માહિતી અને પ્રસારણ મંત્રાલય

ટેલિકોમ વિભાગ દ્વારા વિનામૂલ્યે ઇન્ટરનેટ આપવાની કોઇ જોગવાઇ નથી


પર્યટન મંત્રાલયે 15 ઓક્ટોબર સુધી હોટેલો બંધ રાખવાના નિર્દેશો આપ્યા નથી

Posted On: 22 APR 2020 9:10PM by PIB Ahmedabad

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ફેક્ટચેક એકમ દ્વારા આજે ટ્વીટના માધ્યમથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટેલિકોમ વિભાગ 3 મે 2020 સુધી વપરાશકર્તાઓને વિનામૂલ્યે ઇન્ટરનેટ સેવા આપવાની કોઇ યોજનામાં નથી. ફરતી થયેલી ખોટી માહિતીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકો ઘરમાં રહે તે માટે વિભાગ દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે ઇન્ટરનેટ આપવામાં આવશે અને તેઓ આપેલી લિંક પર ક્લિક કરીને તેનો લાભ ઉઠાવી શકે છે. PIB ફેક્ટચેક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દાવો ખોટો છે અને આવી કોઇપણ લિંક છેતરપિંડીના આશયથી છે.

https://twitter.com/PIBFactCheck/status/1252933594579824643?s=20

દરમિયાન, ગૃહ મંત્રાલય દ્વારા એવા મીડિયા અહેવાલો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં દાવો કર્યો હતો કે, જો કંપનીમાં કર્મચારીનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટીવ આવે તો કંપનીના ડાયરેક્ટર્સ અને વ્યવસ્થાપન સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે, દાવો ખોટો છે. ખરેખર તો માર્ગદર્શિકામાં એવું ટાંકવામાં આવ્યું છે કે, જો નોકરીદાતાની બેદરકારી કે અવગણના દેખાશે તો તેને દંડાત્મક કૃત્ય માનવામાં આવશે. PIB ફેક્ટચેકની સંદર્ભે ટ્વીટ અહીં આપેલી લિંક પર જોઇ શકાય છે.

https://twitter.com/PIB_India/status/1252861361777897472?s=20

સ્પષ્ટીકરણ સાથે ગૃહ મંત્રાલયના પ્રવક્તાની ટ્વીટ લિંક પરથી જોઇ શકાય છે

https://twitter.com/PIBHomeAffairs/status/1252897072526704640?s=20

અન્ય એક પ્રતિક્રિયામાં, PIB ફેક્ટચેક દ્વારા પોતાની અગાઉની સ્પષ્ટતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે, પર્યટન મંત્રાલયે કોરોના વાયરસ મહામારીના ઉપદ્રવના કારણે 15 ઓક્ટોબર 2020 સુધી હોટેલો બંધ રાખવાનો કોઇ આદેશ આપતો પત્ર બહાર પાડ્યો નથી.

https://twitter.com/PIBFactCheck/status/1252888187363442689?s=20

PIBના આસાના પ્રાદેશિક એકમે વિશે ટાંક્યું છે કે, ICMR મૂળ આસામી લોકોની રોગપ્રતિકારકતાનો અભ્યાસ કરવા બાબતે કોઇ ચિંતન કરી રહ્યું નથી. ટ્વીટ અન્ય એક ટ્વીટના તથ્યની ચકાસણીના જવાબમાં છે જેમાં એવો દાવો કર્યો હતો કે, મૂળ આસામી લોકો કોવિડ-19થી ચેપગ્રસ્ત થયા નથી કારણ કે, તેમની રોગપ્રતિકારકતા વધારે છે અને આના કારણે ICMR આવા લોકોના જનીનોનો અભ્યાસ કરશે.

https://twitter.com/PIB_Guwahati/status/1252932862971707392?s=20

 

પૃષ્ઠભૂમિ

સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોના પ્રસારને રોકવા માટે અને સર્વોચ્ચ ન્યાયાલયના અવલોકનના પગલે PIB સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓનું સત્ય બહાર લાવવા માટે તેનો પર્દાફાશ કરવા એક સમર્પિત યુનિટ તૈયાર કર્યું છે. “PIB Fact check” ટ્વીટર પર એક માન્યતા પ્રાપ્ત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ મેસેજ પર નજર રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીઓની વ્યાપક સમીક્ષા કરે છે. ઉપરાંત ટ્વીટર પર PIB ઇન્ડિયા હેન્ડલ અને સંખ્યાબંધ પ્રાદેશિક એકમો દ્વારા ટ્વીટર સમુદાયના હિતમાં #PIBFactcheck સાથે કોઇપણ માહિતી અથવા સત્તાવાર અને પ્રમાણભૂત સંસ્કરણ પોસ્ટ કરવામાં આવે છે.

કોઇપણ વ્યક્તિ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયો સહિત કોઇપણ સોશિયલ મીડિયા સંદેશની પ્રમાણભૂતતા તપાસવા માટે PIBFactCheckને મોકલી શકે છે. આવા સંદેશા https://factcheck.pib.gov.in/ લિંક પર અથવા +918799711259 વોટ્સએપ નંબર પર pibfactcheck[at]gmail[dot]com ઇમેલ પર મોકલી શકાય છે. આની વિગતો PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

GP/DS



(Release ID: 1617483) Visitor Counter : 118