વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતની પહેલ

ગ્રામ-નેગેટિવ સ્પેસિસથી પીડાતા ગંભીર બીમાર દર્દીઓની સારવાર માટે દવા તૈયાર કરવાના પ્રયાસોમાં CSIR મદદ કરે છે

કોવિડ-19ના અતિ ગંભીર બીમાર દર્દીઓમાં મૃત્યુદર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા CSIR હવે રેન્ડમાઇઝ્ડ, બ્લાઇન્ડેડ, દ્વીભૂજ, એક્ટિવ કોમ્પ્યૂટર નિયંત્રિત તબીબી પરીક્ષણ શરૂ કરી રહ્યું છે

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ પરીક્ષણની માન્યતા આપી અને ટૂંક સમયમાં બહુવિધ હોસ્પિટલમાં શરૂ કરાશે

દર્દીઓમાં તે અત્યંત સલામત હોવાનું અને આના ઉપયોગથી કોઇ જ આડઅસર ન થતી હોવાનું જાણવા મળ્યું છે

Posted On: 20 APR 2020 4:31PM by PIB Ahmedabad

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) તેમના મુખ્ય ગણાતા ન્યૂ મિલેનિયમ ઇન્ડિયન ટેકનોલોજી લીડરશીપ ઇનિશિએટીવ (NMITLI) કાર્યક્રમ દ્વારા અમદાવાદ સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડને વર્ષ 2007થી ગ્રામ-નેગેટિવ સ્પેસિસથી અતિ ગંભીર રીતે પીડાતા દર્દીઓની સારવાર માટે દવા તૈયાર કરવામાં સહાય કરવામાં આવે છે. વિકાસના સમગ્ર પ્રયાસ (પ્રિ-ક્લિનિકલ અને ક્લિનિકલ અભ્યાસ) પર CSIR દ્વારા દેખરેખ સમિતિની નિયુક્તિ કરીને સતત દેખરેખ રાખવામાં આવે છે. દવાથી અડધાથી વધુ સંખ્યામાં દર્દીઓમાં મૃત્યુદર ઓછો થયો હોવાનું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં અંગ નિષ્ફળ થાય તેની રિકવરી પણ ઝડપથી થતી જોવા મળી છે. હવે ભારતમાં દવાના માર્કેટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે તે કેડિલા ફાર્માસ્યુટિક્લ લિમિટેડ દ્વારા Sepsivac® તરીકે બજારમાં ઉપલબ્ધ થશે.

આપણા સૌના માટે ગૌરવની ક્ષણ છે કારણ કે, શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં, અત્યાર સુધી ગ્રામ-નેગેટિવ સ્પેસિસમાં મૃત્યુદર ઘટાડવા માટે દુનિયાભરમાં કોઇ અન્ય દવાને માન્યતા આપવામાં આવી નહોતી.

ગ્રામ-નેગેટિવ સ્પેસિસ તેમજ ગંભીર રીતે પીડિત કોવિડ-19 દર્દીઓમાં, એક પ્રતિકારકતા પ્રતિભાવ બદલાઇ જાય છે જેના કારણે તેમની સાયટોકીન પ્રોફાઇલમાં મોટાપાયે પરિવર્તન જોવા મળે છે. દવા શરીરમાં પ્રતિકારક તંત્રને મોડ્યૂલેટ કરે છે અને ત્યારપછી સાયટોકીન સ્ટ્રોમને અવરોધે છે જેના કારણે દર્દીમાં મૃત્યુદર ઘટે છે અને ઝડપથી સાજા થઇ શકે છે.

કોવિડ-19 અને ગ્રામ-નેગેટિવ સ્પેસિસથી પીડાતા દર્દીઓની તબીબી લાક્ષણિકતાઓમાં સામ્યતાને ધ્યાનમાં રાખતા, CSIR હવે કોવિડ-19થી ગંભીર રીતે પીડાતા દર્દીઓમાં મૃત્યુદર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા CSIR હવે રેન્ડમાઇઝ્ડ, બ્લાઇન્ડેડ, દ્વીભૂજ, એક્ટિવ કોમ્પ્યૂટર નિયંત્રિત તબીબી પરીક્ષણ શરૂ કરી રહ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) અંગે માન્યતા આપી દીધી છે અને ટૂંક સમયમાં બહુવિધ હોસ્પિટલમાં પરીક્ષણની શરૂઆત કરવામાં આવશે.

દવામાં ગરમીથી ખતમ કરવામાં આવેલા માયકોબેક્ટેરિયમ W (Mw) છે. દર્દીઓમાં અત્યંત સલામત હોવાનું અને તેના ઉપયોગના કારણે કોઇ સંબંધિત આડઅસરો હોવાનું જાણવા મળ્યું છે. તેનો ઉપયોગ આવા ગંભીર રીતે બીમાર દર્દીઓમાં બીમારીનું વ્યવસ્થાપન કરવા માટે જરૂરી અન્ય કોઇપણ ઉપચારો સાથે કોઇપણ પ્રતિબંધો વગર કરી શકાય છે. તેના અનન્ય ગુણધર્મોમાં સુરક્ષાત્મક રોગપ્રતિકારકતા વધારવી (Th1, TLR2 એગોનિસ્ટ) અને બિન-સુરક્ષાત્મક પ્રતિભાવને દબાવવો (Th2) છે.

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓની ઝડપી રિકવરી માટે અને તેમના દ્વારા બીમારીનો ફેલાવો ઓછો કરવા માટે તેમજ કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવતી વ્યક્તિઓ જેમકે પરિવારના સભ્યો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને પ્રોફિલેક્સિસ પૂરું પાડવા માટે Mwનું મૂલ્યાંકન કરવાની પણ CSIRની યોજના છે.

[#CSIRFightsCovid19]

 

GP/DS(Release ID: 1616420) Visitor Counter : 84