પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન કોવિડ-19નો સામનો સંયુક્તપણે, એકતા અને સહિયારા સંકલ્પ સાથે કરશે

Posted On: 20 APR 2020 7:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન કોવિડ-19નો સામનો સંયુક્તપણે, ખભેખભો મિલાવીને, સહિયારા સંકલ્પ સાથે કરશે.

અફઘાનિસ્તાનને હાઇડ્રોક્સીક્લોરોક્વિન,પેરાસિટામોલ જેવી આવશ્યક દવાઓ અને અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે રાષ્ટ્રપતિ ડો. અશરફ ગનીએ વ્યક્ત કરેલા આભારનો જવાબ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આપ્યો હતો.

અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિને જવાબ આપતાં પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટમાં કહ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન ઐતિહાસિક, ભૌગોલિક અને સાંસ્કૃતિક સંબંધોને આધારે વિશેષ મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. લાંબા સમયથી આપણે આતંકવાદનો સામનો સંયુક્તપણે કરી રહ્યાં છીએ. રીતે આપણે કોવિડ-19નો સામનો એકતા અને સહિયારા સંકલ્પ સાથે ખભેખભો મિલાવીને કરીશું.

 

GP/DS

 


(Release ID: 1616537) Visitor Counter : 213