વિદ્યુત મંત્રાલય

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન મ્યુનિસિપલ હદની બહાર આરોગ્ય પ્રોટોકોલનું ધ્યાન રાખીને ઉર્જા પરિયોજનાઓમાં બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાની સલાહ આપી

Posted On: 23 APR 2020 2:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન મ્યુનિસિપલ હદની બહાર 15.04.2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરીને ઉર્જા પરિયોજનાઓમાં બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાની સલાહ આપી છે. કોવિડ-19ને ખતમ કરવા માટે નિર્ધારિત જરૂરી આરોગ્ય પ્રોટોકોલનું ધ્યાન રાખીને પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય છે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ, પોલીસ સત્તાધીશો, મ્યુનિસિપલ સંગઠનોને મંત્રાલય દ્વારા 20.04.2020ના રોજ બહાર પાડવામાં આવેલા સંદેશાવ્યવહારમાં મંત્રાલયે જણાવ્યું છે કે, 15.04.2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નંબર. 40-3/2020- DM-I(A) માર્ગદર્શિકાના પરિચ્છેદ 16(i) અનુસાર ગ્રામીણ વિસ્તારો એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીની હદની બહારના વિસ્તારોમાં તમામ પ્રકારની ઔદ્યોગિક પરિયોજનાઓમાં બાંધકામ પ્રવૃત્તિઓને 20 એપ્રિલ 2020ના રોજથી મંજૂરી આપવામાં આવે છે. શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)ની હદ બહાર આવતી ઉષ્મા/જળ વિદ્યુત ઉત્પાદન પરિયોજનાઓમાં હાલમાં ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિઓ માટે પણ મુક્તિ લાગુ પડે છે.

મંત્રાલયે એવી પણ વિનંતી કરી છે કે, ગૃહ મંત્રાલયના 15.04.2020ના રોજના આદેશ નંબર 40-3/2020-DM-I(A)ના પરિચ્છેદ 12 (vi) અનુસાર નિર્માણાધીન ઉર્જા પરિયોજનાઓ માટે બાંધકામની સામગ્રી, ઉપકરણો, સ્પેરપાર્ટ્સ અને વપરાશ યોગ્ય ચીજો વગેરેની રાજ્યની અંદર અને વિવિધ રાજ્યો વચ્ચે હેરફેરની પણ મંજૂરી આપવામાં આવે.

અહીં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, પરિયોજનાઓ પર ફરી કામ શરૂ કરવામાં સામાજિક અંતર માટે નિર્ધારિત તમામ આવશ્યક તકેદારીઓને માપદંડો તેમજ ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સમય સમયે કોવિડ-19ના સંદર્ભમાં બહાર પાડવામાં આવતી તમામ માર્ગદર્શિકાઓનું સુસ્ત પાલન થવું જરૂરી છે.

ઉર્જા મંત્રીએ ઉર્જા CPSUના તમામ CMD અને IIP અને UMPPને કોવિડ-19થી તેમના કર્મચારીઓ તેમજ બાંધકામની પ્રવૃત્તિઓમાં નિયુક્ત કરવામાં આવેલા કામદારોની સલામતી અને સુરક્ષા માટે જરૂરી સુરક્ષાત્મક પગલાં/ ઉપકરણો/ સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સૂચના આપી છે.

સંદેશાવ્યવહારમાં મુખ્ય સચિવો (તમામ રાજ્ય)ને રાજ્ય ઉત્પાદન કંપનીઓ/સ્વતંત્ર ઉર્જા ઉત્પાદકો (IPP)ના સંદર્ભમાં આવા તમામ પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

 

GP/DS


(Release ID: 1617460) Visitor Counter : 260