વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

નોવલ કોરોના વાયરસ માટે નિષ્ક્રિય વાયરસ રસી ચર્ચાના કેન્દ્રમાં

Posted On: 16 APR 2020 6:45PM by PIB Ahmedabad

સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (CCMB) માટેના કેન્દ્રના સંશોધકોએ ભયંકર નોવલ કોરોના વાયરસ માટે એક નિષ્ક્રિય વાયરસ રસી વિકસિત કરવાની દિશામાં પ્રયાણ કર્યું છે. નિષ્ક્રિય રસીઓ તેમની સુરક્ષા અને સરળ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. રસીકરણની પ્રક્રિયાને સૌથી અસરકારક અને વાયરસની ભયંકર અસર તથા પ્રગતિને અટકાવવા માટેનો નિશ્ચિત માર્ગ ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં અનેક સંસ્થાનો એક રસી શોધવા માટે કાર્ય કરી રહ્યા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વર્તમાન સમયમાં વિકાસ હેઠળ 42થી વધુ આવા શક્યતા ધરાવતા ઉમેદવારો શોધી કાઢ્યા છે.

સક્રિય વાયરસને મોટી સંખ્યામાં ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ તેમને કેમિકલ અથવા ગરમી વડે મારી નાખવામાં આવે છે. અથવા તેની ઉત્પાદકતા શક્તિને ખતમ કરી દેવામાં આવે છે. તેમ છતાં વાયરસના જુદા જુદા ભાગો અકબંધ રહે છે. ઉદાહરણ તરીકે, સ્પાઈક પ્રોટીન કે જેના વડે તે કોષમાં પ્રવેશ કરે છે. એન્ટીજન (કેમિકલ સંરચના) કે જે રોગપ્રતિકારક વ્યવસ્થા તંત્ર દ્વારા ઓળખવામાં આવે છે તે નિર્બળ બની જાય છે. જ્યારે મૃતઃપ્રાય માઈક્રોબને દાખલ કરવામાં આવે છે ત્યારે રોગપ્રતિકારક વ્યવસ્થા તંત્ર હજુ પણ અકબંધ રહી ગયેલા ચોક્કસ એન્ટીજન વિરુદ્ધ એન્ટીબોડીઝનું નિર્માણ કરીને પ્રતિકાર આપવા માટે ભ્રમિત બને છે અને તે નથી જાણતું કે વાયરસ નિર્બળ છે. નિષ્ક્રિય પોલીયો રસી અને રેબીઝ રસી પ્રમાણે બનાવવામાં આવે છે.

વાયરસ જેવો મૃતઃપ્રાય બને છે કે તે પછી પુનઃ ઉત્પાદન નથી કરી શકતો અને એક નાનકડો રોગ પણ તે ઉત્પન્ન નથી કરી શકતો. આમ, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો જેવા કે વૃદ્ધ અનેએકસાથે બે રોગ ધરાવતા લોકોની સાથે પણ તેને અમલમાં મુકવો સુરક્ષિત છે.

જો આપણે મોટી સંખ્યામાં વાયરસ વિકસિત કરી શકીએ અને તેમને નિષ્ક્રિય કરી શકીએ તો તે મટીરીયલ ઉમેદવારની અંદર નાખવા માટેની રસી હશે. હવે વાયરસ સક્રિય નહી થાય પરંતુ માનવ શરીર વાયરસના પ્રોટીનને ઓળખી કાઢશે અને તેની વિરુદ્ધ એન્ટીબોડીઝ બનાવવાનું શરુ કરી દેશે. રીતે તે નિષ્ક્રિય વાયરસ રસી તરીકે કામ કરે છે.” CCMBના ડાયરેક્ટર ડૉ. રાકેશ મિશ્રાએ ઇન્ડિયા સાયન્સ વાયર સાથે વાતચીત કરતા મુજબ જણાવ્યું. એકવાર વાયરસનું સેલ કલ્ચર આધારિત ઉત્પાદન શરુ થઇ જાય પછી તેને ઇન્ડસ્ટ્રી પાર્ટનરને આપી દેવામાં આવશે, તેમણે કહ્યું.

