સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 મામલે લોકોને જોડવા માટે ‘કોવિડ ઇન્ડિયા સેવા’ નામનું ઇન્ટરએક્ટિવ પ્લેટફોર્મ શરૂ કર્યું

Posted On: 21 APR 2020 3:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ ઇન્ડિયા સેવા નામનું એક ઇન્ટરએક્ટિવ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. મહામારીના સમયમાં લાખો ભારતીયો સાથે સીધા સંપર્ક અને સંદેશાવ્યવહારની પ્રત્યક્ષ સંપર્ક ચેનલ છે. ખાસ કરીને હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી જેવી કટોકટીપૂર્ણ સ્થિતિમાં વાસ્તવિક સમયમાં અને ઝડપથી તેમજ મોટી સંખ્યા લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં પારદર્શક -ગવર્નન્સ સ્થાપવાના ઉદ્દેશ્યથી પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આના દ્વારા, લોકો @CovidIndiaSeva પર પોતાના પ્રશ્નો મૂકી શકે છે અને લગભગ વાસ્તવિક સમયમાં તેમને પ્રતિભાવ આપવામાં આવશે. @CovidIndiaSeva એક એવા ડેશબોર્ડ તરીકે કામ કરે છે જેમાં બેકએન્ડમાં મોટી સંખ્યામાં ટ્વીટ્સની પ્રક્રિયા કરવામાં મદદ મળે છે, તેને ઉકેલી શકાય તેવી ટિકિટ્સમાં રૂપાંતરિત કરી શકાય છે અને વાસ્તવિક સમયમાં ઉકેલ લાવવા માટે સંબંધિત સત્તાધીશોને તે ફાળવી શકાય છે.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ટ્વીટ સાથે સમર્પિત એકાઉન્ટ @CovidIndiaSeva ની જાહેરાત કરી હતી.

 

વાસ્તવિક સમયમાં નાગરિકોના પ્રશ્નોનો પ્રતિભાવ આપવા માટે @CovidIndiaSeva નો પ્રારંભ કરી રહ્યાં છીએ!

 

તાલીમબદ્ધ નિષ્ણાતો મોટાપાયે જાહેર આરોગ્યની પ્રમાણભૂત માહિતી શેર કરશે, જેનાથી નાગરિકો સાથે સંદેશાવ્યહારની એક પ્રત્યક્ષ ચેનલ સ્થાપિત કરવામાં મદદ મળશે.

@PMOIndia @TwitterIndia @PIB_India @MoHFW_India

 

સેવાની જાહેરાત અંગે ટિપ્પણી કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “સમયની સાથે સાથે, ટ્વીટર સરકાર અને નાગરિકોને વાર્તાલાપ કરવા અને ખાસ કરીને જરૂરિયાતના સમયમાં માહિતીનું આદાનપ્રદાન કરવા માટે આવશ્યક સેવા સાબિત થઇ છે. સામાજિક અંતર સાથે #IndiaFightsCorona ત્યારે, ટ્વીટર સેવા ઉકેલ અપનાવીને એક નક્કર ઑનલાઇન પ્રયાસ તૈયાર કરતા અમને ઘણી ખુશી થાય છે. અમારી તરફથી નિષ્ણાતોની ટીમ દ્વારા તેનું સંચાલન થઇ રહ્યું છે જેઓ તાલીમબદ્ધ છે અને દરેક પ્રશ્નનો અનન્ય રીતે તેમજ મોટાપાયે પ્રતિભાવ આપવા માટે સજ્જ છે. આનાથી અમે ભારતના નાગરિકો સાથે સીધા સંપર્કની ચેનલ સ્થાપી શકીશું, તેમની સાથે વાસ્તવિક સમયમાં જોડાઇને પ્રમાણભૂત આરોગ્ય અને સાર્વજનિક માહિતી આપી શકીશું.”

 

દરેક વ્યક્તિને સ્થાનિક અથવા રાષ્ટ્રીય સ્તર સમર્પિત એકાઉન્ટનો ઍક્સેસ મળશે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે તાજેતરના અપડેટ્સ મેળવવા હોય, આરોગ્ય સંભાળ સેવાઓના ઍક્સેસ અંગે જાણવું હોય અથવા કોઇ વ્યક્તિને કદાચ લક્ષણો દેખાતા હોય પરંતુ ક્યાંથી મદદ મેળવવી તે ખબર હોય તેમના માટે માર્ગદર્શન જોઇતુ હોય તો, @CovidIndiaSeva ની મદદથી લોકો સંબંધિત સત્તાધીશો સુધી પહોંચી શકશે. લોકોને @CovidIndiaSeva પર તેમના પ્રશ્નોના જવાબ મળી શકે છે.

