રસાયણ અને ખાતર મંત્રાલય

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કોવિડ-19 સામેની લડાઇના સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજોના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે

Posted On: 18 APR 2020 4:43PM by PIB Ahmedabad

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેન્દ્રીય ખાતર વિભાગ હેઠળ આવતી અગ્રણી ખાતર કંપની, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) કોવિડ-19 સામેની લડાઇમાં સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે.

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી.

સમગ્ર દેશમાં NFLના એકમો દેશના હિતમાં પ્રવૃત્તિઓમાં વિવિધ પ્રકારે જોડાયેલા છે.

  • NFL એકમે ભટિંડાના જિલ્લા વહીવટીતંત્રને કોરોના મહામારી સામે લડવા માટે 3,000 માસ્ક પૂરા પાડ્યા છે. NFL ભટિંડાના CGM શ્રી .કે. જૈન તેમજ અન્ય અધિકારીઓએ ભટિંડાના DC શ્રી બી. શ્રીનિવાસનને ભટિંડાના SSP શ્રી નાનકસિંહની ઉપસ્થિતિમાં માસ્કનો જથ્થો સોંપ્યો હતો.

પાણીપતના NFLના એકમે પાણીપત જિલ્લા રાહત ભંડોળમાં રૂપિયા એક લાખનું યોગદાન આપ્યું છે. કંપનીના કમર્ચારીઓએ તેમનો એક દિવસનો પગાર આપતા પહેલાંથી રૂપિયા 88 લાખનું યોગદાન આપવામાં આવ્યું તે ઉપરાંત સહાય પણ કરવામાં આવી છે.

નાંગલના NFL એકમની મહિલા ક્લબે નાંગલની આસપાસમાં #lockdownમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને રૂપિયા 50,000ની કિંમતની કરિયાણાની ચીજો પહોંચાડી છે. ક્લબના પ્રમુખ શ્રીમતી સુનિતા માર્કન અને અન્ય કારોબારી સભ્યોએ પંજાબમાં કર્ફ્યૂ વચ્ચે ચીજોના વિતરણ માટે સ્થાનિક SDMની મદદ લીધી હતી.

કર્ણાટકની NFL રાજ્ય કચેરીએ બેંગલોરમાં જાહેર સેવાના અધિકારીઓને N95 માસ્ક અને સેનિટાઇઝર્સનુ વિતરણ કર્યું છે.

NFLના CMD શ્રી મનોજ શર્માએ NFL હોસ્પિટલોમાં પોતાનો જીવન જોખમમાં મુકીને દર્દીઓની સેવા કરતા તમામ ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી હતી અને કહ્યું હતું, તેઓ માનવજાત માટે શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે.

 

GP/DS

 


(Release ID: 1615770) Visitor Counter : 224