કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

રોટરી ક્લબ ઓફ દિલ્હી હેરીટેજે PIBના સહયોગથી ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા 50,000 ફેસ માસ્ક પૂરા પાડ્યા


લૉકડાઉનના સમયમાં ઘરેથી સીવણકામ કરતી મહિલાઓએ ફેસ માસ્ક તૈયાર કર્યા

PIBના અગ્ર મહાનિદેશકે માસ્કનું વિતરણ કર્યું

Posted On: 25 APR 2020 3:55PM by PIB Ahmedabad

વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી કટોકટીની સ્થિતિમાં દેશના લોકોને રાહત સામગ્રી પૂરી પાડીને મદદ કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અનુરોધની પ્રતિક્રિયા આપતા રોટરી ક્લબ ઓફ દિલ્હી હેરિટેજ દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના સહયોગથી ફરી ઉપયોગમાં લઇ શકાય તેવા 50,000 ફેસ માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે.

રોટરી ઇન્ટરનેશનલ એક આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન છે જેનો ઉદ્દેશ્ય વ્યાવસાયિક અને પ્રોફેશનલ અગ્રણીઓને માનવસેવા માટે એકજૂથ કરવાનો અને સમગ્ર દુનિયામાં સદભાવના તેમજ શાંતિ સ્થાપવાનો છે. દેશવાસીઓને પૂરા પાડવામાં આવેલા ફેસ માસ્ક લૉકડાઉનના સમયમાં ઘરેથી સીવણકામ કરી રહેલી મહિલાઓએ તૈયાર કર્યા છે.

 

PIBના અગ્ર મહાનિદેશક શ્રી કુલદીપસિંહ ધતવાલિયાએ ફેસ માસ્કનું વિતરણ કર્યું હતું જ્યારે રોટરી ક્લબ ઓફ દિલ્હી હેરીટેજ વતી PIBના અધિક મહાનિદેશક શ્રી રાજીવ જૈન અને રોટરી હેરીટેજના પ્રમુખ શ્રી રાકેશ જૈને પ્રયાસોમાં સહયોગ આપ્યો હતો. આજે, માસ્કનો જથ્થો પાર્લામેન્ટ સ્ટ્રીટ, દિલ્હી પોલીસના DCP શ્રી આઇશ સિંઘલ અને રાષ્ટ્રીય મીડિયા કેન્દ્ર ખાતે કેન્દ્રીય ભંડારના CMD શ્રી મૂકેશ કુમારને સોંપવામાં આવ્યો હતો. અગાઉ PDG દ્વારા પણ મીડિયાના કર્મચારીઓમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

GP/DS



(Release ID: 1618196) Visitor Counter : 173