પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અને ભૂતાનના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

Posted On: 16 APR 2020 7:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતાનના પ્રધાનમંત્રી (લ્યોન્છેન) મહામહિમ ડૉ. લોટે ત્શેરિંગ સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.

બંને દેશના પ્રધાનમંત્રીએ હાલમાં વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે પોતાના પ્રદેશોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેની અસરોને નિયંત્રણમાં લેવા માટે પોત-પોતાની સરકારોએ લીધેલા પગલાં અંગે માહિતગાર કર્યા હતા.

ભૂતાનના રાજા અને લ્યોન્છેન ડૉ. ત્શેરિંગે પોતાના દેશમાં બીમારીના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે નેતૃત્વ સંભાળીને જે પ્રકારે કામગીરી કરી તેની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી.

ભારત જેવો મોટો દેશ મહામારી સામે લડી રહ્યા હોવા છતાં પ્રધાનમંત્રીએ પ્રાંતિય સ્તરે કોવિડ-19 વિરોધી સંકલનમાં નેતૃત્વ સંભાળ્યું બદલ લ્યોન્છેન ડૉ. ત્શેરિંગે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

બંને નેતાએ 15 માર્ચના રોજ SAARC દેશોના નેતાઓ વચ્ચે વિશેષ વ્યવસ્થાઓ અંગે સંમતિ થઇ હતી તેના અમલીકરણમાં જે પ્રગતી જોવા મળી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારત અને ભૂતાન વચ્ચેના અનંત અને વિશેષ જોડાણનો સંદર્ભ આપીને લ્યોન્છેનને ખાતરી આપી હતી કે, ભારત મહામારીની આરોગ્ય અને આર્થિક રીતે અસરો લઘુતમ સ્તર સુધી લઇ જવામાં પોતાના તરફથી શક્ય હોય તેવો તમામ સહકાર ભૂતાનને આપશે.

પ્રધાનમંત્રીએ મહામહિમ રાજા લ્યોન્છેન ડૉ. ત્શેરિંગ ડ્રુક યુલના તમામ મિત્ર નાગરિકોના સારા આરોગ્ય અને સુખાકારી માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

 

GP/DS



(Release ID: 1615289) Visitor Counter : 194