લઘુમતિ બાબતોનું મંત્રાલય

“ધર્મનિરપેક્ષતા અને સૌહાર્દ” ભારત અને ભારતીયો માટે કોઇ “પોલિટિકલ ફેશન” નથી પરંતુ “પરફેક્ટ પેશન”છે – મુખ્તાર અબ્બાસ નકવી


કહ્યું કે, “ટ્રેડિશનલ અને પ્રોફેશનલ જુઠ્ઠાણા ફેલાવતી મંડળી” હજુ પણ ખોટી માહિતી ફેલાવાના કાવતરા ઘડવામાં વ્યસ્ત છે... આપણે આવી દુષ્ટ શક્તિઓથી સાવધાન રહેવું જોઇએ અને તેમના અધમ દુષ્પ્રચારને નાથવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે

“આવી અફવાઓ અને કાવતરા કોરોના સામેની લડાઇને નબળી પાડવાના દુષ્કૃત્યો છે”

“આપણે જાગૃતિ ફેલાવીને ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન કેન્દ્રો વિશે ફેલાવાતી અફવાઓ અને ખોટી માહિતી પણ ખતમ કરવી જોઇએ”

મુખ્તાર અબ્બાસ નકવીએ લોકોને રમજાન દરમિયાન ઘરમાં જ રહેવાની અપીલ કરી

Posted On: 21 APR 2020 1:44PM by PIB Ahmedabad

લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે કહ્યું હતું કે, “ધર્મનિરપેક્ષતા અને સૌહાર્દ ભારત અને ભારતીયો માટે કોઇપોલિટિકલ ફેશનનથી પરંતુ એકપરફેક્ટ પેશનની ભાવના છે. સહિયારી સંસ્કૃતિ અને પ્રતિબદ્ધતાએ દેશનેવિવિધતામાં એકતાના તાતણે બાંધી રાખ્યો છે.

મીડિયા સાથે વાત કરતી વખતે શ્રી નકવીએ જણાવ્યું હતું કે, લઘુમતીઓ સહિત તમામ નાગરિકોના બંધારણીય, સામાજિક અને ધાર્મિક અધિકારો ભારતની બંધારણીય અને નૈતિક બાંયધરી છે. આપણે સૌએ ખાતરીબદ્ધ રહેવું જોઇએ કે, “વિવિધતામાં એકતાની આપણી શક્તિ કોઇપણ સંજોગોમાં નબળી પડવી જોઇએ નહીં. “પરંપરાગત અને પ્રોફેશનલ જુઠ્ઠાણા ફેલાવતી મંડળીહજુ પણ ખોટી માહિતીનો ફેલાવો કરવાના કાવતરા ઘડવામાં વ્યસ્ત છે. આપણે સૌએ આવી દુષ્ટ શક્તિઓથી સાવધાન રહેવું જોઇએ અને તેમના અધમ દુષ્પ્રચારને નાથવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઇએ.

શ્રી નકવીએ જણાવ્યું હતું કે, દુષ્પ્રચાર ફેલાવવાના ઉદ્દેશ્ય ધરાવતા કોઇપણ પ્રકારના ખોટા સમાચાર અથવા કાવતરાથી આપણે સતર્ક રહેવું જોઇએ. સત્તાધીશો દેશના તમામ નાગરિકોના સલામતી અને સ્વાસ્થ્ય સુખાકારી માટે કામ કરી રહ્યા છે. આવી અફવાઓ, ખોટી માહિતીનો ફેલાવો અને કાવતરા કોરોના વાયરસ સામેની દેશની લડાઇને નબળી પાડવાના દુષ્કૃત્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વ હેઠળ અત્યારે આખો દેશ જાતિ, ધર્મ અને વંશના બંધનો ભૂલીને એકજૂથ થઇને કોરોના વાયરસ સામે લડી રહ્યો છે.

 

લોકો રમજાન મહિના દરમિયાન ઘરમાં રહે

શ્રી નકવીએ કહ્યું હતું કે, તમામ મુસ્લિમ ધાર્મિક અગ્રણીઓ, ઇમામ, ધાર્મિક અને સામાજિક સંગઠનો અને મુસ્લિમ સમુદાયે સાથે મળીને નક્કી કરવું જોઇએ કે, 24 એપ્રિલથી શરૂ થઇ રહેલા પવિત્ર રમજાન મહિના દરમિયાન સૌ કોઇ પોતાના ઘરમાં રહીને નમાઝ અદા કરશે અને તમામ ધાર્મિક વિધિ કરશે.

