વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 સામે લડવા, કુદરતી પ્રતિકારકતા વધારવા ભારતીય પહેલ


કોવિડ-19નો ફેલાવો રોકવા માટે અને કોવિડ-19 દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે શરીરની આંતરિક પ્રતિકારકતા વધારવા CSIRએ માન્યતા પ્રાપ્ત ઇમ્યુનોમોડ્યૂલેટર Sepsivac® વિકસાવવા/ફરી ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો

નવા તબીબી પરીક્ષણોને હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા માન્યતા આપવામાં આવે છે

રેન્ડમાઇઝ્ડ, ડબલ-બ્લાઇન્ડ, દ્વીભૂજ, નિયંત્રિત તબીબી પરીક્ષણો કરાશે

આ બંને તબીબી પરીક્ષણો કોવિડ-19થી ગંભીર રીતે પીડાતા દર્દીમાં મૃત્યુદર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા માટે જાહેર કરવામાં આવેલા પરીક્ષણ ઉપરાંત છે

Posted On: 23 APR 2020 3:18PM by PIB Ahmedabad

શરીરનું કુદરતી રોગ પ્રતિકારક તંત્ર (આંતરિક પ્રતિકારકતા) કોવિડ-19 અને અન્ય વાયરલ ચેપ સામે લડવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. કોવિડ-19 અને અન્ય વાયરસ ઓળખવા અને તેને દૂર કરવા માટે ઝડપી, સૌપ્રથમ અને કાર્યદક્ષ પ્રતિકારકતા પ્રતિભાવ છે. કોવિડ-19 અથવા અન્ય વાયરસના સંપર્કમાં આવતા મોટાભાગના લોકો પૂરતી આંતરિક પ્રતિકારકતાના કારણે બીમારીનો ભોગ નથી બનતા અથવા તો ખૂબ હળવી મર્યાદિત અસર થાય છે. માણસોના રોગપ્રતિકારક તંત્રમાં રહેલા મોક્રોફેગસ, NK કોષો જેવા કોષો પ્રકારની સુરક્ષા આપે છે. અત્યારે આખી દુનિયા કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રસી અને એન્ટી-વાયરલ એજન્ટ્સ તૈયાર કરવા માટે પ્રયાસો કરી રહી છે ત્યારે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) દ્વારા તેમના મુખ્ય ગણાતા ન્યૂ મિલેનિયમ ઇન્ડિયન ટેકનોલોજી લીડરશીપ ઇનિશિએટીવ (NMITLI) કાર્યક્રમ મારફતે માન્યતા પ્રાપ્ત ઇમ્યુનોમોડ્યૂલર Sepsivac®, વિકસાવવા/ ફરી ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો છે જેથી કોવિડ-19નો ફેલાવો સિમિત કરવા માટે અને કોવિડ-19થી પીડાતા દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે તેમના શરીરની આંતરિક પ્રતિકારકતામાં વધારો કરી શકાય.

Sepsivac® થી અપેક્ષાઓ છે--

1. કોવિડ-19 દર્દીના ખૂબ નજીકના સંપર્કમાં આવતી વ્યક્તિઓ અને આરોગ્ય સંભાળ સ્ટાફની આંતરિક પ્રતિક્રિયા વધારીને તેમને સુરક્ષા આપવી અને તે પ્રકારે તેમને બીમારીનો ભોગ બનતા અટકાવવા.

2. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અંતિ ગંભીર કોવિડ-19ના દર્દીઓ ઝડપથી સાજા થાય. તેનાથી જે દર્દીઓને ICU વ્યવસ્થાપનમાં રાખવાની જરૂર હોય તેવા દર્દીઓમાં બીમારીને આગળ વધતી રોકી શકાશે.

બંને તબીબી પરીક્ષણોને હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા માન્યતા આપવામાં આવી છે. બંને રેન્ડમાઇઝ્ડ, ડબલ-બ્લાઇન્ડ, દ્વીભૂજ, નિયંત્રિત તબીબી પરીક્ષણ હશે. બંને તબીબી પરીક્ષણો કોવિડ-19થી ગંભીર રીતે પીડાતા દર્દીમાં મૃત્યુદર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા માટે જાહેર કરવામાં આવેલા પરીક્ષણ ઉપરાંત છે.

Sepsivac® માં ઉષ્માથી નાશ કરવામાં આવેલા માયકોબેક્ટેરિયમ W (Mw) હોય છે. દર્દીઓમાં અત્યંત સલામત હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઉપયોગ સાથે સંકલાયેલી કોઇ આડઅસર નથી. Sepsivac®ને CSIRના NMITLI કાર્યક્રમ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે અને અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

 

GP/DS



(Release ID: 1617478) Visitor Counter : 239