ખૂબ રાંધીને ખાઈએ, તે વાતને આપણે ગામડે ગામમાં કહેવાની છે. અને હા, ગામમાં કેટલીક સારી પરંપરાઓ પણ હોય છે, જેને આપણે વધુ પ્રોત્સાહિત કરવાની છે.
જેમ કે આપણે ત્યાં આયુર્વેદિક ઉકાળો પીવાની પ્રથા છે, અનેક રીતના મસાલાનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેની સાથે સાથે જો આપણે નિયમિત રીતે યોગ પ્રાણાયામ કરીએ તો નિશ્ચિતપણે આપણને લાભ પ્રાપ્ત થશે જ. તે કોઈ બીમારીનો ઈલાજ નથી પરંતુ તે આપણા શરીરને બીમારીથી લડવા માટેની શક્તિ આપે છે, સક્ષમ જરૂરથી બનાવે છે. આયુષ મંત્રાલયની તરફથી તેની સાથે જોડાયેલ કેટલીક માર્ગદર્શિકાઓ પણ જાહેર કરવામાં આવી છે. અને હું ઈચ્છીશ કે બધા જ પ્રધાનો આયુષ મંત્રાલયની વેબસાઈટ પર જાય, તેમાં બધી જ વસ્તુઓ આપેલી છે. તમારા ગામમાં તેનો ઉપયોગ કરો.
એક બીજી વાત જેની ઉપર તમારે બધાએ ખૂબ જ ધ્યાન આપવાનું છે, તે છે આરોગ્ય સેતુ મોબાઇલ એપ. મે હમણાં એક ટીવીની અંદર એક કોઈ કલાકારને જોયો હતો, તેણે આ આરોગ્ય સેતુ મોબાઇલ એપને બોડીગાર્ડકહી છે. આ મોબાઇલ એપ કોરોના સામેની લડાઈની માટે ખૂબ ઉપયોગી છે.
આ એપ તમારા મોબાઇલમાં રહેશે તો તમને ખબર પડી જશે કે તમારા ગામમાં, સામેવાળો કોઈ એવા વિસ્તારમાંથી તો નથી આવ્યો ને કે જે કોરોનાથી અસરગ્રસ્ત રહ્યો હોય. તમારી પોતાની સુરક્ષા માટે, તમારા ગામની સુરક્ષા અંતે, તમારા આસપાસના લોકોની સુરક્ષા માટે તમે જો આ આરોગ્ય સેતુ એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરો, આખા ગામની પાસે કરાવડાવો, તો તે લાંબા સમય સુધી તમારા બોડીગાર્ડનું કામ કરશે.
હું દેશના તમામ પંચાયત પ્રતિનિધિઓને આગ્રહ કરીશ કે તમે સૌ તમારા ગામના પ્રત્યેક સભ્યના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરાવડાવવાનું કાર્ય કરો. આ એક રીતે આપણી સુરક્ષાનો સેતુ છે.
સાથીઓ, દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં રહેનારા ભાઈઓ અને બહેનોના સ્વાસ્થ્ય, અમારી સરકારની સૌથી મોટી પ્રાથમિકતાઓમાંથી એક રહી છે. તમારી એક એક જરૂરિયાતને સમજીને સરકાર સતત કામ કરી રહી છે.
પહેલા રસીકરણને લઈને આટલી તકલીફો આવતી હતી. અમારી સરકારે માત્ર રસીની સંખ્યા જ નથી વધારી પરંતુ દૂર સુદૂરના વિસ્તારોમાં પણ રસીકરણ અભિયાનને લઈને ગઈ છે. પહેલા સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોમાં કુપોષણની ખૂબ વધુ સમસ્યાઓ રહેતી હતી. અમે પીએમ માતૃ વંદના યોજનાના માધ્યમથી, સીધા મહિલાઓના બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવાના શરુ કર્યા જેથી કુપોષણની વિરુદ્ધ લડવામાં તેને મદદ મળી શકે.
પહેલા શૌચાલયોની શું સ્થિતિ રહેતી હતી, તે પણ તમને ખબર છે. શૌચાલય ના હોવાના કારણે કેટલી બીમારીઓ ફેલાતી હતી તે પણ તમે જાણો જ છો. અમે ખૂબ ગંભીરતાથી પ્રયાસો કરી રહ્યા છીએ કે ગામડાઓમાં ગરીબમાં ગરીબને પણ ઉત્તમ સ્વાસ્થ્ય સેવા મળી રહે તેની માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના પણ ગામડાના ગરીબોની માટે ઘણી મોટી રાહત બનીને આવી છે. તે અંતર્ગત અત્યાર સુધીમાં અ=લગભગ લગભગ એક કરોડ ગરીબ દર્દીઓને દવાખાનાઓમાં મફત ઈલાજ મળી ચુક્યો છે.
આ યોજનાએ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં દવાખાનાઓની અછત છે ત્યાં આગળ દવાખાનાઓના નિર્માણમાં પણ મદદ કરવામાં આવી છે. સરકાર દ્વારા પણ દેશભરના ગામડાઓમાં લગભગ દોઢ લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ કેન્દ્રોમાં અનેક ગંભીર બીમારીઓના પરીક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પહેલેથી કરવામાં આવી રહેલા આ પ્રયાસોએ, આપણા ગામડાઓને કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા નિભાવવા માટે તૈયાર કર્યા છે. મને વિશ્વાસ છે કે તમે બધા તમારા સામૂહિક પ્રયાસો વડે પોતાની એકતા દ્વારા, પોતાની સંકલ્પશક્તિના માધ્યમથી કોરોનાને જરૂરથી હરાવી શકશો.
એ જ વિશ્વાસની સાથે એક વાર ફરી આપ સૌ સાથીઓને પંચાયત રાજની આ મહત્વપૂર્ણ પંચાયતી રાજ દિવસની શુભકામનાઓ આપું છું. તમારા, તમારા પરિવારના લોકોની, તમારા ગામના નાગરિકોના વધુ સારા સ્વાસ્થ્ય માટે કામના કરું છું. અને ફરી એકવાર તમે સમય કાઢ્યો, તમારી પોતાની ઘણી બધી વાતો મને જણાવી છે, ઘણી બધી નવી જાણકારીઓ મળી, તમારા આત્મવિશ્વાસનો પણ મેં અનુભવ કર્યો.
હું ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું.
નમસ્કાર !!
GP/DS
(Release ID: 1618396)
Visitor Counter : 1473