સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા લૉકડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં 1.27 કરોડ વંચિતો/ ભિક્ષુકો/નિરાશ્રિત લોકો માટે વિના મુલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

Posted On: 15 APR 2020 5:48PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને લૉકડાઉન શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં (10.04.2020 સુધી) 1.27 કરોડ વંચિતો/ભિક્ષુકો/નિરાશ્રિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એક પ્રોજેક્ટ અંતર્ગત મંત્રાલય દ્વારા પહેલેથી જ દસ(10) શહેરો; દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ,બેંગલુરુ, લખનઉ, નાગપુર, પટના અને ઇન્દોરને પસંદ કરવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય ભિક્ષુક પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોના પુનર્વસન માટે એક વ્યાપક યોજના અમલમાં મુકવાનો છે જેમાં રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશો/સ્થાનિક શહેરી સંસ્થાઓ અને સ્વયંસેવી સંસ્થાઓ, સંગઠનોનો વગેરેની સહાયતા વડે તેમની ઓળખ, પુનર્વસન, મેડીકલ સુવિધાઓ પૂરી પાડવાની જોગવાઈ, કાઉન્સેલિંગ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસને આવરી લેવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમનું અમલીકરણ કરવા માટે 100% સહાયતા પૂરી પાડવામાં આવશે.

વર્તમાન સમયમાં દેશ કોવીડ-19 વિસ્ફોટના કારણે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છેઅને તેના કારણે સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવેલ લૉકડાઉનના પરિણામે એવો ભય સેવાઈ રહ્યો હતો કે અત્યારના સમયમાં ભીખ માંગતા અને નિરાશ્રિત એવા અનેક લોકોએ ભૂખમરાના ભોજનની અછતના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આબાબતને ધ્યાનમાં રાખતા દસ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનને લૉકડાઉનના પગલે સુચના આપવામાં આવી હતી કે તેઓ તાત્કાલિક પણે ભીખ માંગવાની પ્રવૃત્તિમાં સંકળાયેલ અને નિરાશ્રિત લોકોને વિના મૂલ્યે રાંધેલું ભોજન પૂરું પાડવા માટે ભોજન કેન્દ્રો શરુ કરે. આ વ્યવસ્થા એવા લોકોને ઓળખી કાઢવા માટે પણ મદદરૂપ થશે કે જેમને ભવિષ્યમાં વ્યાપક રાષ્ટ્રીય પ્રોજેક્ટ અંતર્ગત આવરી શકાય.

શહેર અનુસારવંચિતો/ ભીખારીઓ/ નિરાશ્રિત લોકોને પૂરું પાડવામાં આવેલ ભોજનની વિગતો:

ક્રમ

શહેરનું નામ

વિના મૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવેલ લોકોની સંખ્યા (લાખમાં)

1.

દિલ્હી

75.0

2.

મુંબઈ

9.8

3.

કોલકાતા

1.3

4.

ચેન્નાઈ

3.5

5.

બેંગલુરુ

14.0

6.

હૈદરાબાદ

7.0

7.

નાગપુર

0.8

8.

ઇન્દોર

8.4

9.

લખનઉ

7.0

10.

પટના

0.5

 

કુલ

127.30 લાખ

 

GP/RP



(Release ID: 1614802) Visitor Counter : 206