નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજઃ અત્યાર સુધીની પ્રગતિ

Posted On: 23 APR 2020 12:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 26 માર્ચ, 2020નાં રોજ કોવિડ 19ને કારણે લોકડાઉનની અસરથી ગરીબોને બચાવવા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (પીએમજીકેપી) અંતર્ગત 22 એપ્રિલ, 2020 સુધી ડિજિટલ પેમેન્ટ માળખાનો ઉપયોગ કરીને 33 કરોડથી વધારે ગરીબોને રૂ. 31,235 કરોડની સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.

પીએમજીકેપીના ભાગરૂપે સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો અને ખેડૂતોને નિઃશુલ્ક ખાદ્યન્ન અને રોકડ ચુકવણીની જાહેરાત કરી હતી. પેકેજનો ઝડપી અમલ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત નજર રાખવામાં આવે છે. નાણાં મંત્રાલય, સંબંધિત મંત્રાલયો, મંત્રીમંડળીય સચિવાલય અને પીએમઓ સુનિશ્ચિત કરવામાં કોઈ કચાશ રાખતા નથી કે, રાહતના પગલાં ઝડપથી જરૂરિયાતમંદ સુધી પહોંચે અને લોકડાઉનનો આશય પાર પડે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 22 એપ્રિલ, 2020 સુધી લાભાર્થીઓને નીચેની નાણાકીય રાહત (રોકડ રકમ) પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

                                               22/04/2020 સુધી નાણાકીય સહાયનું સીધું હસ્તાંતરણ

 

 યોજના

લાભાર્થીઓની સંખ્યાની

હસ્તાંતરિત થયેલી રકમ

પીએમજેડીવાય મહિલા ખાતાધારકોને સાથસહકાર

20.05 કરોડ (98%)

10,025 કરોડ

એનએસએપી (વયોવૃદ્ધ વિધવાઓ, દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિકો)ને સાથસહકાર

2.82 કરોડ (100%)

  1405 કરોડ

પીએમ-કિસાન હેઠળ ખેડૂતોને આગોતરી ચુકવણી

8 કરોડ (8 કરોડમાંથી)

16,146 કરોડ

બિલ્ડિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન કામદારોને સહાય

2.17 કરોડ

   3497 કરોડ

ઇપીએફઓનું 24% પ્રદાન

0.10 કરોડ

162 કરોડ

કુલ

33.14 કરોડ

31,235 કરોડ

 

ફિન્ટેક અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ લાભાર્થીઓને ઝડપી અને કાર્યદક્ષ હસ્તાંતરણ માટે  થઈ રહ્યો છે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી) એટલે કે એવું હસ્તાંતરણ જેમાં લાભાર્થીના ખાતામાં રકમ સીધી જમા થાય એવું સુનિશ્ચિત થાય છે, જેનાથી ભ્રષ્ટાચાર દૂર થાય છે અને સંવર્ધિત કાર્યદક્ષતાનો ઉપયોગ થાય છે. એનાથી શાખાની પ્રત્યક્ષ મુલાકાત લીધા વિના લાભાર્થીના ખાતામાં સીધી રકમ જમા થાય છે.

પીએમજીકેપીના અન્ય ઘટકોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિ નીચે મુજબ છે:

 

i.    પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના:-

      અત્યાર સુધી એપ્રિલ માટે 40 લાખ એમટી ખાદ્યાન્નમાંથી 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ 40.03 લાખ એમટી ઉઠાવ્યું છે. એપ્રિલ, 2020ની લાયકાત મુજબ, 1.19 કરોડ રેશન કાર્ડ દ્વારા 39.27 કરોડ લાભાર્થીઓને આવરી લેતા 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 19.63 લાખ એમટીનું વિતરણ થયું છે.

      વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 1,09,227 એમટી કઠોળ/દાળ મોકલવામાં આવી છે.

 ii.    પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નિઃશુલ્ક ગેસ સીલિન્ડર:-

      પીએમયુવાય હેઠળ અત્યાર સુધી કુલ 3.05 કરોડ સીલિન્ડર્સનું બુકિંગ થયું છે અને 2.66 કરોડ પીએમયુવાય ફ્રી સીલિન્ડર્સ લાભાર્થીઓને આપવામાં આવ્યાં છે.

 iii.    ઇપીએફઓના સભ્યોને બાકી નીકળતી 75 ટકા રકમ કે 3 મહિનાના વેતન, બેમાંથી જે ઓછું હોય રકમની નોન-રિફંડેબલ ચુકવણી:-

           ઇપીએફઓનો 6.06 લાખ સભ્યોએ અત્યાર સુધી રૂ. 1954 કરોડના ઓનલાઇન ઉપાડનો લાભ લીધો છે.

iv.    3 મહિના માટે ઇપીએફ પ્રદાન; જે કંપનીમાં 100 સુધી કર્મચારીઓ હોય એમાં દર મહિને રૂ. 15000ની ઓછો પગાર મેળવતા ઇપીએફઓના સભ્યોને પ્રદાન સ્વરૂપે 24 ટકા વેતનની ચુકવણી.

