વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

CSIR – NAL દ્વારા કોવિડ-19 સામે લડવા માટે પર્સનલ પ્રોટેક્ટીવ કવરઓલ વિકસિત કર્યા

Posted On: 18 APR 2020 12:21PM by PIB Ahmedabad

બેંગલુરુમાં CSIRની ઘટક લેબ, CSIR – નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (CSIR – NAL) MAF ક્લોથીંગ પ્રાઇવેટ લીમીટેડ, બેંગલુરુ સાથે મળીને એક ઓવરઓલ પ્રોટેક્ટીવ કવરઓલ સૂટ વિકસિત કર્યું છે અને તેને પ્રમાણિત કર્યું છે. પોલીપ્રોપ્લીલેનના વણાટનું લેમિનેટ કરેલ, વધારે આવરણ ધરાવતા નોન વોવન ફેબ્રિક આધારિત કવરઓલનો ઉપયોગ ડોક્ટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ કે જેઓ કોવિડ-19ને પહોંચી વળવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે તેમની સુરક્ષાની ખાતરી કરવા માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

ડૉ. હરિશ સી. બર્શીલિયા, ડૉ. હેમંત કુમાર શુક્લા અને MAFના શ્રીમાન એમ. જે. વીજુ દ્વારા સંચાલિત CSIR-NALની ટીમ દ્વારા યોગ્ય સ્વદેશી મટીરીયલ અને નવીન પ્રકારની ઉત્પાદન પ્રક્રિયાઓ ઓળખી કાઢીને સમસ્યાનું સમાધાન શોધવા માટે સત્વરે કાર્ય શરુ કરવામાં આવ્યું હતું.

કવરઓલને SITRA, કોઇમ્બતુર ખાતે કડક પરીક્ષણમાંથી પસાર કરવામાં આવ્યું છે અને ઉપયોગમાં લેવા માટે તે પ્રમાણિક સાબિત થયું છે. CSIR-NAL અને MAF ઉત્પાદન ક્ષમતાને ચાર અઠવાડિયાના સમયમાં પ્રતિદિન ૩૦,૦૦૦ યુનિટ સુધી વધારવાનું આયોજન કરી રહ્યા છે.

CSIR-NALના ડાયરેક્ટર શ્રી જીતેન્દ્ર જે. જાધવે જણાવ્યું હતું કે કવરઓલના મુખ્ય ફાયદા છે કે તે કિંમતની દ્રષ્ટીએ અન્ય ઉત્પાદકોની સરખામણીએ અતિશય સ્પર્ધાત્મક છે અને આયાત કરવાનો સામાન નગણ્ય છે. તેમણે NAL, MAF ક્લોથીંગ પ્રાઇવેટ લીમીટેડ અને SITRA ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી કે જેમણે વિકસાવવાની અને પ્રામાણિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવીને રાષ્ટ્રીય હિતના કાર્ય માટે ચોવીસ કલાક કામ કર્યું છે.

 

GP/DS



(Release ID: 1615723) Visitor Counter : 202