કોલસા મંત્રાલય
કોવિડ-19 સામે લડવા માટે કોલસા અને ખાણના જાહેર ક્ષેત્રના એકમો શક્ય તેટલી સહાયતા કરી રહ્યા છે: શ્રી પ્રહલાદ જોશી
NALCO અને MCL ઓડીશામાં કોવિડ-19ને સમર્પિત બે દવાખાનાઓને ભંડોળ આપશે
Posted On:
20 APR 2020 3:20PM by PIB Ahmedabad
નેશનલ એલ્યુમિનિયમ કંપની (NALCO) અને કોલ ઇન્ડિયાની પેટા શાખા મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL) ઓડીશામાં મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કોવિડ-19ને સમર્પિત બે દવાખાનાઓને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલ આ ઉદ્ઘાટન પ્રસંગમાં કેન્દ્રીય પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય કોલસા તથા ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ઓડીશા સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ આ દવાખાનાઓ રાજ્યના જુદા જુદા મેડીકલ દવાખાનાઓની સહાયતાથી કાર્ય કરશે.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે “તે અત્યંત ગર્વની વાત છે કે કોલસા અને ખાણ મંત્રાલયના જાહેર ક્ષેત્રના એકમોએ કોવિડ-19 સામે લડવા માટે રાજ્ય સરકારને તેમનાથી શક્ય તેટલી શ્રેષ્ઠ મદદ કરવા હાથ લંબાવ્યો છે. કોવિડને લગતી તમામ સુવિધાઓ ધરાવતા આ દવાખાનાઓ ઓડીશાના લોકોને ઘણી મોટી સહાય પૂરી પાડશે.”. NALCO એ ઓડીશાના નબરંગપુર જીલ્લા ખાતે 200 પથારીના દવાખાનાની વ્યવસ્થાને ભંડોળ પૂરું પાડશે જ્યારે MCL એ રાજ્યના અંગુલ જીલ્લામાં તાલચેર ખાતે શરુ કરવામાં આવેલ 150 પથારીના દવાખાનાની વ્યવસ્થાને ભંડોળ પૂરું પાડશે. MCLએ દવાખાનાની વ્યવસ્થા ઉભી કરવા માટે પોતાની મેડીકલ કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડ્યું છે.
કોલસા અને ખાણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે “કેન્દ્ર સરકાર દ્વારા કોવિડ-19 સામે લડવા માટે ડીસ્ટ્રીકટ મિનરલ ફંડ (DMF) પાસે ઉપલબ્ધ બેલેન્સ ભંડોળનો 30% સુધી ઉપયોગ કરવા માટે રાજ્ય સરકારોને પરવાનગી આપવા માટે માર્ગદર્શિકાઓ પહેલેથી જ જાહેર કરી દેવામાં આવી છે. તે ખનીજથી સમૃદ્ધ ઓડીશા જેવા રાજ્યને આ મહામારી સામે લડવા માટે પણ મદદ કરશે.”
અત્રે નોંધનીય છે કે NALCOના કર્મચારીઓએ 2.5 કરોડ રૂપિયાની કિંમતની રકમના પોતાના એક દિવસના પગારનું યોગદાન મુખ્યમંત્રીના રાહત ભંડોળમાં આપ્યું છે. MCL એ પહેલેથી જ ઓડીશા સરકાર દ્વારા હમણાં તાજેતરમાં ભુવનેશ્વર ખાતે શરુ કરવામાં આવેલ 500 પથારીના કોવિડ-19ને સમર્પિત દવાખાનાને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. આ કોલ ઇન્ડિયાની પાંખ દ્વારા પણ ઓડીશાના ઝારસુગુડા જીલ્લા ખાતે 50થી વધુ પથારીના આઇસોલેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. કંપનીએ આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવા માટે અત્યાધુનિક સાધન “ફોગ કેનન” પણ પૂરી પાડી છે અને આ ઉપરાંત તેની અંદર તથા કામગીરીની આસપાસના ક્ષેત્રોમાં રહેતા લોકો તથા કોલસાની ખાણમાં કામ કરતા લોકો વચ્ચે માસ્ક અને આલ્કોહોલ આધારિત સેનીટાઈઝર્સનું પણ વિતરણ કર્યું હતું.
NALCO એ ખાણ મંત્રાલય (MoM) અંતર્ગત કામ કરતું કેન્દ્રીય જાહેર ક્ષેત્રનું એકમ (CPSE) છે અને MCL એ કોલસા મંત્રાલય (MoC), ભારત સરકાર અંતર્ગત કામ કરતી કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)ની પેટા શાખા છે. NALCO એ ભારતમાં 32% બોકસાઇટ, ૩૩% એલ્યુમિના અને 12% એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવાનું યોગદાન આપે છે. CIL એ ભારતના કુલ કોલસાનું 80 ટકાથી વધુનું ઉત્પાદન કરે છે.
GP/DS
(Release ID: 1616396)
Visitor Counter : 280