સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

શ્રી ગડકરીએ ઉદ્યોગને આયાતી ચીજવસ્તુઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનવા નવીન ટેકનોલોજી સ્વીકારવા અપીલ કરી


કેટલાંક વિસ્તારોમાં 20 એપ્રિલથી લોકડાઉનમાં છૂટછાટો મળશે એટલે મંત્રીશ્રીએ ઉદ્યોગનાં વિવિધ સંગઠનોનાં પ્રતિનિધિઓ સાથે આર્થિક પ્રવૃત્તિઓને ફરી ધમધમતી કરવા ચર્ચા કરી

Posted On: 17 APR 2020 6:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ તેમજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્થાનિક ઉત્પાદન સાથે વિદેશી આયાતને બંધ કરવા એના વિકલ્પ પર ધ્યાન કેન્દ્રીત કરવાની પણ જરૂર છે. તેમણે ઉદ્યોગસાહસોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી તથા ઉલ્લેખ કર્યો હતો કે, ઔદ્યોગિક વિકાસમાં સંશોધન, નવીનતા અને ગુણવત્તામાં સુધારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે આજે વીડિયો કોન્ફરન્સ મારફતે યંગ પ્રેસિડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (વાયપીઓ), ઇન્ડિયા એસએમઈ ફોરમ (આઇએસએફ) અને નાગપુરમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી અન્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

 

લોકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત થવાની સાથે અને આર્થિક પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત થવાની સાથે રોજગારીનું મોટા પાયે સર્જન કરે એવા ક્ષેત્રને બેઠું કરવા અને સતત આર્થિક વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવો આવશ્યક બની ગયું છે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને બેઠું કરવાના સંબંધમાં ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગે નિકાસ વધારવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનવા વીજળીનો ખર્ચ, લોજિસ્ટિક્સ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા જરૂરી પદ્ધતિઓ અપનાવવી પડશે.

શ્રી ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, જ્યારે સરકારે કેટલાંક ઔદ્યોગિક ક્ષેત્રોને કામગીરી શરૂ કરવાની મંજૂરી આપી છે, ત્યારે ઉદ્યોગોએ સુનિશ્ચિત કરવાની પણ જરૂર પડશે કે, કોવિડ-19ના પ્રસારને નિવારવા જરૂરી નિવારણાત્મક પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે પીપીઈ (માસ્ક, સેનિટાઇઝર, ગ્લોવ્સ વગેરે)ના વપરાશ પર ભાર મૂક્યો હતો અને ઓફિસ/વ્યવસાયની કામગીરી ફરી શરૂ કરો ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ આપી હતી.

તેમણે બાબત પર ભાર મૂક્યો હતો કે, જાપાનની સરકારે એના ઉદ્યોગોને ચીનમાંથી જાપાનીઝ રોકાણ બહાર ખેંચીને અન્ય કોઈ જગ્યાએ કરવા વિશેષ પેકેજ ઓફર કર્યું છે. તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ભારત માટે તક છે, જેને આપણે ઝડપી લેવી જોઈએ.

શ્રી ગડકરીએ એવું પણ જણાવ્યું હતું કે, દિલ્હીમુંબઈ એક્સપ્રેસ વે પર કામકાજ શરૂ થઈ ગયું છે અને ઔદ્યોગિક વસાહતો, ઔદ્યોગિક પાર્કો, સ્માર્ટ વિલેજીસમાં ભવિષ્યમાં રોકાણ કરવા ઉદ્યોગો માટે સારી તક છે. તેમણે વિનંતી કરી હતી કે, પ્રકારની દરખાસ્તો એનએચએઆઈ સમક્ષ રજૂ કરવી પડશે.

તેમણે એવી વિનંતી પણ કરી હતી કે, એમએસએમઈને તાત્કાલિક ચુકવણી કરવા તમામ પ્રયાસો કરવા પડશે અને તમામ સરકારી વિભાગોને પ્રકારની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તેમણે કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવા લોકડાઉન દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવા સરકાર પાસેથી શક્ય તમામ મદદ મળશે એવી ખાતરી આપી હતી.

બેઠક દરમિયાન પ્રતિનિધિઓએ કોવિડ-19 રોગચાળા વચ્ચે એમએસએમઈના વિવિધ પડકારોનાં સંબંધમાં ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે એમએસએમઈ ક્ષેત્રને કાર્યરત રાખવા સૂચનો કર્યા હતા અને સરકારને ટેકો આપવાની  વિનંતી કરી હતી.

બેઠકમાં પ્રતિનિધિઓએ કેટલાંક મુદ્દા ઉઠાવ્યાં હતાં અને સૂચનો કર્યા હતા, જેમાં સામેલ છેઃ ઓછામાં ઓછા મહિના માટે મોરેટોરિયમ લંબાવવો, એમએસએમઈ માટે કાર્યકારી મૂડી લોનની મર્યાદા વધારવી, યુટિલિટી બિલો પર ચાર્જમાંથી મુક્તિ, આવશ્યક ચીજવસ્તુની કેટેગરીમાં ચોક્કસ ચીજવસ્તુઓનો સમાવેશ કરવો, જેમાં કમ્પ્યુટર હાર્ડવેર ક્ષેત્ર, લોકડાઉન દરમિયાન ઇએસઆઇ અને પ્રોવિડન્ડ ફંડનાં ભંડોળમાંથી કામદારોનાં પગારની ચુકવણી, શિક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ પર થતાં તમામ ખર્ચ પર ઝીરો કરવેરો લાદવો વગેરે.

શ્રી ગડકરીએ ખાતરી આપી હતી કે, તેઓ કેન્દ્રીય નાણાંમંત્રી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) સમક્ષ મુદ્દાઓ રજૂ કરશે.

શ્રી ગડકરીએ એવું પણ જણાવ્યું હતું કે, ઉદ્યોગે ખભેખભો મિલાવીને કામ કરવું પડશે અને જ્યારે કોવિડ-19 કટોકટીનો અંત આવશે, ત્યારે ઊભી થનાર તકોને ઝડપી પડશે.

 

 

GP/DS



(Release ID: 1615499) Visitor Counter : 187