રેલવે મંત્રાલય

પાર્સલ ટ્રેન શરૂ કરવાથી રેલવેને આવક થઇ; લૉકડાઉનના સમયમાં તેની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 20400 ટનથી વધુ કન્સાઇન્મેન્ટ લોડ કરાયા અને રૂ. 7.54 કરોડની કમાણી થઇ


ભારતીય રેલવેએ લૉકડાઉન દરમિયાન શરૂ કરાયેલી પૂરક પૂરવઠા સાંકળમાં નાના કદના પાર્સલમાં આવશ્યક ચીજવસ્તુઓના ઝડપી પરિવહન માટે પાર્સલ વાન તૈયાર કરી

હાલમાં આ ટ્રેનો 65 રૂટ પર દોડાવવામાં આવે છે; 14 એપ્રિલ સુધીમાં કુલ 507 ટ્રેનો ચાલી

Posted On: 15 APR 2020 3:46PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન તબીબી પૂરવઠો, તબીબી ઉપકરણો, અનાજ વગેરે આવશ્યક ચીજવસ્તુઓનું નાના કદના પાર્સલમાં પરિવહન ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યું છે. આ મહત્વપૂર્ણ જરૂરિયાત પૂરી કરવા માટે, ઇ-કોમર્સ સંસ્થાઓ અને રાજ્ય સરકાર સહિત અન્ય ગ્રાહકો માટે ઝડપી જથ્થાબંધ પરિવહન થઇ શકે તે આશયથી ભારતીય રેલવેતંત્ર દ્વારા રેલવે પાર્સલ વાન ઉપબલ્ધ કરાવવામાં આવી છે. રેલવેએ પસંદગીના રૂટો પર સમયપત્રક આધારિત પાર્સલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે જેથી આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો વિના અવરોધે સુનિશ્ચિત કરી શકાય.

આ પાર્સલ વિશેષ ટ્રેનો માટે ઝોનલ રેલવે નિયમિત ધોરણે રૂટ ઓળખવાનું અને સૂચવવાનું કામ કરે છે. વર્તમાન સમયમાં પાંસઠ (65) રૂટ પર આ ટ્રેનો દોડાવવામાં આવે છે. નીચે દર્શાવેલી બાબતો સમાવવા માટે આ રૂટ ઓળખવામાં આવ્યા છે:

(i) દેશમાં મુખ્ય શહેરો જેમકે દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે નિયમિત કનેક્ટિવિટી
(ii) રાજ્યોના પાટનગર/ મહત્વપૂર્ણ શહેરો સાથે રાજ્યના અન્ય તમામ ભાગોની કનેક્ટિવિટી
(iii) દેશમાં પૂર્વોત્તરના ભાગોની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે
(iv) દુધ અને ડેરી ઉત્પાદનોનો પૂરવઠો સિલક ધરાવતા પ્રદેશો (ગુજરાત, આંધ્રપ્રદેશ)માંથી ઉંચી માંગ હોય તેવા પ્રદેશો સુધી પહોંચાડવા માટે
(v) અન્ય આવશ્યક ચીજો (કૃષિ ઇનપુટ્સ, દવાઓ, તબીબી ઉપકરણો)નો પૂરવઠો ઉત્પાદક પ્રદેશોમાંથી દેશના અન્ય ભાગો સુધી પહોંચાડવા માટે
 
14.04.2020ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સિત્તોતેર (77) ટ્રેનો દોડાવવામાં આવી હતી જેમાંથી પંચોતેર (75) ટ્રેનો સમયપત્રક અનુસાર દોડાવવામાં આવેલી પાર્સલ વિશેષ ટ્રેનો હતી. 1835 ટન સામગ્રીનું તેમાં વહન કરવામાં આવ્યું હતું અને રેલવેને તેના કારણે એક દિવસમાં 63 લાખ રૂપિયાની આવક થઇ હતી.

14.04.2020ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 522 ટ્રેનો દોડાવવામાં આવી છે જેમાંથી 458 ટ્રેનો સમયપત્રક અનુસાર ચલાવવામાં આવી હતી. આ ટ્રેનોમાં કુલ 20,474 ટન વજનના કન્સાઇન્મેન્ટ્સનું પરિવહન કરવામાં આવ્યું છે અને રેલવેને તેનાથી કુલ 7.54 કરોડની આવક થઇ છે.
 
GP/RP


(Release ID: 1614732) Visitor Counter : 250