ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોના મહામારી અંગે 20 એપ્રિલથી આપવામાં આવનારી છૂટછાટ સંબંધે રાજ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે નિર્દેશો આપ્યા

Posted On: 19 APR 2020 4:59PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે, કોરોના મહામારી અંગે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે ગઇકાલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે 20 એપ્રિલથી આપવામાં આવનારી છુટછાટો સંબંધે રાજ્યો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે નિર્દેશ આપ્યા હતા.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હજુ પણ કોરોના સામેની લડાઇ લડી રહ્યું છે, આથી લૉકડાઉન પ્રતિબંધોની સાથે સમય સમયે આપવામાં આવેલા દિશાનિર્દેશોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જરૂરી છે.

સમીક્ષા દરમિયાન ગૃહમંત્રીના નિર્દેશાનુસર એવા વિસ્તારો જે હોટસ્પોટ/ ક્લસ્ટર્સ/ ચેપગ્રસ્ત ઝોનમાં નથી આવતા અને જ્યાં કેટલીક ગતિવિધિઓની મંજૂરી આપી શકાય તેમ છે, ત્યાં સાવચેતી રાખવી અને પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, મુક્તિ માત્ર વાસ્તવિક પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી આપવામાં આવે.

ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક આર્થિક ગતિવિધિઓની મંજૂરી આપવામાં આવી છે. તદઅનુસાર, જિલ્લા અધિકારીઓને ઉદ્યોગો- સમૂહોના સહયોગથી, રાજ્યની અંદર શ્રમિકોને તેમના કાર્યસ્થળે સ્થાનાંતરિક કરવાની વ્યવસ્થા કરવી જોઇએ. મોદી સરકાર માને છે કે, આનાથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે તેમજ શ્રમિકોને રોજગારીની તકો પણ પ્રાપ્ત થશે.

તેવી રીતે, મોટા ઔદ્યોગિક એકમોના પરિસરના સંચાલન પર રાજ્યો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવે. ખાસ કરીને એવા એકમોના સંચાલન પર ધ્યાન આપવામાં આવે જ્યાં શ્રમિકોને પરિસરમાં રાખવાની વ્યવસ્થા હોય. તેનાથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને શ્રમિકોને રોજગારી પ્રદાન કરવામાં પણ મદદ મળશે. વિષમ પરિસ્થિતિમાં મોદી સરકાર દેશના તમામ લોકોના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોની સાથે સાથે કૃષિ અને મનરેગા ગતિવિધિઓના માધ્યમથી પણ શ્રમિકોને રોજગાર આપવાની સંભાવનાઓ પર કામ કરવું પડશે.

તેવી રીતે, જે શ્રમિકો રાહત શિબિરોમાં રહે છે, તેમના માટે ઉપલબ્ધ સુવિધાઓ, જેમ કે ભોજનની ગુણવત્તા, વગેરે પર વધુ ધ્યાન આપવું જોઇએ. અત્યારે પરિસ્થિતિઓ પડકારજનક છે સમજી શકાય છે, પરંતુ મુદ્દાનો ઉકેલ પણ લાવી શકાય છે.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યોએ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે, હવે જ્યારે તબીબી ટીમોના માધ્યમથી સામુદાયિક પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે, તેવી સ્થિતિમાં તબીબી ટીમોને યોગ્ય રક્ષણ આપવું જોઇએ. એવી રીતે, જો સામુદાયિક પરીક્ષણ માટે જતા પહેલાં, સમુદાયના જવાબદાર નેતાઓને સામેલ કરીને શાંતિ સમિતિઓને સક્રીય કરવામાં આવે તો કામ સૂપેરે પાર પડી શકે છે. પ્રકારના પ્રયાસોથી કોવિડ-19ના પરીક્ષણ, સારવાર અને અન્ય સંબંધિત પરિબળો અંગે લોકોને જાગૃત કરીને તેમનામાં ફેલાયેલા ભય અને ભ્રમણાઓ દૂર કરવામાં મદદ મળશે.

પણ સુનિશ્ચિત કરવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા કે, દિશાનિર્દેશોનું પાલન થઇ રહ્યું હોવાની દેખરેખ રાખવા માટે ગ્રામીણ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું જોઇએ. જિલ્લાધિકારી દેખરેખ માટે પોલીસ, પંચાયત અધિકારીઓ, મહેસુલ અધિકારીઓ વગેરેની મદદ લઇ શકે છે.

 

 

GP/DS

 (Release ID: 1616095) Visitor Counter : 426