સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવીડ-19ને અટકાવવા માટે સશસ્ત્ર દળોની મેડીકલ સેવાઓના કાર્યની સમીક્ષા કરી
Posted On:
17 APR 2020 3:04PM by PIB Ahmedabad
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવીડ-19ના ફેલાવાને અટકાવવા માટે આજે એક બેઠક દરમિયાન સશસ્ત્ર દળો મેડીકલ સેવાઓ (AFMS)ની કામગીરી અને નાગરિક સત્તાધીશોને તેમના દ્વારા આપવામાં આવતી સહાયની સમીક્ષા કરી હતી.
આ બેઠક દરમિયાન સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર, ડાયરેક્ટર જનરલ AFMS લેફ્ટનન્ટ જનરલ અનુપ બેનરજી, ડાયરેક્ટર જનરલ (ઓર્ગેનાઈઝેશન એન્ડ પર્સનલ) AFMS લેફ્ટનન્ટ જનરલ એ કે હુડા, ડાયરેક્ટર જનરલ મેડીકલ સર્વિસીસ (Navy) સર્જન વાઈસ એડમિરલ એમ વી સિંઘ અને ડાયરેક્ટર જનરલ મેડીકલ સેવાઓ (Air) એર માર્શલ એમ એસ બુટોલાએ ભાગ લીધો હતો.
તેમણે સંરક્ષણ મંત્રીને સશસ્ત્ર દળોના અધિકારીઓને જાહેર કરવામાં આવેલ એડવાઇઝરીઓ, ક્વોરન્ટાઇન સુવિધાઓના સંદર્ભમાં સનદી અધિકારીઓને પૂરી પાડવામાં આવેલ સહાયતા, વર્તમાન પરિસ્થિતિમાં દવાખાનાઓ અને આરોગ્ય કાળજીની સુવિધાઓની જોગવાઈઓ વગેરેના સંદર્ભમાં લેવામાં આવેલ જુદા જુદા પગલાઓ વિષે માહિતગાર કર્યા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલ વિનંતી અનુસાર નાગરિકો માટે ક્વોરન્ટાઇન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું અને વર્તમાન સમયમાં ઇટલી, ઈરાન, ચીન, મલેશિયા અને જાપાનમાંથી ઇવેક્યુએટ કરવામાં આવેલા નાગરિકો માટે છ સ્ટેશનો ઉપર કાર્યરત છે. અન્ય સ્ટેશનો ઉપર સ્ટેન્ડબાય ક્વોરન્ટાઇન સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. 1લી ફેબ્રુઆરી 2020થી શરુ કરીને આ સુવિધાઓમાં અત્યાર સુધી 1738 લોકોને રાખવામાં આવ્યા છે.
છ વાયરલ ટેસ્ટીંગ લેબોરેટરી પહેલેથી જ ICMRની મદદ વડે સ્થાપવામાં આવેલ છે અને તે જુદા જુદા AFMS દવાખાનાઓમાં કાર્યરત છે. આર્મ્ડ ફોર્સિસ મેડીકલ સર્વિસીસના ડીજી લેફ્ટનન્ટ જનરલ અનુપ બેનરજીએ માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રી દ્વારા ડીજી MS અને ત્યારબાદ આગળના અધિકારીઓને આપવામાં આવેલ આકસ્મિક નાણાકીય સત્તાઓના પગલે ફેસ માસ્ક, સેનિટાઈઝર્સ, પર્સનલ પ્રોટેક્ટીવ ઇકવીપમેન્ટ (PPEs), વેન્ટીલેટર્સ વગેરે જેવા જરૂરી આરોગ્યના સાધનો મેળવવાની પ્રક્રિયા ઝડપી ગતિએ અને સુગમતાપૂર્વક ચાલી રહી છે.
આર્મી મેડીકલ કોર્પ્સ એ વર્તમાન સમયમાં નરેલા, નવી દિલ્હી ખાતે ક્વોરન્ટાઇન કેમ્પને મેડીકલ કવર પણ પૂરું પાડી રહ્યા છે કે જ્યાં છ મેડીકલ અધિકારીઓ અને 18 પેરા મેડીકલ સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે.
કોવીડ-19 કેસો માટે આઇસોલેશન અને ઈલાજની (ICU આધારિત કાળજી સહીતનો) સુવિધા પૂરી પાડવા માટે 50 AFMS દવાખાનાઓને સંપૂર્ણ કોવીડ દવાખાનાઓ તરીકે અને મિક્સ કોવીડ દવાખાનાઓ તરીકે જાહેર કરવાના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. આ દવાખાનાઓમાં સંયુક્ત રીતે 9038 દર્દીઓની પથારીની ક્ષમતા રહેલી છે. રાષ્ટ્રની આરોગ્ય કાળજી સુવિધાઓને વધારવા માટે વૃદ્ધિની ક્ષમતાના રુપમાં આ દવાખાનાઓમાં સિવિલિયન કોવીડ-19 કેસોને પણ દાખલ કરવામાં આવશે.
AMC સેન્ટર અને કોલેજ, લખનઉં અને આર્મ્ડ ફોર્સિસ મેડીકલ કોલેજ (AFMC) પુણે ખાતે તાલીમની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. AFMC ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટની તાલીમ લઇ રહેલા અંદાજે 650 મેડીકલ અધિકારીઓને વધતી પરિસ્થિતિના આધાર પર મેડીકલ કવર પૂરું પાડવા માટે એકમો ઉપર મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત, રિક્રુટિંગ ઓર્ગેનાઈઝેશનમાંથી 100 મેડીકલ અધિકારીઓને એવા દવાખાનાઓમાં કાર્ય કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે કે જ્યાં કોવીડના વોર્ડ ઉભા કરવામાં આવી રહ્યા હોય.
નિવૃત્ત AMC અધિકારીઓ અને પેરા મેડીકલ સ્ટાફની યાદી તૈયાર કરવામાં આવી રહી છે કે જેમને જો જરૂર પડે તો તેમના પોતાના વર્તમાન હોમ સ્ટેશન ખાતે AFMS દવાખાનાઓમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવવા માટે વિનંતી કરવામાં આવી શકે તેમ છે. અત્યાર સુધીમાં 43 અધિકારીઓ અને 990 પેરા મેડીકલ સ્ટાફ સ્વયંસેવા કરવા માટે તૈયાર થઇ ગયા છે.
15 સભ્યોની એક મેડીકલ ટીમને PCR મશીન અને ડાયગ્નોસ્ટીક કીટ્સ સહીત કુવૈત મોકલવામાં આવી છે જેથી તેઓ કોવીડને પહોંચી વળવા માટેની વ્યૂહરચના તૈયાર કરવા માટે કુવૈત સરકારની મદદ કરી શકે.
આર્મ્ડ ફોર્સિસ મેડીકલ સર્વિસીસ દ્વારા લેવામાં આવેલ જુદા જુદા પગલાઓની પ્રશંસા કરતા શ્રી રાજનાથ સિંહે તેમને કોવીડ-19 દ્વારા ઉભા થયેલ પડકારની સ્થિતિને પહોંચી વળવા માટે નાગરિક સત્તાધીશોને જે પણ શક્ય હોય તે મદદ પૂરી પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
GP/DS
(Release ID: 1615372)
Visitor Counter : 217