રેલવે મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઈમાં હેલ્થકેર પ્રોફેશનલને રક્ષણ પ્રદાન કરવામાં મોટું પ્રોત્સાહન આપવા ભારતીય રેલવેએ એપ્રિલ, 2020માં 30,000થી વધારે કવરઓલ (પીપીઇ)નું ઉત્પાદન કરવાની યોજના બનાવી


રેલવેએ યુદ્ધનાં ધોરણે મે, 2020માં 1,00,000 પીપીઇ કવરઓલનું ઉત્પાદન કરવાની યોજના ઘડી

આરોગ્ય કર્મીઓ માટે આ પ્રકારનાં પ્રોટેક્ટિવ કરવઓલ તૈયાર કરવા અન્ય હિતધારકો માટે ઉદાહરણરૂપ બનશે

ભારતીય રેલવેના ઉત્પાદન એકમો, ઝોનલ રેલવે વર્કશોપ અને ફિલ્ડ યુનિટ મોટી સંખ્યામાં પીપીઇ કરવઓલનું ઉત્પાદન કરવા સજ્જ

Posted On: 15 APR 2020 2:23PM by PIB Ahmedabad

ભારતીય રેલવેના પ્રોડક્શન યુનિટ, વર્કશોપ અને ફિલ્ડ યુનિટે તબીબી અને  હેલ્થકેર કર્મચારીઓ માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) કરવઓલનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી છે, જેઓ ઇન્ફેક્શન ધરાવતા દર્દીઓની સારવાર દરમિયાન કોવિડ-19 રોગનાં સીધા સંસર્ગમાં આવે છે.

ભારતીય રેલવે એપ્રિલ, 2020માં આ પ્રકારનાં 30,000થી વધારે કવરઓલનું ઉત્પાદન કરશે તથા મે, 2020માં 1,00,000 કવરઓલનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. પ્રોટોટાઇપ કવરઓલને ગ્વાલિયરમાં અધિકૃત ડીઆરડીઓ લેબોરેટરીમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવાનું પ્રમાણ મળી ગયું છે.

ભારતીય રેલવેના ડૉક્ટરો, તબીબી વ્યાવસાયિકો, અન્ય હેલ્થ વર્કર્સ અને કેરગિવર્સ કોવિડ-19 રોગચાળા સામે લડવા અવિરતપણે કામ કરી રહ્યાં છે. જ્યારે તેઓ ઇન્ફેક્ટેડ દર્દીઓ વચ્ચે કામ કરે છે, ત્યારે તેઓ કોવિડ-19 રોગના સીધા સંસર્ગમાં આવે છે. નોવેલ કોરોનાવાયરસના પ્રસાર સામે સુરક્ષાની પ્રથમ હરોળ તરીકે તેમને વાયરસના અવરોધક તેમજ રોગવાહક પ્રવાહીને અટકાવવાના માધ્યમ તરીકે કામ કરવા વિશેષ પ્રકારનાં, વધારે ગુણવત્તાયુક્ત કવરઓલ પ્રદાન કરવાની જરૂર પડશે. જ્યારે કવરઓલની મોટી સંખ્યામાં જરૂર પડશે, ત્યારે આ પ્રકારનાં દરેક કવરઓલનો ઉપયોગ થઈ શકસે. કોવિડ-19 રોગના દર્દીઓમાં વધારો થવાની સાથે, નિયંત્રિત રીતે વધારો થઈ રહ્યો હોવા છતાં, પીપીઇ કવરઓલની જરૂરિયાતમાં પણ અનેકગણો વધારો થયો છે.

પીપીઇની ઉપલબ્ધતા અને જરૂરિયાત વચ્ચે રહેલા ફરકને ભરવા ઉત્તર રેલવેના જગધારી વર્કશોપે પીપીઈ કવરઓલના પ્રોટોટાઇપની ડિઝાઇન બનાવવાની અને ઉત્પાદન કરવાની પહેલ હાથ ધરી હતી. પ્રોટોટાઇપ કવરઓલનું પરીક્ષણ ગ્વાલિયર સ્થિત ડીઆરડીઓની ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ લેબોરેટરીમાં થયું હતું, જેને આ પ્રકારનું પરીક્ષણ કરવાનો અધિકાર છે. ડીઆરડીઇને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા કવરઓલનાં તમામ નમૂના ઉચ્ચ ગુણવત્તાયુક્ત છે.

આ પહેલને આગળ વધારીને ભારતીય રેલવે ચાલુ મહિના (એપ્રિલ, 2020)માં 30,000થી વધારે પીપીએ કરવઓલનું ઉત્પાદન કરવા માટે પર્યાપ્ત કાચા માલની ખરીદી કરીને એના વર્કશોપ અને અન્ય એકમોમાં એની વહેંચણી કરી છે.

ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને ભારતીય રેલવેના ડૉક્ટર આ કરવઓલનાં અંતિમ વપરાશકર્તાઓ છે, જેઓ પણ આ કરવઓલનાં પરીક્ષણમાં સંકળાયેલા છે, કારણ કે આ કરવઓલનાં ઉત્પાદનમાં વધારો થયો છે. એની વધી રહેલી જરૂરિયાતને પૂર્ણ કરવા ભારતીય રેલવેએ મે, 2020માં વધુ 1,00,000 પીપીઇ કરવઓલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઉચિત કાચા માલને મંગાવવાની શરૂઆત થઈ ગઈ છે.

પીપીઇ કરવઓલનું ઉત્પાદન કરવા માટે ઉચિત કાચા માલ અને મશીનરીની આંતરરાષ્ટ્રીય સ્તરે ખેંચ હોવા છતાં આ તમામ કામગીરી થઈ રહી છે. આ પ્રયાસ પાછળનો આશય ભારતીય રેલવેના વર્કશોપ અને ઉત્પાદન એકમોની ઉત્પાદન અને જાળવણી ક્ષમતા પ્રદર્શિત કરવાનો છે, જે એને દુનિયામાં કેટલાક સલામત રેલવે રોલિંગ સ્ટોક પૈકીનો એક બનાવે છે. સામાન્ય રીતે રોલિંગ સ્ટોકની ડિઝાઇન બનાવવા, એનું ઉત્પાદન કરવા અને એનો ઉપયોગ કરવા આ જ ક્ષમતા, કુશળતા, પ્રોટોકોલ અને પ્રક્રિયાને અનુસરવામાં આવે છે, જેનો ઉપયોગ ઝડપથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પીપીઇ કરવઓલનું ઉત્પાદન શરૂ કરવા ફિલ્ડ યુનિટ અને વર્કશોપને સક્ષમ બનાવવા થાય છે.

એ નોંધવું યોગ્ય છે કે, ભારતીય રેલવે આવી જ પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેના પગલે અતિ ટૂંકા ગાળામાં 5000થી વધારે કોચ મોબાઇલ ક્વારેન્ટાઇન/આઇસોલેશન સુવિધાઓમાં પરિવર્તિત થયા છે.

GP/RP(Release ID: 1614718) Visitor Counter : 237