નાગરિક ઉડ્ડયન મંત્રાલય

લાઈફલાઈન ઉડાનની ફલાઈટોએ સમગ્ર દેશમાં 541 ટનથી વધુનો મેડીકલ સામાન પહોંચાડીને કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં સહાયતા કરી

Posted On: 21 APR 2020 2:15PM by PIB Ahmedabad

કોવિડ-19 વિરુદ્ધના ભારતના યુદ્ધને સહાયતા કરવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી મેડીકલ સામાન પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારાલાઈફ લાઈન ઉડાનફલાઈટો ચલાવવામાં આવી રહી છે. કોવિડ-19ના લોકડાઉન દરમિયાન એર ઇન્ડિયા, એલાયન્સ એર, આઈએએફ અને ખાનગી વિમાન જહાજો દ્વારા લાઈફ લાઈન ઉડાન અંતર્ગત 316 ફલાઈટો કાર્યાન્વિત કરવામાં આવી છે. તે પૈકી 196 ફલાઈટો એર ઇન્ડિયા અને એલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 541.૩૩ ટનનો સામાન પહોંચાડવામાં આવ્યો છે. આજની તારીખ સુધીમાં લાઈફ લાઈન ઉડાન ફલાઈટો દ્વારા કાપવામાં આવેલ અંતર ,14,965 કિલોમીટર છે.

પવન હંસ લિમિટેડ સહીતની હેલિકોપ્ટર સેવાઓ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને ઉત્તર પૂર્વ પ્રદેશોમાં કાર્યાન્વિત છે કે જે જોખમી મેડીકલ સામાન અને દર્દીઓની હેરફેર કરી રહી છે. 20 એપ્રિલ 2020 સુધીમાં પવન હંસ લિમિટેડ દ્વારા 6537 કિલોમીટરનું અંતર કાપીને 1.90 ટન સામાન પહોંચાડવામાં આવ્યો છે.

સ્થાનિક લાઈફ લાઈન ઉડાનના સામાનમાં કોવિડ-19ને લગતા રીએજન્ટ્સ, એન્ઝાઈમ્સ, મેડીકલ સાધનો, ટેસ્ટીંગ કીટ્સ, પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE), માસ્ક, હાથ મોજા, HLL  અને ICMRના અન્ય સામાન, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો દ્વારા જરૂરિયાતનો સામાન અને પોસ્ટલ પેકેટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

સ્થાનિક લાઈફ લાઈન ઉડાન ફ્લાઈટ હબ અને સ્પોક મોડલમાં કાર્ય કરે છે. ઉત્તર પૂર્વ પ્રદેશ, ટાપુ પ્રદેશો અને પહાડી વિસ્તારો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કે એર ઇન્ડિયા અને IAF દ્વારા  સૌપ્રથમ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પૂર્વ અને અન્ય દ્વીપ સમૂહ પ્રદેશો માટે સંગઠન કરવામાં આવ્યું હતું.

સામાનના જથ્થામાં ઓછા વજન ધરાવતા અને દળદાર વસ્તુઓ જેવી કે માસ્ક, ગ્લવ્ઝ અને અન્ય વપરાશમાં લેવાતી ચીજવસ્તુઓ કે જે એકંદરે વિમાનમાં સંગ્રહની વધુ જગ્યા રોકતી હોય તેનો સમાવેશ થાય છે. જરૂરી સાવચેતીના પગલાઓ સાથે સામાનને મુસાફરોની બેસવાની જગ્યામાં અને માથા ઉપરની કેબીનમાં સંગ્રહ કરવા માટે વિશેષ પરવાનગી લેવામાં આવી છે.

લાઈફ લાઈન ઉડાન ફલાઈટને લગતી જાહેર માહિતી પ્રતિ દિન પોર્ટલ https://esahaj.gov.in/lifeline_udan/public_info  ઉપર અપડેટ કરવામાં આવે છે.

લાઈફ લાઈન ઉડાનની ફલાઈટોને રાજ્ય સરકારો, DGCA, AAI, AAICLAS, AIASL, PPP એરપોર્ટ્સ, ખાનગી વાહનો અને ગ્રાઉંડ હેન્ડલિંગ એજન્સીઓ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

ડોમેસ્ટિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઈસ જેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાવસાયિક ધોરણે કાર્ગો ફલાઈટો ચલાવી રહ્યા છે. સ્પાઈસ જેટ દ્વારા 24 માર્ચથી લઇ 20 એપ્રિલ 2020 દરમિયાન 447 કાર્ગો ફલાઈટો ચલાવવામાં આવી હતી કે જેણે 3516 ટનનો સામાન ઉપાડીને 6,64,675 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તે પૈકી 143 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફલાઈટો હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી લઇ 20 એપ્રિલ 2020 દરમિયાન 2407 ટનનો સામાન ઉપાડીને અને 1,49,૩૩૩ કિલોમીટરનું અંતર કાપીને 152 ડોમેસ્ટિક કાર્ગો ફલાઈટો ચલાવવામાં આવી છે. ઇન્ડિગો દ્વારા ૩થી 20 એપ્રિલ 2020 દરમિયાન 37,160 કિલોમીટરનું અંતર કાપીને અને 66 ટનનો સામાન ઉપાડીને ૩૩ કાર્ગો ફલાઈટો ચલાવવામાં આવી છે. તેમાં સરકાર માટે વિના મુલ્યે મેડીકલ જથ્થાના સામાનનો પણ સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રફાર્માસ્યુટિકલ, મેડીકલ સાધનો અને કોવિડ-19 રાહત સામગ્રીની હેરફેર કરવા માટે પૂર્વ એશિયા સાથે એક કાર્ગો એર બ્રીજ બનાવવામાં આવ્યો છે. મેડીકલ કાર્ગો દ્વારા લાવવામાં આવેલ સામાનની તારીખ સાથેના જથ્થાની વિગતો નીચે મુજબ છે:

ક્રમ સંખ્યા

તારીખ

ક્યાંથી

Quantity (Tons)

1

04.4.2020

શાંઘાઈ

21

2

07.4.2020

હોંગ કોંગ

06

3

09.4.2020

શાંઘાઈ

22

4

10.4.2020

શાંઘાઈ

18

5

11.4.2020

શાંઘાઈ

18

6

12.4.2020

શાંઘાઈ

24

7

14.4.2020

હોંગ કોંગ

11

8

14.4.2020

શાંઘાઈ

22

9

16.4.2020

શાંઘાઈ

22

10

16.4.2020

હોંગ કોંગ

17

11

16.4.2020

સિઓલ

05

12

17.4.2020

શાંઘાઈ

21

13

18.4.2020

શાંઘાઈ

17

14

18.4.2020

સિઓલ

14

15

18.4.2020

ગુઔંગઝોઉ

04

16

19.4.2020

શાંઘાઈ

19

17

20.4.2020

શાંઘાઈ

26

 

 

કુલ

287

 

એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર જોખમી મેડીકલ જથ્થો પહોંચાડવા માટે અન્ય દેશોમાં પણ સમર્પિત શિડયુલ્ડ  કાર્ગો ફલાઈટો કાર્યાન્વિત કરશે.

 

GP/DS


(Release ID: 1616710) Visitor Counter : 246