 

પ્રતિભાવો પારદર્શક અને સાર્વજનિક હોવાથી, તમામ સામાન્ય પ્રશ્નો માટે આપેલા પ્રતિભાવોનો દરેક વ્યક્તિ લાભ ઉઠાવી શકે છે. અહીં નોંધનીય છે કે, મંત્રાલય દ્વારા વ્યાપક પરીપ્રેક્ષ્ય અને જાહેર આરોગ્યની માહિતીને આવરી લેવાતી હોય તે પ્રકારે પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે. લોકોએ પોતાની વ્યક્તિગત સંપર્કની વિગતો અથવા આરોગ્ય રેકોર્ડ્સની વિગતો શેર કરવાની જરૂર નથી.

 

ઇન્ટરએક્ટિવ પ્લેટફોર્મના પ્રારંભ નિમિત્તે ટ્વીટરના ભારત અને દક્ષિણ એશિયાના જાહેર નીતિના નિદેશક સુશ્રી મહિમા કૌલ (@misskaul) જણાવ્યું હતું કે, “સરકાર લોકો સાથે સંદેશાવ્યવહાર કરી શકે અને લોકો એકબીજા સાથે સંકળાયેલા રહે તે બંને પ્રકારે આવશ્યક સેવા તરીકે અમારી ભૂમિકા અમે સમજીએ છીએ. સામાજિક અંતર સાથે #IndiaFightsCorona ત્યારે, અમે ભારત સરકાર સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે તેઓ મોટાપાયે લોકોને જોડવા માટે સોશિયલ મીડિયાના પ્રભાવનો ઉપયોગ કરે છે.”

 

છેલ્લા ત્રણ મહિનામાં, મંત્રાલય દ્વારા કોરોના વાયરસ સામેની લડાઇમાં વ્યૂહાત્મક સંદેશાવ્યહાર નીતિ સહિત કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે સરકારો, હોસ્પિટલો, લોકો, વિવિધ આરોગ્ય સંભાળ કામદારો, કર્મચારીઓ અને વિવિધ અન્ય જ્ઞાન સંસાધનોમાં તમામ અલગ અલગ હિતધારકો માટે મુસાફરી અને સ્વાસ્થ્ય એડવાઇઝરી, વિવિધ માર્ગદર્શિકા/ માપદંડો, પરિચાલન પ્રક્રિયાઓ/ પ્રોટોકોલ સામેલ છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાની સંદેશાવ્યવહારની અલગ અલગ ચેનલોનો ઉપયોગ સર્વાંગી જાગૃતિ અભિયાનમાં કરવામાં આવે છે. સહયોગપૂર્ણ પ્રયાસોના પરિણામે આજે લોકોમાં વાયરસથી બચવા માટે સામાજિક અંતર, હાથ ધોવા અને શ્વસન સંબંધિત શિષ્ટાચારના પાલન અંગે વ્યાપક પ્રમાણમાં જાગૃતિ ફેલાયેલી છે. વાયરસના નિરાકરણ અને નિયંત્રણ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંમાં સમુદાયના વિવિધ વર્ગોની ભાગીદારીમાં પણ પ્રયાસોથી સફળતા મળી છે.

 

 

ટ્વીટ માર્ગદર્શિકા

 

  • કોવિડ-19 સંબધિત તાજેતરની ભરોસાપાત્ર માહિતી માટે @CovidIndiaSeva અનુસરો
  • તમે કોવિડ-19 સંબંધિત કોઇ ચોક્કસ પ્રશ્ન અંગે પ્રતિભાવ માટે પર @CovidIndiaSeva ટ્વીટ પણ કરી શકો છો અને સત્તાધીશો દ્વારા તમારી ટ્વીટ સંબંધે યોગ્ય માહિતી આપવામાં આવશે
  • એકાઉન્ટ તમારા કોવિડ-19 સંબંધિત પ્રશ્નોના જવાબો આપવા માટે છે. જોકે, તમારા પ્રશ્નની ટ્વીટ કરો ત્યારે તમારી કોઇપણ ખાનગી અથવા સંવદેનશીલ માહિતી જેમ કે સંપર્કની વિગતો, ઓળખના દસ્તાવેજ, વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ વગેરે આપવાની જરૂર નથી.

 

 

GP/DS



(Release ID: 1616722) Visitor Counter : 269