વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રયાસો



કોરોના વાયરસના દર્દીઓમાં વાયરસનાં વંશ સૂત્રોનો ઘટના ક્રમ મેળવ્યો

Posted On: 18 APR 2020 12:26PM by PIB Ahmedabad

નક્કી કરેલા 5 વર્ટીકલ્સમાંથી 3 ઉપર કામ કરતાં કાઉન્સિલ ઓફ સાયન્ટિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR), સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CDRI) ઉત્તર પ્રદેશમાં દર્દીઓનાં લીધેલાં સેમ્પલમાંથી વાયરસનાં વંશ સૂત્રોના ઘટના ક્રમ મેળવવા માટે કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી સાથે સમજૂતીના કરાર (એમઓયુ) કર્યા છે. શરૂઆતમાં લખનૌ સ્થિતિ લેબોરેટરી કેટલાક દર્દીઓનાં સેમ્પલ્સમાંથી વંશ સૂત્રોનો ઘટના ક્રમ મેળવવા પ્રયાસ કરશે. પ્રવૃત્તિ પ્રથમવર્ટીકલ ડીજીટલ એન્ડ મોલેક્યુલર સર્વેલન્સહેઠળ હાથ ધરવામાં આવશે.

 

હાલની સ્થિતિએ વાયરસના 10 અલગ એલગ સ્વરૂપ અસ્તિત્વમાં છે. અને તે કોરોના વાયરસ (COVID-19) નો ચેપ લગાડવા માટે જાણીતા છે. વાયરસના ઘટના ક્રમમાં કોઈ ફર્ક, જો હોય તો, તેનુ વિશ્લેષણ કરવા માટે એક ટીમને કામે લગાડી દેવામાં આવી છે. તેની સારવારની સૂચિત વ્યુહરચનાઓને અસર થઈ શકે છે.

 

નોવેલ કોરોના વાયરસ લામેની લડત માટે કેવુ ઉપચાર શાસ્ત્ર (થેરાપેટિકસ)ની રચના માટેના બીજા વર્ટિકલમાં સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CDRI) સામેલ થઈ રહી છે. વર્ટીકલ હેઠળ સંશોધકો ક્લિનિશિયન્સ મદ્વારા હાલમાં જેનો ઉપયોગ કરવામાં આવી રહયો છે તેના પુનઃ નિર્માણની કામગીરી કરી રહ્યા છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CSIR -CDRI)ના ડિરેકટર પ્રો. તાપસ કુમાર જણાવે છે કેદર્દીને ઉપચાર કરવાનો સૌથી ઝડપી માર્ગ નોવેલ કોરોના વાયરસના ચેપ માટે જાણીતાં ઓષધો ફેરફાર સાથે અજમાવવાનો છે. સીડીઆરઆઈએ પુનઃ નિર્માણની કામગીરી માટે કેટલાંક કેન્ડીડેટ ડ્રગ્સની ઓળખ કરી છે અને તેમને સહયોગ હેઠળ વધુ વિકસાવવામાં આવશે. ”

 

સંસ્થા પાસે મોલેક્યુલ્સની ભારે વૈવિધ્ય ધરાવતી લાયબ્રેરી છે. અને ત્રીજા વર્ટીકલમાં તેમનુ કોમ્પયુટર લાયબ્રેરી અભિગમનો ઉપયોગ કરીને SARS-CoV-2 ડ્રગ ટાર્ગેટની પેનલ હેઠળ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. તેમાં જે ઓળખ પ્રાપ્ત થશે પ્રાથમિક ડ્રગ ટાર્ગેટ આધારિત સ્ક્રીનીંગ સિસ્ટમમાં પ્રાયમરી સ્ક્રીન મારફતે મૂલ્યાંકન કરવામાં આવશે. ડો. કુમારે વધુમાં જણાવ્યું કે RNA-dependent RNA polymerase, Spikeprotein-ACE2 system, અને અન્ય ડ્રગ ટાર્ગેટ ઉપર હાલમાં કામ ચાલી રહ્યુ છે. તેનુ સ્વરૂપ તતા એક બીજા સાથેના સહસંબંધનુ પણ in vitro અને in vivo systems માં સાથી લેબોરેટરીઝ અને કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીની સહાયથી મૂલ્યાંકન કરવામાં આવશે. ” તેમ ડો. કુમારે વધુમાં જણાવ્યું હતું.

પ્રો. અમિતા જૈન કિંગ્સ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી ખાતે વૈજ્ઞાનિકોની ટીમનુ નેતૃત્વ કરશે, જ્યારે પ્રો. આર. રવિશંકર કાઉન્સિલ ઓફ સાયન્ટિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR), સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (CDRI) ખાતેની ટીમનુ નેતૃત્વ સંભાળશે. સીડીઆઆ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. રાજ કુમાર ત્રિપાઠી સીએસઆઈઆસીડીઆઆઈમાં તમામ પ્રકારના સ્ક્રીનીંગ સંબંધિત કામનુ નેતૃત્વ સંભાળી રહ્યા છે.

 

GP/DS


(Release ID: 1615722) Visitor Counter : 272