વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કોવિડ-19ના કેસો બિન-ગંભીરમાંથી ગંભીરમાં થવાની પ્રગતીનું અનુમાન કરવા માટે બાયોમાર્કર્સ ઓળખવાનો અભ્યાસ હસ્તક્ષેપમાં મદદ કરી શકે છે
DSTના સચિવ પ્રૉફેસર આસુતોષ શર્માએ કહ્યું, “કોવિડ-19ના હળવા અને ગંભીર કેસો વચ્ચે તફાવત નક્કી કરવા માટે બાયોમાર્કર્સના નિર્ધારણ આધારિત આ ખૂબ રસપ્રદ અભિગમ છે.... જો સફળતા મળે તો, તેનાથી આગોતરા નિદાન અને ઉપચારાત્મક વ્યૂહરચના બંનેમાં મદદ મળશે”
Posted On:
15 APR 2020 7:33PM by PIB Ahmedabad
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ આવતી વૈધાનિક સંસ્થા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સંશોધન બોર્ડ (SERB) કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓમાં મેટાબોલોમિક્સ પરિવર્તનની માહિતી શોધવામાં સહકાર આપશે. આ અભ્યાસ મુંબઇની કેટલીક હોસ્પિટલના સહયોગથી IIT બોમ્બે દ્વારા કરવામાં આવશે.
આ અભ્યાસમાં કોવિડ-19ની બિન-ગંભીરથી ગંભીર સ્થિતિમાં પ્રગતીનું અનુમાન કરવા માટે સંભવિત બાયોમાર્કર ઉમેદવારોને ઓળખવામાં આવશે. સંભવિત નિદાનના ઉમેદવારોની શોધમાં અલગ અલગ જટિલતા ધરાવતા વિવિધ દર્દીઓના સમૂહની મેટાબોલિટ્સ પ્રોફાઇલ સામેલ કરવામાં આવશે. મેટાબોલિટ્સ એ નાના બાયોમોલેક્યૂલ હોય છે જે તમામ સજીવોમાં વિવિધ પ્રકારે નિયમન કરવાની ક્ષમતા ધરાવે છે.
IIT બોમ્બેના પ્રોફેસર ડૉ. સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ માસ સ્પેક્ટ્રોમેટ્રી આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવાની નિપુણતા ધરાવતા મુંબઇમાં જસલોક હોસ્પિટલમાં ચેપી રોગોના વિભાગના નિદેશક ડૉ. ઓમ શ્રીવાસ્તવ, ટી.એન. મેડિકલ કોલેજ અને નાયર હોસ્પિટલમાં પ્રોફેસર અને વડા (માઇક્રોબાયોલોજી) ડૉ. જયંતિ એસ. શાસ્ત્રી અને કસ્તુરબા, નાયર અને જસલોક હોસ્પિટલ ખાતે ચેપી રોગ નિષ્ણાંત ડૉ. માલા વિનોદ કનેરિયા આ સંશોધન માટે એકત્ર થયા છે. અદ્યતન માસ સ્પેક્ટ્રોમેટ્રી આધારિત રાષ્ટ્રીય સુવિધા હાઇબ્રીડ અને ટ્રાઇબ્રિડ માસ સ્પેક્ટ્રોમીટર્સથી સજ્જ છે જે નેસોફેરીન્જલ સ્વેબ અને પ્લાઝમાના નમૂનાઓનું વિશ્લેષણ કરવાની સુવિધા આપશે. પ્રોટીઓમિક્સ અને મેટાબોલોમિક્સની તપાસમાં મોટી સંખ્યામાં અલગ અલગ પ્રકારની માનવીય જૈવ પ્રજાતિઓનું સંચાલન કરવામાં નિપુણતા ધરાવતા 20 સંશોધકોની ટીમ આના પર કામ કરશે.
DSTના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “કોવિડ-19ના કેસોને વિગતવાર મેટાબોલમ અથવા પ્રોટીઓમ તપાસમાંથી બાયોમેકર્સના નિર્ધારણના આધારે હળવા અને ગંભીર દર્દી તરીકે તફાવત કરવો તે ઘણો રસપ્રદ અભિગમ છે. જો આમાં સફળતા મળે તો, આગોતરા નિદાન અને ઉપચારાત્મક વ્યૂહરચના એમ બંને પ્રકારે તેનાથી મદદ મળી શકશે.”
અભ્યાસમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા કેસોમાં હળવા અને લાક્ષાણિક શ્વસન માર્ગના લક્ષણો ધરાવતા દર્દીઓને બિન-ગંભીર સમૂહ તરીકે અને શ્વસનમાં મુશ્કેલી ધરાવતા અથવા મલ્ટી-ઓર્ગન નિષ્ફળતા ધરાવતા દર્દીઓને ગંભીર સમૂહમાં સામેલ કરવામાં આવશે. તાવના લક્ષણો અને RT-PCR નેગેટિવ દર્દીઓ નિયંત્રણ તરીકે ગંભીર ગણવામાં આવશે. આ સમૂહો વચ્ચે દર્દીના પ્લાઝમા અને સ્વેબના નમૂનાની મદદથી ગંભીરતાના સંદર્ભમાં મેટાબોલોમિક્સની તુલના કરવામાં આવશે જે ચેપની પ્રગતી સમજવા માટે એક નવતર અભિગમ હશે અને તેનાથી દર્દીની મેટાબોલિટ પ્રોફાઇલમાં થતા ફેરફારોનું પણ મૂલ્યાંકન કરી શકાશે. ગંભીરતાના આધારે દર્દીઓને અલગ પાડવા માટે સંભવિત માર્કર્સની ઓળખ કરવાથી આ અભ્યાસ ઉપચાર માટે નવતર લક્ષ્યો શોધવામાં પણ મદદરૂપ થઇ શકે છે.
કોવિડ-19 સમસ્યા પર સમગ્ર દુનિયામાં સંખ્યાબંધ સંશોધન સમૂહો કામ કરી રહ્યા છે અને મોટાભાગના આ અભ્યાસો કોષ-રેખા આધારિત તપાસ પૂરતા સિમિત છે. જોકે, કોવિડ-19 પોઝિટીવ દર્દીના તબીબી નમૂનાની વિગતવાર મેટાબોલમ અથવા પ્રોટીઅમ તપાસ કોવિડ-19ની ગંભીરતાની નવતર કડી પ્રદાન કરવા માટે પણ કરવાની જરૂર છે.
સામાન્યથી ગંભીર લક્ષણો ધરાવતા વિવિધ દર્દીઓના સમૂહની તપાસ દર્દીઓના અસપ્રમાણ લક્ષણો ધરાવતા સમૂહની વહેલી ઓળખ કરવા માટે અને ચેપની તંત્રપ્રણાલી સમજવા માટે અને કોવિડ-19ના ગંભીર કેસોને બિન-ગંભીર કેસોથી જૈવિક રીતે અલગ તારવવા માટે વહેલી કડીઓ પૂરી પાડશે. આનાથી ભવિષ્યમાં ઉપચારાત્મક હસ્તક્ષેપોમાં પણ મળી શકે છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને સંપર્ક કરો: ડૉ. સંજીવ શ્રીવાસ્તવ, IIT બોમ્બે, ઈમેલ: sanjeeva@iitb.ac.in, મોબાઇલ: 9167111637
RP
****
(Release ID: 1614885)
Visitor Counter : 200