કૃષિ મંત્રાલય
કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે લૉકડાઉન દરમિયાન નાશવંત પેદાશોની આંતર–રાજ્ય હેરફેરમાં સુગમતા માટે ઑલ ઇન્ડિયા કૉલ સેન્ટર નંબર 18001804200 અને 14488નો શુભારંભ કર્યો
Posted On:
15 APR 2020 1:28PM by PIB Ahmedabad
કોરોનાવાયરસના જોખમને કારણે લદાયેલા લૉકડાઉનની સ્થિતિમાં નાશવંત પેદાશોની આંતર-રાજ્ય હેરફેર સરળ બને તે હેતુથી આજે કૃષિ ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ઑલ ઇન્ડિયા કૉલ સેન્ટર નંબરનો પ્રારંભ કર્યો હતો. આ કૉલ સેન્ટર નંબર 18001804200 અને 14488 છે. કોઈ પણ મોબાઈલ અથવા તો લેન્ડલાઈન ફોન પરથી દિવસે અથવા રાત્રે કોઈ પણ સમયે આ કૉલસેન્ટરનો સંપર્ક કરી શકાશે.
સપ્તાહમાં સાતેય દિવસ, ચોવીસે કલાક ચાલુ રહેતો આ કૉલ સેન્ટર નંબર ભારત સરકારના કૃષિ, સહકાર, અને ખેડૂત કલ્યાણ (DAC&FW), વિભાગની શાકભાજી, ફળ, બિયારણ, જંતુનાશકો અને ફર્ટિલાઈઝર જેની ખેતી માટે જરૂરી સામગ્રીની રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય હેરફેરમાં સુગમતા માટે હાથ ધરાએલી પહેલ છે.
ટ્રક ડ્રાઈવર્સ અને હેલ્પર્સ, વેપારીઓ, રિટેઈલર્સ, ટ્રાન્સપોર્ટર્સ, ખેડૂતો ઉત્પાદકો તથા અન્ય સહયોગીઓ કે જેમને ખેતી, બાગાયત અથવા અન્ય કોઈ પણ નાશવંત ચીજની આંતર–રાજ્ય હેરફેરમાં સમસ્યાનો સામનો કરવો પડે તો તેઓ આ નંબર ડાયલ કરીને કૉલ સેન્ટરનો મદદ માટે સંપર્ક કરી શકે છે. કૉલ સેન્ટરના અધિકારીઓ વાહન અને માલસામાનની વિગતો તેમજ જે જરૂરી સહાય આવશ્યક હોય તેની માહિતી રાજ્ય સરકારના અધિકારીઓને સમસ્યાના ઉકેલ માટે મોકલી આપશે.
ઇફ્કો કિસાન સંચાર લિમિટેડ દ્વારા, તેમની હરિયાણામાં ફરિદાબાદ ખાતે આવેલી ઓફિસમાંથી આ કૉલ સેન્ટરનુ સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરમાં 10 ગ્રાહક અધિકારીઓ 8 કલાકની એક એવી 3 શિફટમાં કામગીરી સંભાળશે. જરૂરિયાત ઉભી થતાં કૉલ સેન્ટર સેવા પૂર્ણ ક્ષમતા સાથે વિસ્તારીને 20 બેઠક સુધીની કરવામાં આવશે. કૉલ સેન્ટરના અધિકારીઓ રેકર્ડ જાળવશે અને જ્યારે પણ કેસનો નિકાલ આવે ત્યારે તે અંગેની નોંધ રાખશે.
કૃષિ રાજ્ય મંત્રીઓ શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી અને કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ શ્રી સંજય અગરવાલ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઑલ ઇન્ડિયા એગ્રી કૉલ સેન્ટર નંબરના પ્રારંભ પ્રસંગે હાજર રહયા હતા. આ સપ્તાહમાં સાતેય દિવસ, ચોવીસે કલાક ચાલુ રહેતી સેવા એ કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે લૉકડાઉન દરમિયાન ફીલ્ડ લેવલે ખેતી અને ખેતીલક્ષી પ્રવૃત્તિઓમાં સુગમતા માટે હાથ ધરેલાં વિવિધ પગલાંમાંની એક છે.
GP/RP
(Release ID: 1614711)
Visitor Counter : 266
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam