શ્રમ અને રોજગાર મંત્રાલય

કોવિડ-19 નમૂના એકત્રિત કરવા માટેની સૌપ્રથમ મોબાઇલ BSL-૩ VDRL લેબ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી

Posted On: 23 APR 2020 6:46PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ દ્વારા આજે નવી દિલ્હી ખાતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશની સૌપ્રથમ કોવિડ-19 નમૂના એકત્રીકરણ મોબાઇલ લેબમોબાઇલ BSL- VRDL લેબરાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. પ્રસંગે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ કુમાર ગંગવાર, ગૃહ બાબતોના રાજ્યમંત્રી શ્રી જી કિશન રેડ્ડી, મ્યુનિસિપલ વહીવટ અને શહેરી વિકાસ, ઉદ્યોગો અને આઈટી એન્ડ સી, તેલંગાણા સરકાર શ્રી કે. ટી. રામા રાવ અને શ્રમ અને રોજગાર, ફેક્ટરીઝ મંત્રી, તેલંગાણા સરકાર, શ્રી ચમાકુરા મલ્લા રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેબ ESIC મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, સનથનગર (હૈદરાબાદ)ના સહયોગથી અને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR) તથા તેલંગાણા સરકારની જરૂરી પરવાનગી સાથે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા તૈયાર કરવામાં આવી છે.

પ્રસંગે બોલતા સંરક્ષણ મંત્રીએ બાયો સેફટી લેવલ 2 અને લેવલ ૩ને 15 દિવસના રેકોર્ડ ટાઈમમાં તૈયાર કરવા બદલ DRDO અને ESICના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સામાન્ય રીતે તેને તૈયાર થવામાં આશરે મહિનાનો સમય લાગે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ટેસ્ટીંગ સુવિધા એક દિવસમાં 1000થી વધુ પરીક્ષણો કરવાની ક્ષમતા ધરાવે છે અને કોવિડ-19 સામે લડવાની દેશની ક્ષમતામાં તે વધારો કરશે.

પ્રસંગે સંબોધન કરતા શ્રમ મંત્રી શ્રી સંતોષ ગંગવારે અત્યંત ટૂંકા ગાળામાં મોબાઇલ ટેસ્ટીંગ લેબ તૈયાર કરવા બદલ DRDO અને ESICને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે તે કોરોના વાયરસ સામેની આપણી લડાઈમાં ઘણી મહત્વની સાબિત થશે. શ્રી ગંગવારે કોવિડ-19 સામે લડવા માટે તેમના મંત્રાલય અંતર્ગતની સંસ્થા ESIC દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમને સંબોધન કરતા ગૃહ બાબતોના રાજ્યમંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ સુવિધા વિકસિત કરવા બદલ DRDOની વૈજ્ઞાનિકોની ટીમ અને ESIC મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, સનથનગર, હૈદરાબાદના ડોકટરોની સરાહના કરી હતી. લેબ 2 અઠવાડિયાના રેકોર્ડ ટાઈમમાં તૈયાર કરવામાં આવી છે જ્યારે સામાન્ય રીતે તેને તૈયાર થવામાં 6 મહિનાનો સમય લાગતો હોય છે.

મોબાઇલ BSL- VRDL લેબ વિષે

ESIC મેડીકલ અને હોસ્પિટલ, સનથનગર, હૈદરાબાદ ખાતે આવેલ કોવિડ-19 ટેસ્ટીંગ સેન્ટરમોબાઇલ BSL- VRDL લેબનામે ઓળખાતી નવી ઇનોવેટીવ મોબાઇલ ડાયગ્નોસ્ટીક અને રીસર્ચ સુવિધાનો ઉપયોગ કરશે. તે કોવિડ-19 માટે અને તેને લગતા અન્ય પરીક્ષણો તથા સંશોધનોના હેતુસર દેશમાં પ્રકારની સૌપ્રથમ સુવિધા છે.

મોબાઇલ BSL- VRDL લેબની ડીઝાઇન DRDOના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી છે જ્યારે લેબના સ્પેસીફીકેશન ESIC મેડીકલ કોલેજ અને હોસ્પિટલ,સનથનગર, હૈદરાબાદ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રોજેક્ટ DRDOના ત્રણ ઔદ્યોગિક ભાગીદારો દ્વારા મળીને તૈયાર કરવામાં અને અમલીકૃત કરવામાં આવ્યો છે.

DRDO દ્વારા તૈયાર કરવામાં આવેલ અને ESIC મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, સનથનગર, હૈદરાબાદ સાથે વહેંચવામાં આવેલ અન્ય ઇનોવેટીવ ટેકનોલોજીમાં નમૂના એકત્રીકરણ માટે COVSACK એકમનો, એરોસોલ બોક્સીસ અને એરોસોલાઈઝ્ડ સેનીટાઈઝર ડિસ્પેન્સર, પુનઃ ઉપયોગમાં લઇ શકાય તેવા PPE N-95ને સમકક્ષ તરીકે સ્નોર્કલ ફેસ માસ્ક અને ફેસ શિલ્ડ અને કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં હોસ્પિટલ દ્વારા ઉપયોગમાં લેવા માટે UV-C ડીસઇન્ફેકશન ચેમ્બરનો સમાવેશ થાય છે.

ESIC મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, સનથનગર, હૈદરાબાદ

ESIC મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, સનથનગર, હૈદરાબાદ 500 પથારીનું દવાખાનું છે. ઉપરાંત દવાખાનામાં 150 પથારીઓ સુપર સ્પેશ્યાલીટી ઈલાજો જેવા કે ઓન્કોલોજી, નેફ્રોલોજી, ન્યુરો સર્જરી, કાર્ડિયોલોજી, પીડીયાટ્રીક સર્જરી વગેરેમાં વપરાશ માટે પણ ઉપલબ્ધ છે જેથી કરીને ESICના લાભાર્થીઓ એક સ્થળ પર સારામાં સારો ઈલાજ મેળવી શકે.

કોવિડ-19 મહામારી વિરુદ્ધ લડવા માટે ESIC દ્વારા લેવામાં આવેલ અન્ય અનેક પગલાઓ

સંકટના સમયમાં સમગ્ર ભારતમાં 1861 આઈસોલેશન પથારીઓ સાથે 13 ESIC દવાખાનાઓને સંપૂર્ણ કોવિડ-19 સમર્પિત દવાખાનાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત દવાખાનાઓ ઉપરાંત સમગ્ર દેશમાં બાકી રહેલ મોટાભાગના ESIC દવાખાનાઓમાં આશરે 1011 આઈસોલેશન બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વધુમાં દવાખાનાઓમાં 197 વેન્ટીલેટર્સ સાથે કુલ 555 ICU/ HDU પથારીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અલવર (રાજસ્થાન), બીહતા પટના (બિહાર), ગુલબર્ગ (કર્ણાટક) અને કોરબા (છત્તીસગઢ) ખાતે 04 ESIC દવાખાનાઓમાં ક્વોરન્ટાઇન સુવિધાઓ (કુલ 1254 પથારીઓ) પણ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત, ESIC હોસ્પિટલ, ફરીદાબાદ (હરિયાણા) ખાતે કોવિડ-19 ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

GP/DS


(Release ID: 1617646) Visitor Counter : 204