કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

SSC દ્વારા પરીક્ષાના સમયપત્રક અંગે જાહેરાત


SSCના તમામ અધિકારી અને સ્ટાફના સભ્યો PM CARES ભંડોળમાં તેમના એક દિવસના પગારનું યોગદાન આપશે

Posted On: 16 APR 2020 12:47PM by PIB Ahmedabad

કોરોના વાયરસ મહામારીના કારણે ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે સ્ટાફ પસંદગી પંચ (SSC)ની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રવર્તમાન લૉકડાઉનના કારણે સામાજિક અંતરના માપદંડો સહિત અમલી પ્રતિબંધોને અનુલક્ષીને, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, એવી તમામ પરીક્ષાઓ કે જેમાં ઉમેદવારોને સમગ્ર દેશના વિવિધ ભાગોમાંથી મુસાફરી કરીને પરીક્ષા આપવા જવું પડે છે તેની સમય સમયે સમીક્ષા કરવામાં આવશે. સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક (10+2) સ્તરની પરીક્ષા (ટીઅર-I) 2019ના બાકી રહેલા દિવસો, જુનિયર એન્જિનિયર (પેપર-I) પરીક્ષા 2019, સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’ની પરીક્ષા 2019 અને સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર પરીક્ષા 2018 માટે કૌશલ્ય પરીક્ષાની નવી તારીખો અંગેનો નિર્ણય દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી એટલે કે 3 મે 2020 પછી લેવામાં આવશે.

પરીક્ષાઓના ફરી નક્કી કરવામાં આવેલા સમયપત્રકની તારીખો અંગે પંચની વેબસાઇટ પર અને પંચની પ્રાદેશિક/ પેટા-પ્રાદેશિક કચેરીઓ પર સૂચિત કરવામાં આવશે. પંચ દ્વારા સૂચિત પરીક્ષાઓના વાર્ષિક કૅલેન્ડરની પણ અન્ય પરીક્ષાઓના સમયપત્રકના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે.

વધુમાં, એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, SSCના તમામ અધિકારીઓ અને સ્ટાફના સભ્યો તેમના એક દિવસનો પગાર આપાતકાલિન સ્થિતિમાં પ્રધાનમંત્રીના નાગરિક સહાય અને રાહત ભંડોળ (PM CARES ભંડોળ)માં યોગદાન પેટે આપશે.

 

GP/DS



(Release ID: 1614977) Visitor Counter : 252