નાગરિક ઉડ્ડયન મંત્રાલય
22 એપ્રિલ 2020ના રોજ લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ મારફતે 35.78 ટન આવશ્યક અને તબીબી સામાનનું પરિવહન કરવામાં આવ્યું
પોસ્ટેડ ઓન:
23 APR 2020 7:20PM by PIB Ahmedabad
એર ઇન્ડિયા, ભારતીય વાયુ સેના અને વિસ્તારા દ્વારા 22 એપ્રિલ 2020ના રોજ લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ મારફતે 35.78 ટન આવશ્યક અને તબીબી સામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 339 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી છે. આમાંથી 204 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 587.57 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 3,37,639 કિલોમીટર હવાઇ અંતર કાપવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે.
પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુ વિસ્તારો અને પર્વતીય વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ વિસ્તારો માટે શરૂઆતથી જોડાણ કર્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 22 એપ્રિલ 2020 સુધીમાં 6537 કિમી અંતર કાપીને 1.90 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.
સ્થાનિક લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણની કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને HLL અને ICMRની અન્ય સામગ્રી તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની જરૂરિયાત અનુસાર સામાન અને પોસ્ટલ પેકેટ્સ સમાવવામાં આવે છે.
સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 22 એપ્રિલ 2020 દરમિયાન 495 કાર્ગો વિમાનો ઉડાડીને 7,46,219 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 3837 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 166 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 22 એપ્રિલ 2020 દરમિયાન 169 સ્થાનિક ઉડાન દ્વારા 1,68,396 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 2749 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 2 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હતી. ઇન્ડિગો દ્વારા 3થી 22 એપ્રિલ દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સહિત 35 કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 42,752 કિમીનું અંતર કાપીને 84 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામાન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.
એર ઇન્ડિયા દ્વારા 4 એપ્રિલથી અત્યાર સુધીમાં પૂર્વ એશિયામાંથી કુલ 348 ટન તબીબી માલસામાન લાવવામાં આવ્યો છે. ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને કોવિડ-19 સંબંધિત રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર બ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો અન્ય દેશોમાં વાયુ માર્ગે લઇ જવા માટે સમયપત્રક અનુસાર સમર્પિત કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરશે.
GP/DS
(રીલીઝ આઈડી: 1617655)
મુલાકાતી સંખ્યા : 296