સૌથી મહત્વનો ટેકનોલોજીકલ પડકાર વાયરસને માનવીય શરીરની બહાર વિકસિત કરવાનો છે. કારણ કે નોવલ કોરોના વાયરસ માનવીય કોષમાં વૃદ્ધિ પામ્યો છે, ખાસ કરીને સક્રિય ACE2 રીસેપ્ટર્સ ધરાવતા કોષોમાં, તેથી માનવ શરીરની બહાર વાયરસને વિકસિત કરવા માટે કોષ લાઈનનો સાચો સ્ત્રોત શોધી કાઢવો ટેકનોલોજીની ચાવી છે. CCMB વિનાશક વાયરસને ઉછેરવા અને તેની વૃદ્ધિ કરવા માટે પેટ્રી ડીશમાં વૃદ્ધિ પામેલ આફ્રિકન ગ્રીન મંકીમાંથી એપીથેલીઅલ સેલનો ઉપયોગ કરી રહી છે. ક્યાં આગળ નોવલ કોરોના વાયરસ અસર, વૃદ્ધિ અને ગુણોત્તર કરી શકે છે શોધવા માટે સેલ લાઈનના કેટલાક વધુ વિકલ્પો શોધવામાં આવશે. કોષો ઉપર દેખરેખ રાખવામાં આવશે અને જો કોષમાં કોષનું મૃત્યુ અને વાયરસ છુટા પડવા સહીતના કોઈ પરિવર્તન જોવા મળશે તો વૃદ્ધિ હકારાત્મક છે. “અમે એવા કલ્ચરમાં કોષને વિકસિત કરી રહ્યા છીએ કે જે વાયરસ ઉત્પન્ન કરશે જેથી કરીને અમે એક ઇન વિટ્રો સિસ્ટમ બનાવી શકીએ કે જેને તેની ક્ષમતા માટે ચકાસી શકાય.” ડૉ. મિશ્રાએ જણાવ્યું. સેલ કલ્ચરમાં વૃદ્ધિ પામેલ કોરોના વાયરસને ઉછેરવામાં આવશે, તેને નિષ્ક્રિય કરવામાં આવશે અને રસી તૈયાર કરવામાં આવશે.

નોવલ કોરોના વાયરસ માટે એક યોગ્ય સેલ કલ્ચર શોધવાથી દવા વિકસિત કરવામાં પણ મદદ મળશે. એકવાર વાયરસ કોષને ચેપ લગાડે ત્યારબાદ સક્ષમ ડ્રગ કેન્ડીડેટને તેની માટે તપાસી શકાય.

જો આપણે વાયરસ વડે તાજા કોષને ચેપ લગાડીએ તો 2- દિવસ પછી કોષો મૃત્યુ પામશે અને ઘણા બધા વાયરસ ઉત્પન્ન થશે. આમ છતાં, જો તમે સક્ષમ દવાનો ઉપયોગ કરો તો કોષ મૃત્યુ નહી પામે અને જો દવા અસરકારક હશે તો વાયરસની પ્રતિકૃતિ પકડાઈ જશે.” તેમણે સમજાવ્યું. રીતે, કોઇપણ વ્યક્તિ ચેક કરી શકે છે કે એક ચોક્કસ દવા એન્ટીવાયરલ જેટલી અસરકારક છે કે નહી.

ઉપરાંત, CCMB નમૂનાઓ પણ એકઠા કરશે અને તેની સુવિધાઓનો ઉપયોગ વાયરસનો ચેપ વિકસાવી રહેલા મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકો ઉપર કરશે.

 

GP/DS



(Release ID: 1615193) Visitor Counter : 389