શ્રમ અને રોજગાર મંત્રાલય

શ્રી ગંગવારે દેશમાં કામદારોની ફરિયાદોના નિવારણ માટે સંકલિત પ્રયાસો કરવા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવા કહ્યું

Posted On: 18 APR 2020 2:30PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી સંતોષ ગંગવારે વિવિધ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને વિનંતી કરી છે કે, કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે શ્રમિકો/ કામદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલા કંટ્રોલરૂમ સાથે સંકલન કરવા માટે શ્રમ વિભાગમાંથી નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે. શ્રી ગંગવારે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના શ્રમ મંત્રીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, શ્રમ વિભાગમાં રહેલા અધિકારીઓ 20 કંટ્રોલરૂમ બાબતે સંવેદનશીલ થઇ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી ગંગવારે જણાવ્યું હતું કે, “કામદારોની ફરિયાદોના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંકલિત પ્રયાસો જરૂરી છે.”

 

શ્રમ અને રોજગાર મંત્રાલયે તાજેતરમાં મુખ્ય શ્રમ આયુક્ત (C)ના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 20 કંટ્રોલરૂમ ઉભા કર્યા છે જેથી કોવિડ-19ના કારણે કામદારોને ઉભી થઇ રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. શરૂઆતમાં કંટ્રોલરૂમ કેન્દ્રીય ક્ષેત્ર સાથે સંબંધિત વેતન અંગેની ફરિયાદો અને વિસ્થાપિત શ્રમિકોની બાબતો પર ધ્યાન આપતા હતા.

 

જોકે, છેલ્લા કેટલાક દિવસમાં કંટ્રોલરૂમની કામગીરી પછી એવું ધ્યાનમાં આવ્યું છે કે, ગઇકાલ સુધીમાં 20 કંટ્રોલરૂમમાં મળેલી કુલ 2100 ફરિયાદોમાંથી, 1400 ફરિયાદો વિવિધ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની છે. જેમ કે, શ્રમિકો સમવર્તી હોવાથી, વિવિધ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો સાથે યોગ્ય સંકલન સ્થાપિત થાય તે મહત્વનું છે જેથી તેમની ફરિયાદોનું નિરાકરણ લાવી શકાય. મંત્રીએ 20 સેન્ટ્રલ કંટ્રોલરૂમની યાદી અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓના નામની યાદી પણ સંદર્ભ માટે સાથે મોકલી આપી હતી.

 

GP/DS



(Release ID: 1615725) Visitor Counter : 220