આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

કોવિડ-19 મહામારી દરમિયાન સ્ટાફની સુરક્ષા કરવા માટે નોર્થ DMC દ્વારા વ્યાપક પગલાઓ લેવામાં આવ્યા


સ્ટાફને PPE કીટ્સ પૂરી પાડવા માટે પ્રત્યેક કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર ડોકીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા

Posted On: 22 APR 2020 11:46AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીની સંકટની ક્ષણોમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ DMC) દ્વારા તેના સ્ટાફના સભ્યોની સંપૂર્ણ સુરક્ષા અને શક્ય તમામ સુરક્ષાની ખાતરી કરવા માટે અનેક વ્યાપક પગલાઓ લેવામાં આવ્યા છે. પગલાઓ સમગ્ર શહેરમાં બનાવવામાં આવેલ કન્ટેઈન્મેન્ટ ઝોનને સેવા પૂરી પાડવાના સંદર્ભમાં લેવામાં આવ્યા છે.

નોર્થ DMC દ્વારા પ્રત્યેક કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર એક ડોકીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. દરેક સ્ટાફનો સભ્ય પછી તે સફાઈ વિભાગનો હોય, એન્જીનીયરીંગ, જાહેર આરોગ્ય વિભાગનો કે પછી બીજા ગમે તે વિભાગનો હોય તે પોતાની ફરજ ડોકીંગ સ્ટેશનોથી શરુ કરે છે. તેઓ અહીં નોંધણી કરાવે છે અને તેમને જરૂરી PPE કીટ્સ પૂરી પાડવામાં આવે છે.

આગળ જતા બાબતની પણ ખાતરી કરવામાં આવે છે કે સ્ટાફનો સભ્ય કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સંપૂર્ણ સુરક્ષા સાથે પ્રવેશ કરે. તેમનું કાર્ય પૂર્ણ થઇ ગયા બાદ તેઓ ફરી ડોકીંગ સ્ટેશનમાં નોંધણી કરાવે છે કે જ્યાં સુરક્ષાત્મક ગીયર સાવચેતી સાથે છોડી દેવામાં આવે છે અને સ્ટાફનો સભ્ય પાછો પોતાના ઘરે જાય તે પહેલા સંપૂર્ણ રીતે પોતાની જાતને સેનીટાઈઝ કરે છે જેથી કરીને તે પોતાની સાથે કોઈ ચેપ પોતાના ઘરે લઇને ના જાય.

સ્ટાફના સભ્યોને તેમની ફરજ પૂર્ણ થયા બાદ અલગ સુવિધા તરીકે ભોજન પૂરું પાડવામાં આવે છે કારણ કે કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર ખાવાની પરવાનગી આપવામાં આવતી નથી. તમામ સુવિધાઓમાં સામાજિક અંતર જાળવવાના બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. સ્ટાફના સભ્યોને સુરક્ષાત્મક ગીયર કઈ રીતે પહેરવા અને કઈ રીતે સાવચેતીથી તેમનો નિકાલ કરવો તે વિષે બરાબર તાલીમ પણ પૂરી પાડવામાં આવે છે.

 

GP/DS



(Release ID: 1617092) Visitor Counter : 228