      એપ્રિલ, 2020ના  મહિના માટે ઇપીએફઓએ રૂ. 1,000 કરોડની ચુકવણી કરી છે. 78.74 લાખ લાભાર્થીઓ અને સંબંધિત સંસ્થાઓને જાણકારી આપવામાં આવી છે. યોજનાના અમલીકરણની જાહેરાત થઈ ગઈ છે. વેબસાઇટ પર એફએક્યુ (અવારનવાર પૂછાતાં પ્રશ્રો) વેબસાઇટ પર મૂકવામાં આવ્યાં છે.

      અત્યાર સુધી કુલ 10.6 લાખ કર્મચારીઓને ફાયદો થયો છે અને 68,775 સંસ્થાઓમાં કુલ રૂ. 162.11 કરોડ હસ્તાંતરિત થયા છે.

v.    મનરેગા:-

          01-04-2020ના રોજ સંવર્ધિત દરની અધિસૂચના બહાર પાડવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 1.27 કરોડ વ્યક્તિના માનવદિવસનું કાર્ય જનરેટ થયું હતું. ઉપરાંત રૂ. 7300 કરોડ રાજ્યોને બાકી નીકળતું વેતન અને સામગ્રીનો ખર્ચ ચુકવવા માટે આપવામાં આવ્યાં હતા.

        vi.    સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સારવાર કેન્દ્રોમાં હેલ્થ વર્કર્સ માટે વીમાયોજના :-

      ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ દ્વારા કાર્યરત યોજનામાં 22.12 લાખ હેલ્થ વર્કર્સને વીમાકવચ પૂરું પાડવામાં આવ્યું છે.

vii.    ખેડૂતોને સહાય :-

      પીએમ-કિસાનના પ્રથમ હપ્તાની ચુકવણી સ્વરૂપે કુલ રૂ. 16,146 કરોડની ચુકવણી થઈ છે. યોજના અંતર્ગત તમામ 8 કરોડમાંથી ઓળખ કરાયેલા 8 કરોડ લાભાર્થીઓના ખાતામાં રૂ. 2,000 કરોડ સીધા જમા કરવામાં આવ્યાં છે.  

viii.   પીએમજેડીવાય મહિલા ખાતાધારકોને સહાય:-

      ભારતમાં મોટી સંખ્યામાં કુટુંબોનું સંચાલન મહિલાઓ દ્વારા થાય છે એટલે પેકેજ અંતર્ગત 20.05 કરોડ મહિલા જન ધન ખાતાધારકોમાં દરેક મહિલા લાભાર્થીને રૂ. 500 આપવામાં આવ્યાં છે. 22 એપ્રિલ, 2020 સુધી કુલ રૂ. 10,025 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

ix.    વયોવૃદ્ધ લોકો, વિધવાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને સહાય:-

      નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (એનએસએપી) અંતર્ગત આશરે 2.82 કરોડ વયોવૃદ્ધ લોકો, વિધવાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને આશરે રૂ. 1,405 કરોડની વહેંચણી થઈ હતી. દરેક લાભાર્થીને યોજના અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે રૂ. 500ની સહાય મળી હતી. આગામી મહિના દરમિયાન રૂ. 500નો વધુ એક હપ્તો ચુકવવામાં આવશે.

x.       બિલ્ડિંગ અને અન્ય કન્સ્ટ્રક્શન કામદારોને સહાય:-

      રાજ્ય સરકારો દ્વારા સંચાલિત બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન કામદારોના ફંડ પાસેથી 2.17 કરોડ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન કામદારોને નાણાકીય ટેકો મળ્યો છે. ફંડ અંતર્ગત લાભાર્થીઓને રૂ. 3,497 કરોડ આપ્યાં છે.  

 

GP/DS



(Release ID: 1617472) Visitor Counter : 1038