કૃષિ મંત્રાલય
લોકડાઉન દરમિયાન પીએમ-કિસાન યોજના અંતર્ગત 8.89 કરોડ ખેડૂત પરિવારોને રૂ. 17,793 કરોડ આપવામાં આવ્યાં
પીએમજીકેવાય અંતર્ગત આશરે 19.50 કરોડ કુટુંબોને કઠોળ/દાળનું વિતરણ કરવામાં આવશે
Posted On:
20 APR 2020 7:57PM by PIB Ahmedabad
ભારત સરકારનાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે લોકડાઉનના સમયગાળા દરમિયાન ખેડૂતોને મદદ કરવા અને કૃષિલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવા કેટલાંક પગલાં લીધા છે. હાલની સ્થિતિ નીચે મુજબ છેઃ
- 24.3.2020 સુધી લોકડાઉનનાં ગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત આશરે 8.89 કરોડ પરિવારોને લાભ મળ્યો છે અને અત્યાર સુધી રૂ. 17,793 કરોડ આપવામાં આવ્યાં છે.
- કોવિડ-19 રોગચાળાને કારણે પ્રવર્તમાન સ્થિતિ દરમિયાન ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવા સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) અંતર્ગત લાયકાત ધરાવતા લાભાર્થીઓમાં કઠોળ/દાળનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 107,077.85 એમટી કઠોળ/દાળ આપવામાં આવ્યાં છે.
- પીએમજીકેવાય અંતર્ગત આવરી લેવાયેલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આંદમાન અને નિકોબાર, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, છત્તિસગઢ, દમણ અને દીવ, ગોવા, ગુજરાતે લાભાર્થીઓ વચ્ચે કઠોળ/દાળનું વિતરણ શરૂ કર્યું છે. મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને દિલ્હી જેવા અન્ય રાજ્યોને આંશિક જથ્થો મળ્યો છે અને તેમની યોજના મુજબ તબક્કાવાર રીતે લાભાર્થીઓમાં વિતરણ શરૂ કરશે.
- પીએમજીકેવાય અંતર્ગત કઠોળ/દાળના વિતરણથી 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 19.50 કરોડ કુટુંબોને લાભ મળશે.
GP/DS
(Release ID: 1616538)
Visitor Counter : 300
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada