ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

લૉકડાઉન દરમિયાન પૂર્વોત્તરના પ્રદેશમાં FCIની કામગીરી


લૉકડાઉનના 25 દિવસ દરમિયાન FCI દ્વારા 158 ટ્રેનમાં 4,42,000 મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો પૂર્વોત્તરના પ્રદેશમાં મોકલવામાં આવ્યો જે સામાન્ય દિવસોમાં તેના દર મહિનાના 80 ટ્રેનના સરેરાશ પરિવહન કરતા બમણો જથ્થો છે

પૂર્વોત્તરના પ્રદેશોમાં અંતરિયાળ વિસ્તારોમાં રેલવેની હેરફેરમાં મોટાપાયે માર્ગ પરિવહનની પૂરક સેવા મળી

Posted On: 19 APR 2020 8:56PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે 24.03.2020ના રોજ દેશભરમાં લૉકડાઉનના અમલની જાહેરાત થઇ ત્યારથી, ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા પૂર્વોત્તરના પ્રદેશોમાં તેમની કામગીરીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રદેશોમાં દુર્ગમ માર્ગો અને મર્યાદિત પ્રમાણમાં રેલવેનો ઍક્સેસ હોવાથી, માલસામાનની હેરફેરના પરિપ્રેક્ષ્યમાં અહીં તેમની સમક્ષ અનોખો પડકાર આવ્યો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) પર મોટી સંખ્યામાં લોકો નિર્ભર હોવાથી તે વાતને ધ્યાનમાં રાખીને અહીં ઘઉં અને ચોખાનો પૂરતો જથ્થો વિના અવરોધો પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે FCI દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પ્રાથામિકતાને ધ્યાનમાં રાખીને, FCI દેશભરમાં 25 દિવસના લૉકડાઉનના સમય દરમિયાન પૂર્વોત્તરના રાજ્યોમાં 158 ટ્રેનો દ્વારા 4,42,000 મેટ્રિક ટન ખાદ્યાન્ન (22,000 મેટ્રિક ટન ઘઉં ઇને 4,20,000 મેટ્રિક ટન ચોખા)નો જથ્થો પહોંચાડ્યો છે જે સામાન્ય દિવસોમાં તેમની દર મહિનાની 80 ટ્રેનની સરેરાશ કરતા બમણો જથ્થો છે. જોકે, પૂર્વોત્તરમાં માલસામાનની હેરફેર માટેના પડકારો પણ ઘણા અનોખા છે કારણ કે ત્યાં તમામ વિસ્તારોમાં રેલવેની પહોંચ શક્ય નથી. પૂર્વોત્તરના 7 રાજ્યોમાં FCI દ્વારા સંચાલિત 86 ડીપોમાંથી માત્ર 37 ડીપોમાં સીધો ટ્રેન મારફતે જથ્થો પહોંચાડી શકાય છે. મેઘાલય સંપૂર્ણપણે માર્ગ પરિવહન પર નિર્ભર છે અને અરુણાચલમાં 13માંથી  માત્ર 2 ડીપો પર ટ્રેનથી જથ્થો પહોંચી શકે છે. નાગાલેન્ડમાં દીમાપૂર સુધી ટ્રેન પહોંચ્યા બાદ ત્યાંથી જમીન માર્ગે મણીપૂરમાં જથ્થો પહોંચાડી શકાય છે. આથી, રેલવેની હેરફેરમાં ખૂબ મોટાપાયે જમીન માર્ગે પરિવહનની પૂરક સેવા પણ લેવામાં આવી રહી છે જેથી પૂર્વોત્તર ભારતના તમામ ભાગોમાં ખાદ્યાન્નનો જથ્થો સુનિશ્ચિતરૂપે પહોંચાડી શકાય.

ટ્રકોની હેરફેર પ્રાથમિકરૂપે આસામથી કરવામાં આવે છે. લૉકડાઉનના 25 દિવસ દરમિયાન 33,000 મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો આસામથી મેઘાલયમાં જમીન માર્ગે પહોંચાડવામાં આવ્યો છે જે સામાન્ય દિવસોમાં દર મહિનાની 14,000 મેટ્રિક ટનની સરેરાશ કરતા 2.5 ગણો જથ્થો છે. તેવી રીતે, અંદાજે 11,000 મેટ્રિક ટન જથ્થો અરુણાચલ પ્રદેશમાં જમીન માર્ગે પહોંચાડવામાં આવ્યો છે જે સામાન્ય દિવસોમાં માસિક 7,000 મેટ્રિક ટનની સરેરાશ કરતા લગભગ બમણો જથ્થો છે. અંદાજે 14,000 મેટ્રિક ટન જથ્થો  દીમાપૂર (નાગાલેન્ડ)થી મણીપૂરમાં જમીન માર્ગે પહોંચાડવામાં આવ્યો છે તેમજ જીરીબામ રેલ હેડથી મણીપૂરના વિવિધ ભાગોમાં 8,000 મેટ્રિક ટન જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે. ટ્રેકો દ્વારા હેરફેરનું કામ અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં કરવામાં આવ્યું છે.

મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોને ધ્યાનમાં રાખતા, આસામમાં કેટલાક ડીપોને બાદ કરતા મોટાભાગના ગોદામો ઘણા નાના કદના છે. કારણે, PDS કામગીરીઓ માટે સતત પૂરવઠો જાળવી રાખવા નિયમિત હેરફેર કરવી આવશ્યક છે. પૂર્વોત્તરમાં ટ્રકોની હેરફેર માટે નિયમિત ધોરણે આવતા પડકારો ઉપરાંત, FCIને રાજ્યોની સરહદો અને વિવિધ માર્ગોમાં દેશવ્યાપી લૉકડાઉનના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે પણ ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.

જોકે, લૉકડાઉનના 25 દિવસ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) માટે 1,74,000 મેટ્રિક ટન સહિત કુલ 3,51,000 મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો તમામ પ્રતિકૂળ સ્થિતિમાં પણ પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં પહોંચાડવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે. રાજ્યવાર વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

આસામ:            2,16,000 MT

અરુણાચલ પ્રદેશ:          17,000 MT

મેઘાલય:           38,000 MT

મણીપૂર:           18,000 MT

મિઝોરમ:           14,000 MT

નાગાલેન્ડ:         14,000 MT

ત્રિપૂરા:              33,000 MT

NFSA હેઠળ ફાળવણી અને PMGKAYના જથ્થા ઉપરાંત, રાજ્યોને FCI દ્વારા વધારાના ચોખા અને ઘઉંનો જથ્થો મુક્ત બજાર વેચાણ ભાવે સીધો પૂરો પાડવામાં આવે છે જેથી તેઓ પોતાના રાજ્યોમાં વિવિધ સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલા લોકો અને વિસ્થાપિત શ્રમિકો માટેની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મણીપૂર દ્વારા પહેલાંથી યોજના હેઠળ જથ્થો ઉપાડવામાં શરૂ કરી દેવામાં આવ્યું છે.

તવાંગ (ભૂતાન સરહદ), અનીની (ચીન સરહદ), લુંગ્લેઇ (બાંગ્લાદેશ સરહદ), લોંગ્તલાઇ (મ્યાનમાર સરહદ) જેવા સરહદી વિસ્તારો કે જ્યાં ટ્રકોને 200-250 કિમીના મુશ્કેલ પહાડી વિસ્તારોમાંથી ટ્રકો મોકલવી પડે છે તે સહિત છેવાડાના વિસ્તારોમાં 500 MTથી ઓછો જથ્થો સંગ્રહ કરવાની ક્ષમતા હોય ત્યાં, દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન પૂર્વોત્તરના દરેક રાજ્યોમાં ખૂણે ખૂણા સુધી પૂરતા પ્રમાણમાં ખાદ્યાન્નનો જથ્થો પહોંચડાવાનું કામ અત્યંત મુશ્કેલ અને પડકારજનક છે. FCI કરી બતાવ્યું છે અને ગમે તેવા ભૌગોલિક પડકારો અને પહોંચના અભાવ તેવા પડકારો વચ્ચે પણ દેશના કોઇપણ ભાગમાં ખાદ્યાન્નનો જથ્થો પહોંચાડવા માટે સતત પ્રતિબદ્ધ છે.

 

 

GP/DS


(Release ID: 1616375) Visitor Counter : 292