શ્રી નકવીએ મીડિયાના કર્મચારીઓને કહ્યું હતું કે, 30થી વધુ રાજ્ય વક્ફ બોર્ડે દિશામાં વ્યૂહરચના ઘડવા પર કામ શરૂ કરી દીધું છે જેથી, પવિત્ર રમજાન મહિના દરમિયાન ચુસ્ત અને પ્રામાણિકપણે લૉકડાઉન, કર્ફ્યૂ અને સામાજિક અંતરનું અમલીકરણ થાય અને તમામ મુસ્લિમ ધાર્મિક અગ્રણીઓ, ઇમામ, ધાર્મિક અને સામાજિક સંગઠનો તેમજ મુસ્લિમ સમુદાય અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે સંકલન અને સહકારથી અમલીકરણ સૂપેરે પાર પડે. અત્યારે આખો દેશ એકજૂથ થઇને કોરોના મહામારી સામે લડી રહ્યો છે.

અહીં નોંધનીય છે કે, ગયા અઠવાડિયે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી નકવીની અધ્યક્ષતામાં મળેલી તમામ રાજ્ય વક્ફ બોર્ડ્સની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પવિત્ર રમજાન મહિના દરમિયાન લૉકડાઉન, કર્ફ્યૂ અને સામાજિક અંતરનું ચુસ્ત અને પ્રામાણિકપણે પાલન થાય તે રાજ્ય વક્ફ બોર્ડ્સ સુનિશ્ચિત કરશે. અહીં પણ નોંધનીય છે કે, દેશમાં રાજ્ય વક્ફ બોર્ડ્સ હેઠળ 7 લાખ મસ્જિદો, ઇદગાહ, ઇમામવાડા, દરગાહ અને અન્ય ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ નોંધાયેલી છે. સેન્ટ્રલ વક્ફ બોર્ડ કાઉન્સિલ ભારતમાં તમામ રાજ્ય વક્ફ બોર્ડ્સની નિયામક સંસ્થા છે.

ઉપરાંત, શ્રી નકવી વિવિધ મુસ્લિમ ધાર્મિક અગ્રણીઓ અને વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓના નિયમિત સંપર્કમાં છે.

શ્રી નકવીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષા દળો, વહીવટી અધિકારીઓ, સફાઇ કર્મચારીઓને સહકાર આપવો જોઇએ; કોરોના મહામારીના સમયમાં તેઓ પોતાનો જીવ જોખમમાં મુકીને આપણી સલામતી અને સુખાકારી માટે કામ કરી રહ્યા છે. આપણે લોકોમાં જાગૃતિ ફેલાવીને ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન કેન્દ્રો વિશે ફેલાવવામાં આવતી અફવાઓ અને ખોટી માહિતીઓને ખતમ કરવી જોઇએ અને લોકોને સમજાવવા જોઇએ કે, આવા કેન્દ્રો માત્રને માત્ર લોકો અને તેમના પરિવારોને કોરોના વાયરસથી બચાવવા માટે બનાવ્યા છે.

શ્રી નકવીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે ઉભા થયેલા પડકારોને અનુલક્ષીને, સમગ્ર દેશમાં તમામ મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ અને અન્ય ધાર્મિક તેમજ સામાજિક સ્થળોએ તમામ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ અને મેળાવડા બંધ કરી દેવામાં આવ્યા છે. તેવી રીતે, દેશમાં તમામ મસ્જિદો અને અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળોએ સામૂહિક મેળાવડા બંધ કરવા જોઇએ. દુનિયામાં મોટાભાગના મુસ્લિમ દેશોએ પવિત્ર રમજાન મહિના દરમિયાન મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પર લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે અને લોકોને ઘરમાં રહીને નમાઝ પઢવા તેમજ અન્ય ધાર્મિક વિધિઓ કરવા માટે દિશાનિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે.

શ્રી નકવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તમામ રાજ્ય સરકારોના સહકારથી દેશના તમામ લોકોની સલામતી અને સુખાકારી માટે અસરકારક રીતે કામ કરી રહ્યા છે. કોરોના સામેની લડાઇમાં ભારતના લોકોના સહકારથી ખૂબ મોટી રાહત મળી છે. પરંતુ હજુ પણ ઘણા પડકારો આપણી સમક્ષ છે. આપણે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું ચુસ્ત અને પ્રામાણિકપણે અક્ષરશઃ પાલન કરીને કોરોના મહામારીના કારણે ઉભા થયેલા પડકારોને હરાવી શકીએ છીએ.

GP/DS



(Release ID: 1616708) Visitor Counter : 271