ગૃહ મંત્રાલય
કોવિડ-19 સામે લડવા માટે સરકારે વધારાની કૃષિ અને વન સંબંધિત ચીજો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દુકાનો અને ઇલેક્ટ્રિક પંખાની દુકાનોને લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી
ગૃહ મંત્રાલયે ભારતીય દરિયાખેડૂઓ માટે ભારતીય બંદરો પર અને તેમની હિલચાલ દરમિયાન અનુપાલન માટે સાઇન-ઇન/ સાઇન-ઓફ SOP બહાર પાડ્યા
प्रविष्टि तिथि:
21 APR 2020 10:54PM by PIB Ahmedabad
કોવિડ-19 સામે લડવા માટે અમલમાં મુકવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા સંબંધે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ આદેશ આપવામાં આવ્યો છે જે આ લિંક પર ઉપબલ્ધ છે:
(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf)
ઉપરોક્ત ઉલ્લેખિત એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા અનુસાર સરકારે, વધારાની કૃષિ અને વન સંબંધિત ચીજો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દુકાનો અને ઇલેક્ટ્રિક પંખાની દુકાનોને કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. વધુમાં, ગૃહ મંત્રાલયે ભારતીય દરિયાખેડૂઓ માટે ભારતીય બંદરો અને તેમની હિલચાલ દરમિયાન અનુપાલન માટે સાઇન-ઇન/ સાઇન-ઓફ SOP પણ બહાર પાડ્યા છે.
ઉપરોક્ત ઉલ્લેખિત ચીજો માટેની રાહત હોટસ્પોટ/ ચેપગ્રસ્ત ઝોન માટે લાગુ પડતી નથી. આવા ઝોનમાં આવી કોઇપણ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવી નથી.
સત્તાવાર દસ્તાવેજ જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(रिलीज़ आईडी: 1617116)
आगंतुक पटल : 343