વિદ્યુત મંત્રાલય

કેન્દ્ર સરકારનું જાહેર ક્ષેત્રનું એકમ એનટીપીસી તેની તમામ 45 હૉસ્પિટલ/ આરોગ્ય એકમો કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે આપી રહ્યું છે


168 આઈસોલેશન બેડનું નિર્માણ કરાયું છે અને વધુ 122 તૈયાર કરવા સજજ

કોરોના વાયરસ મહામારી દરમ્યાન મહારાષ્ટ્રના જાહેર ક્ષેત્રના આ એકમે કોરોના વાયરસ મહામારીમાં રાહત માટે વિસ્તૃત કામગીરી બજાવી

આ જાહેર ક્ષેત્રના એકમે બે એકમો દિલ્હી અને ઓડિશાની રાજ્ય સરકારોને કોરોના વાયરસની સારવાર માટે સમર્પિત કર્યાં છે.

Posted On: 16 APR 2020 3:27PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના ઉર્જા અને નવી તથા રિન્યુએબલ ઉર્જા વિભાગના પ્રધાન શ્રી આર. કે. સિંઘના અનુરોધનો જવાબ આપતાં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયના જાહેર ક્ષેત્રનું એકમ એનટીપીસી લિમિટેડ, અવિરત વીજ પૂરવઠો પૂરો પાડવાની સાથે સાથે તથા તેની માળખાગત સુવિધાઓનો તથા કોર્પોરેટ સામાજીક જવાબદારી ફંડનો માનવતાને ધોરણે રાહતનાં પગલાં લેવા માટે આપીને કોરોના વાયરસ (COVID-19) ની અસરને નાબૂદ કરવા સક્રિય થઈને કામગીરી કરી રહ્યુ છે.

 

કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામેની સતર્કતામાં વધારો કરીને એનટીપીસીએ તમામ 45 હૉસ્પિટલ/ આરોગ્ય એકમો કોરોના વાયરસના દર્દીઓને આઈસોલેશન સુવિધા ઉભી કરવા માટે આપ્યાં છે. ઓક્સિજનના પૂરવઠા સાથેની 168 આઈસોલેશન બેડઝની તેનાં હૉસ્પિટલ/ આરોગ્ય એકમોમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર પડે તે રીતે 122 આઈસોલેશન બેડ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોરોના વાયરસના કેસની સંભાળ માટે દિલ્હીમાં બાદરપુર અને ઓડિશામાં સુંદરગઢ ખાતેના મેડિકલ કોલેજ હોસ્પિટલ સહીત બે હૉસ્પિટલ રાજ્ય સરકારના ઉપયોગ માટે તૈયાર રાખવામાં આવ્યાં છે.

 

યોગ્ય આરોગ્ય સુવિધાની પ્રાપ્તિ અને ઉપલબ્ધિ હાલની તાકીદની જરૂરિયાત છે. સાધનોની ખરીદી માટે આશરે રૂ.3 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલમાં એનટીપીસીની પ્રોજેકટ હૉસ્પિટલોમાં 7 વેન્ટીલેટર છે. વિવિધ હૉસ્પિટલોમાં વધુ 18 વેન્ટીલેટર અને 520 આઈઆર થર્મોમીટર ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઘાતક કોરોના વાયરસ સામે વ્યક્તિગત સુરક્ષા સાધનો અને હેન્ડ સેનિટાઈઝેશન સારી સુરક્ષા પૂરી પાડી રહ્યાં છે. આથી એનટીપીસીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બહાર પાડેલી માર્ગરેખાઓનુ અનુસરણ કરવા ટેસ્ટીંગ, સારવાર અને પરિવહનમાં પાલન કરવા તમામ ચીફ મેડિકલ ઓફિસરોને જાણ કરી છે. તમામ તબીબી સ્ટાફને વિડીયો કૉલ વડે વ્યક્તિગત સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવા અંગે તાલિમ આપવામાં આવી છે. ઉપરાંત 1200 પીપીઈ કીટ્સ, 1,20,000 સર્જીકલ માસ્કસ અને 33,000 થી વધુ ગ્લોવ્ઝ, 5,000 એપ્રન્સ, 8,000 શૂ કવર્સ અને 535 લીટર સેનીટાઈઝર્સ તમામ પ્રોજેક્ટ સ્ટેશન્સ માટે રવાના કરવામાં આવ્યા છે.

 

વર્તમાન તબક્કે રોગને અટકાવવો તે એક મહત્વનું કદમ હોવાથી એનટીપીસીની કેટલાક એકમોએ રોગને અટકાવવાની અને રાહત કામગીરી હાથ ધરી છે અને આજ સુધીમાં કામગીરી માટે રૂ.3.50 કરોડ આપવાની કટિબધ્ધતા વ્યક્ત કરાઈ છે.

 

રાજ્ય સરકારોને કોરોના વાયરસ સામેની લડતમાં સહયોગ પૂરો પાડવાના પ્રયાસ તરીકે એનટીપીસી ઓડીશા સરકારને દર મહિને રૂ.35 લાખ પૂરાં પાડીને ભદ્રક ખાતેની કોરોના વાયરસ કેર સેન્ટરની 120 પથારીની સુવિધા ધરાવતી સાલંદી હોસ્પિટલનું ભાડું તથા કોરોના વાયરસની સરળતાથી સારવાર કરી શકે અને ત્યાં કામગીરી કરતાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે નિવાસ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નાણાંકિય સહાય ત્રણ માસ માટે પૂરી પાડવામા આવશે અને ત્યાં કોરોના વાયરસ કેર સેન્ટરના સંચાલન અને જાળવણીનો નાણાંકિય ખર્ચ રૂ.1.05 કરોડ થવાની સંભાવના છે.

 

ઉપરાંત એનટીપીસી જીલ્લા વહિવટી તંત્ર તથા સ્થાનિક સત્તા તંત્રને મહામારીનો સામનો કરી શકાય તે માટે તબીબી સહયોગની ગોઠવણ કરવા તથા વ્યક્તિગત સુરક્ષા સાધનો, ફૂડ પેકેટસ વગેરેની ગોઠવણ માટે રૂ.6.36 કરોડનો નાણાંકિય સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. ઉપરાંત પોતાની કોર્પોરેટ સામાજીક જવાબદારીના ભાગ રૂપે એનટીપીસી રિહાન્દે જીલ્લા વહિવટી તંત્રને રૂ.17 લાખની કિંમતના 2800 થી વધુ કોથળા અનાજ અને ખાદ્ય ચીજો વંચિત પરિવારોને વહેંચવા માટે પૂરા પાડ્યા છે. એનટીપીસી વિંધ્યાચલે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સીંગરૌલીને નાણાંકિય સહાય તરીકે અને રાહત કામગીરીમાં રૂ.25 લાખ આપવાની જાહેરાત કરી છે.

 

ભારત સરકારે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી ભંડોળનો કોરોના વાયરસ સામેની લડતમાં ઉપયોગ કરવાની તક પૂરી પાડતા એનટીપીસીએ કોરોના વાયરસ વૈશ્વિક મહામારી સામે સતર્કતા દાખવીને રૂ.250 કરોડનું પીએમ કેર્સ ફંડમાં યોગદાન આપ્યું છે. ઉપરાંત કંપનીના કર્મચારીઓએ પોતાના વેતનમાંથી યોગદાન આપીને પીએમ કેર્સ ફંડમાં રૂ.7.50 કરોડ જમા કરાવ્યા છે.

 

GP/DS


(Release ID: 1615027) Visitor Counter : 296